આ દસ્તાવેજ ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્ટ, 2000 (“અધિનિયમ”)માં સમયાંતરે આવતા સુધારા પ્રમાણે અને તેના હેઠળ લાગુ પડતા નિયમો અને અધિનિયમ દ્વારા સુધારેલા વિવિધ કાયદાઓમાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને લગતી સુધારેલી જોગવાઈઓની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે. આ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવે છે અને તેને ભૌતિક અથવા ડિજિટલ હસ્તાક્ષરની જરૂર પડતી નથી.
‘PhonePe Earn/અર્ન’ (નીચે વ્યાખ્યાયિત)માં રજિસ્ટરિંગ, ઍક્સેસ, ઉપયોગ અથવા ભાગ લેતા પહેલા કૃપા કરીને આ નિયમો અને શરતોને (“શરતો”) કાળજીપૂર્વક વાંચવી. આ શરતો PhonePe Earn/અર્નનો તમારો ઍક્સેસ, તેમાં પાર્ટિસિપેશન અને તેના ઉપયોગને નિયંત્રિત કરે છે અને તમારી અને PhonePe પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા કરાર બનાવે છે, જેની ઑફિસ-2, ફ્લોર 5, વિંગ A, બ્લૉક A, સલારપુરિયા સોફ્ટઝોન, સર્વિસ રોડ, ગ્રીન ગ્લેન લેઆઉટ, બેલાંદુર, બેંગલુરુ, કર્ણાટક – 560103 , ભારત ખાતે તેની રજિસ્ટર્ડ ઑફિસ છે.
આ શરતો હેઠળ ‘PhonePe’ ના તમામ સંદર્ભોનો અર્થ એમ માનવામાં આવશે કે તેમાં તેના આનુષંગિકો, સહયોગીઓ, પેટાકંપનીઓ, ગ્રૂપ કંપનીઓ, તેમના સંબંધિત અધિકારીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, પ્રતિનિધિઓ અને એજન્ટોનો સમાવેશ થાય છે. તમે સંમત થાઓ છો અને સ્વીકારો છો કે તમે આ શરતો વાંચી છે અને જો તમે આ શરતોથી સંમત નથી અથવા તેનાથી બંધાયેલા રહેવા માંગતા નહીં હોવ, તો તમે કોઈપણ રીતે PhonePe Earn/અર્ન ને ઍક્સેસ કરી શકશો નહીં, તેમાં ભાગ લઈ શકશો નહીં અથવા તેનો ઉપયોગ કરશો નહીં. તમે એ પણ સમજો છો કે PhonePe પ્લેટફોર્મ (નીચે વ્યાખ્યાયિત) પર ઉપલબ્ધ અન્ય તમામ વેબસાઇટ પૉલિસીઓ, સામાન્ય અથવા પ્રોડક્ટ વિશિષ્ટ નિયમો અને શરતો, જે સમય-સમય પર સુધારેલ છે, તે PhonePe પ્લેટફોર્મના તમારા ઉપયોગ/ઍક્સેસના આધારે તમને લાગુ પડશે. અમે PhonePe વેબસાઇટ(ઓ), PhonePe મોબાઇલ ઍપ્લિકેશન(ઓ) અને PhonePe (સામૂહિક રીતે “PhonePe પ્લેટફોર્મ” તરીકે ઓળખાય છે) દ્વારા માલિકી/હોસ્ટ કરેલ/ઑપરેટ કરેલ/સંચાલિત હોય તેવા કોઈપણ અન્ય ડિવાઇસો/પ્રોપર્ટીઝ પર અપડેટેડ વર્ઝન પોસ્ટ કરીને કોઈપણ સમયે આ શરતોમાં સુધારો કરી શકીએ છીએ. આ શરતોના અપડેટેડ વર્ઝન પોસ્ટ થયા પછી તરત જ પ્રભાવી થશે. આવા અપડેટ્સ/ફેરફારો માટે સમયાંતરે આ શરતોની સમીક્ષા કરવાની જવાબદારી તમારી રહેશે અને આવા અપડેટ્સ/ફેરફારો પોસ્ટ કર્યા પછી PhonePe પ્લેટફોર્મના તમારા સતત ઉપયોગને આવા તમામ અપડેટ્સ/ફેરફારોની તમારી સ્વીકૃતિ તરીકે ગણવામાં આવશે. તમારા દ્વારા પ્રસ્તાવિત કોઈપણ નિયમો અને શરતો કે જે આ શરતો ઉપરાંત છે અથવા જે તેની સાથે વિરોધાભાસી છે તે PhonePe દ્વારા સ્પષ્ટપણે નકારવામાં આવશે અને તેનો કોઈ પ્રભાવ કે લાગુ પડશે નહીં. આ શરતોના તમારા પાલન પર, અમે તમને PhonePe Earn/અર્ન માં ઍક્સેસ કરવા, ઉપયોગ કરવા, ભાગ લેવા માટે વ્યક્તિગત, બિન-વિશિષ્ટ, બિન-તબદીલીપાત્ર, મર્યાદિત વિશેષાધિકાર આપીએ છીએ.
- વ્યાખ્યા
- “PhonePe Earn/અર્ન” નો અર્થ PhonePe પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સુવિધાઓ હશે, જેમાં PhonePe દ્વારા તેના ક્લાયન્ટ્સ વતી ડિજિટલ/ઓનલાઈન કાર્યો જેમ કે મોબાઈલ ઍપ રેફરલ્સ (“રેફરલ્સ”), ઓનલાઈન/ડિજિટલ સર્વેક્ષણો (“સર્વે”) અથવા ઓનલાઈન અથવા ડિજિટલ પાર્ટિસિપેશન/પૂર્ણતાને મંજૂરી આપતા કાર્યો સક્ષમ છે, જેઓ કાં તો પોતાના માટે અથવા તૃતીય પક્ષ માટે બ્રાન્ડની દૃશ્યતા વધારવા, પ્રોડક્ટો/સેવાઓને પ્રોત્સાહન આપવા અથવા ગ્રાહક/બજારની આંતરદૃષ્ટિ વિકસાવવા આતુર છે (“પાર્ટનર”) અને જેના સંતોષકારક રીતે પૂર્ણ થવા પર તમે ઈલેક્ટ્રોનિક ગિફ્ટ વાઉચર (“રિવૉર્ડ”) મેળવવા માટે પાત્ર બનો છો.
- ક્વોલિફાઇડ રેફરલ” નો અર્થ તમામ પૂર્વ-નિશ્ચિત ક્રિયાઓની સંતોષકારક પૂર્ણતા/પરિપૂર્ણતા એવો થશે, જે તેના આનુષંગિક નિયમો અને શરતો સાથે રેફરલ્સ હેઠળ જરૂરી હોઈ શકે છે. દાખલા તરીકે, રેફરીના ડિવાઇસ પર મોબાઇલ ઍપ્લિકેશનના ઇન્સ્ટૉલેશનને પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે અને તે પછી રેફરીના ભાગ પર ચોક્કસ સમયગાળામાં એક અથવા વધુ ચોક્કસ ક્રિયાઓ જેવી કે રજિસ્ટ્રેશન્સ/સબ્સ્ક્રિપ્શન્સ/સેવાઓ મેળવવાની જરૂર પડી શકે છે, જેમ કે કાર્યની વિશિષ્ટતાઓને આધારે જરૂરી હોઈ શકે છે.
- રેફરલ્સના હેતુ માટે “રેફરી” નો અર્થ એવો થાય છે કે જેને તમારા દ્વારા રેફર કરવામાં આવ્યા હોય અને તેણે રેફરલ લિંક અને તેની આનુષંગિક નિયમો અને શરતો પર વર્ણવેલ તમામ ક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય.
- “સેટલમેન્ટ”નો અર્થ તમને રિવૉર્ડની વહેંચણી કરવાનો છે, જે PhonePe દ્વારા PhonePe Earn/અર્ન હેઠળ ચોક્કસ કાર્ય માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.
- “સર્વે” નો અર્થ ગ્રાહકના વર્તન, પસંદગીઓ અને બજાર/પ્રોડક્ટ વિશિષ્ટ આંતરદૃષ્ટિ પર ડેટા પોઈન્ટ એકત્ર કરવાના અંતર્ગત ઉદ્દેશ્ય સાથે PhonePe પ્લેટફોર્મ પર પાર્ટનર દ્વારા નિર્ધારિત પ્રશ્નાવલિ/પોલ ફોર્મેટ હશે, પછી ભલેને તેમના પ્રોડક્ટ/સેવાઓ સંબંધિત હોય કે ન હોય.
- “અમે”,“અમે બધા”,“અમારા” નો અર્થ PhonePe થશે.
- “તમે”,“તમારું”,“તમે સ્વયં”,“યૂઝર” નો અર્થ PhonePeના યૂઝર/ગ્રાહક એવો થશે.
- પાત્રતા
- PhonePe Earn/અર્નમાં ઍક્સેસ/ઉપયોગ/ભાગ લઈને, તમે દર્શાવો છો, બાંયધરી આપો છો અને ખાતરી કરો છો કે:
- તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની છે અને તમે કાયદેસર રીતે બંધનકર્તા કરારો કરવા માટે સક્ષમ છો.
- દરેક સમયે, તમે આ શરતો, અન્ય તમામ વેબસાઇટ પૉલિસીઓ, સામાન્ય/પ્રોડક્ટ વિશિષ્ટ નિયમો અને શરતોનું પાલન કરશો, જે PhonePe પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને સમયાંતરે સુધારેલ છે.
- તમે કોઈપણ રીતે PhonePe ઍક્સેસ કરવાથી પ્રતિબંધિત નથી અથવા કાયદેસર રીતે પ્રતિબંધિત નથી.
- તમે કોઈપણ વ્યક્તિ/એન્ટાઈટીનો ઢોંગ નથી કરી રહ્યાં.
- તમારા દ્વારા ઉલ્લેખિત તમામ માહિતી, દસ્તાવેજો અને વિગતો સાચી છે, તમારી છે અને તમે, દરેક સમયે, તેમને PhonePe પ્લેટફોર્મ પર અપડેટ કરીને રાખશો.
- PhonePe, ઉપરોક્ત શરતોની કોઈપણ ખોટી રજૂઆતના કિસ્સામાં, PhonePe પ્લેટફોર્મ પર તમારા એકાઉન્ટને તાત્કાલિક સમાપ્ત કરવાનો અને તેને જરૂરી લાગે તેવા કોઈપણ અન્ય પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે.
- PhonePe Earn/અર્નમાં ઍક્સેસ/ઉપયોગ/ભાગ લઈને, તમે દર્શાવો છો, બાંયધરી આપો છો અને ખાતરી કરો છો કે:
- સર્વે, રેફરલ અને રિવૉર્ડ માટે ચોક્કસ જોગવાઈઓ
- સર્વેક્ષણોના સંબંધમાં, તમે આથી સમજો છો અને સંમત થાઓ છો કે:
- સર્વેમાં તમારા પ્રતિસાદો/સબ્મિશન ભાગીદારના અને/અથવા PhonePeના આંતરિક પરિમાણો અથવા ક્વૉલિટી ચેક પદ્ધતિને આધીન છે અને જ્યાં પણ તમારા પ્રતિસાદો/સબ્મિશન PhonePe અથવા ભાગીદારના નિર્ણય મુજબ આવા માપદંડોને પૂર્ણ નહીં કરે, તો તમે ભાગ લીધેલ સર્વેક્ષણો માટે રિવૉર્ડ મેળવવા માટે પાત્રતા ધરાવશો નહીં.
- આ તમામ બાબતો માટે PhonePe જવાબદાર રહેશે નહીં (a) ગુમ થયેલ, ખોટો નિર્દેશિત, મોડી, અધૂરી, અચોક્કસ અથવા સમજી ન શકાય તેવી એન્ટ્રીઓ/પ્રતિસાદો માટે, પછી ભલે તે તમારા દ્વારા અથવા PhonePe Earn/અર્ન સાથે સંકળાયેલા અથવા ઉપયોગમાં લેવાતા કોઈપણ સાધનો અથવા પ્રોગ્રામિંગ દ્વારા અથવા એન્ટ્રી/પ્રતિસાદો પરની પ્રક્રિયામાં ઉદ્ભવી શકે તેવી કોઈપણ તકનીકી અથવા માનવીય ભૂલને કારણે પણ કેમ ન હોય; (b)PhonePe Earn/અર્ન સાથે સંકળાયેલ કોઈપણ સામગ્રીમાં કોઈપણ પ્રિન્ટિંગ અથવા ટાઇપોગ્રાફિકલ એરર માટે; (c) ઑપરેશન, ટ્રાન્સમિશન, ચોરી, વિનાશ, એન્ટ્રીઓના અનધિકૃત ઍક્સેસ, અથવા તેમાં ફેરફાર, અથવા તકનીકી, નેટવર્ક, ટેલિફોન, કમ્પ્યુટર, હાર્ડવેર અથવા સૉફ્ટવેર, કોઈપણ પ્રકારની ખામી, અથવા અચોક્કસ ટ્રાન્સમિશન અથવા પ્રાપ્ત કરવામાં નિષ્ફળતામાં કોઈપણ એરર માટે કે ઈન્ટરનેટ પર અથવા કોઈપણ વેબસાઈટ પર તકનીકી સમસ્યાઓ અથવા ટ્રાફિકની કન્જેશનેને કારણે કોઈપણ પ્રવેશ માહિતી; અથવા (d) PhonePe Earn/અર્નના સંબંધમાં કોઈપણ સામગ્રી ડાઉનલોડ કરવાના પરિણામે તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલને ઈજા અથવા નુકસાન માટે.
- સર્વેક્ષણો તમને ગોપનીય/માલિકીની માહિતી જાહેર કરી શકે છે અને આવી માહિતી હંમેશા તેના માલિકની એકમાત્ર અને વિશિષ્ટ મિલકત રહેશે. આ ગોપનીય માહિતીમાં નવા પ્રોડક્ટના આઈડિયાઝ અથવા કૉન્સેપ્ટ્સ, પેકેજિંગ કૉન્સેપ્ટ્સ, જાહેરાત/મૂવી/ટેલિવિઝન કૉન્સેપ્ટ્સ અથવા ટ્રેઇલર્સ અને તેનાથી સંબંધિત ટેક્સ્ટ, વિઝ્યુઅલ છબીઓ અને અવાજનો સમાવેશ થઈ શકે છે, પણ તે તેના સુધી મર્યાદિત હોતું નથી. સર્વેક્ષણમાં ભાગ લઈને, તમે સંમત થાઓ છો કે તમે આવી બધી માહિતી ગોપનીય રાખશો અને તેને કોઈપણ તૃતીય પક્ષને જાહેર કરશો નહીં અથવા કોઈપણ હેતુ માટે તેનો ઉપયોગ કરશો નહીં. જો તમે આ જવાબદારીનો ભંગ કરો છો, તો તમારા રિવૉર્ડને જપ્ત કરીને તમારું એકાઉન્ટ સમાપ્ત કરવા ઉપરાંત, તમે PhonePe અને/અથવા ભાગીદારને થતા ફાઇનૅન્શ્યલ નુકસાન માટે પણ જવાબદાર હોઈ શકો છો.
- અમુક સર્વેક્ષણો, ફક્ત તમારી સંમતિ પર, તમારે તમારી વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી ભાગીદારોને સબ્મિટ કરવાની જરૂર પડી શકે છે. જો તમને આવી માહિતીની જાહેરાત, સંગ્રહ, સંચય, વહેંચણી અને પ્રક્રિયામાં કોઈ વાંધો હોય તો તમને આવા સર્વેમાં ભાગ ન લેવાની ખાસ સલાહ આપવામાં આવે છે. તમે PhonePeને સામેલ કર્યા વિના સીધા જ ભાગીદારોને આ સંબંધમાં તમામ વિવાદોનો સંદર્ભ આપવા માટે સંમત થાઓ છો.
- રેફરલના સંબંધમાં, તમે આથી સમજો છો અને સંમત થાઓ છો કે:
- રેફરલમાં ભાગ લેવા માટે, તમારે તેના આનુષંગિક નિયમો અને શરતો સાથે રેફરલ લિંકમાં આપેલી સૂચનાઓનું પાલન કરવું પડશે અને રેફરીને મોબાઇલ ઍપ્લિકેશનનો સંદર્ભ આપવો પડશે. આમાં રેફરીની સંપર્ક માહિતી દાખલ કરવી પડશે અથવા આનુષંગિક નિયમો અને શરતો હેઠળ નિર્ધારિત અન્ય શરતોનું પાલન કરવું શામેલ હોઈ શકે છે. આમ કરવાથી, તમે વધુમાં રજૂ કરો છો કે તમારી પાસે રેફરીની સંપર્ક માહિતી/અન્ય વિગતો પ્રદાન કરવા માટે તેમની પૂર્વ સંમતિ છે.
- રેફરલ બનાવવું – રેફર કરવા માટે તમારે PhonePe પ્લેટફોર્મના યૂઝર હોવું જરૂરી છે અને માત્ર વાસ્તવિક વ્યક્તિઓ (તમારા સિવાયના) જેઓ આ શરતો, પ્રશ્નમાં આવેલ રેફરલ અને તેના આનુષંગિક નિયમો અને શરતોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેમને જ રેફર કરીને આ રેફરલની ભાવનાને માન આપવું પડશે. ઉદાહરણ તરીકે, તમે PhonePe સાથે બહુવિધ અથવા નકલી એકાઉન્ટ્સ બનાવશો નહીં અથવા બહુવિધ અથવા નકલી ઇમેઇલ ઍડ્રેસ અથવા ઓળખનો ઉપયોગ કરીને રેફરલમાં ભાગ લેશો નહીં. રેફરલ બનાવતી વખતે, તમારે રેફરી પાસેથી સંબંધિત સંમતિ લીધા પછી સંપૂર્ણ, માન્ય, વાસ્તવિક માહિતી પ્રદાન કરવી આવશ્યક છે.
- રિવૉર્ડના સંબંધમાં, તમે આથી સમજો છો અને સંમત થાઓ છો કે:
- તમામ રિવૉર્ડ લાગુ ટેક્સ સિવાયના છે. રિવૉર્ડનું ટ્રાન્સફર, હરાજી, વેપાર, વિનિમય અથવા વેચાણ કરી શકાતું નથી. તમારું એકાઉન્ટ સમાપ્ત થવા પર અથવા PhonePe Earn/અર્નમાં ભાગ લેવાનો તમારો અધિકાર સમાપ્ત થવા પર આ શરતો હેઠળ દર્શાવેલ કારણોસર, તમારી કમાણી હેઠળ ઉપાર્જિત તમામ રિડીમ ન કરેલા રિવૉર્ડને જપ્ત કરવામાં આવશે.
- રિવૉર્ડ માટે પાત્ર બનવા માટે તમારે તમારા મોબાઇલ નંબર અને KYC દસ્તાવેજો PhonePe સાથે ચકાસવાની જરૂર પડી શકે છે.
- દરેક રિવૉર્ડ કોઈપણ પ્રકારની, સ્પષ્ટ અથવા ગર્ભિત (જેમાં, મર્યાદા વિના, કોઈ ચોક્કસ હેતુ માટે વેપારીતા અથવા યોગ્યતાની કોઈપણ ગર્ભિત વૉરંટી સહિતની) વૉરંટી વિના આપવામાં આવશે.
- સર્વેક્ષણ અને/અથવા પ્રશ્નમાં ક્વોલિફાઇડ રેફરલ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી માત્ર PhonePe પ્લેટફોર્મ પર નોટિફિકેશનથી અથવા PhonePe અથવા ભાગીદાર તરફથી લેખિત પુષ્ટિ પર જ તમે રિવૉર્ડ માટે પાત્ર બનશો, જેવો કિસ્સો હોય તેમ.
- રિવૉર્ડ ચકાસણી/તપાસ અને તેના પરિણામે થતા વિલંબ/કેન્સલેશનને આધીન છે. PhonePe રિવૉર્ડની પ્રક્રિયા કરવાનો ઇનકાર કરી શકે છે, જો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિમાં, તે આ શરતોનું ઉલ્લંઘન કરતી તમારી સહભાગિતાને કપટપૂર્ણ, શંકાસ્પદ માને અથવા એવું માને કે તેનાથી PhonePe માટે કે ભાગીદાર માટે કોઈપણ પર સંભવિત જવાબદારી લાદશે. PhonePe ના નિર્ણયો અંતિમ અને બંધનકર્તા રહેશે.
- Yદરેક પૂર્ણ થયેલા સર્વે અને/અથવા પાત્રતા ધરાવતા રેફરલ માટે તમને PhonePe અથવા પાર્ટનર દ્વારા નિર્ધારિત ફોર્મ અને પદ્ધતિમાં રિવૉર્ડ મળશે. રિવૉર્ડની પતાવટ પછી, PhonePe અથવા ભાગીદાર, જેમ બને તેમ, આવા સર્વે અને/અથવા રેફરલના સંબંધમાં આગળ કોઈ જવાબદારી લેશે નહીં. આથી તમારા દ્વારા સંમતિ આપવામાં આવે છે કે કોઈપણ પુરસ્કાર જારી કરવું એ કાર્ય પૂર્ણ કરવા માટે માન્ય અને પર્યાપ્ત કન્સિડરેશન છે.
- PhonePe અને/અથવા તેના આનુષંગિકો માટે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણો અને રેફરલ્સ બંને માટે સામૂહિક રીતે રિવૉર્ડ, દર નાણાકીય વર્ષમાં ₹9,999 /- (ભારતીય રૂપિયા નવ હજાર નવસો નવ્વાણું) પ્રતિ યૂઝર દીઠ (“રિવૉર્ડ મર્યાદા“) સુધી મર્યાદિત રહેશે. એકવાર રિવૉર્ડની મર્યાદા સુધી પહોંચી જાય, પછી જ્યાં સુધી તમારી રિવૉર્ડ મર્યાદા ફરીથી સેટ ન થઈ જાય ત્યાં સુધી રેફરલ્સ અને/અથવા સર્વેક્ષણો માટે નાણાકીય વર્ષના બાકીના ભાગમાં અનુગામી સહભાગિતાઓ તમને વધુ રિવૉર્ડ માટે હકદાર બનાવશે નહીં. તે પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે રેફરલ્સના કિસ્સામાં ભાગીદારની પ્રોડક્ટ અથવા સેવાઓ સામે રેફરી દ્વારા પ્રોડક્ટની ખરીદી અથવા સેવાઓનો લાભ લેવાના કિસ્સામાં વધુ રિવૉર્ડ માટે પાત્ર રહેશો નહીં.
- તમે આથી સમજો છો અને સંમત થાઓ છો કે PhonePe દ્વારા નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર રિવૉર્ડ આપવામાં આવી રહ્યો છે.
- સર્વેક્ષણોના સંબંધમાં, તમે આથી સમજો છો અને સંમત થાઓ છો કે:
- PhonePe Earn/અર્ન માટે સામાન્ય જોગવાઈઓ
- પ્રચાર પ્રકાશન: સર્વેક્ષણ અને/અથવા રેફરલમાં ભાગ લઈને, તમે PhonePeને તમારા નામ અને છબીનો ઉપયોગ કરવા માટે અધિકૃત કરો છો, જેમ કે કોઈપણ ચિત્રો, ફોટા, રાઈટ-અપ્સ, વીડિયો રેકોર્ડિંગ્સ, ઑડિયોટેપ્સ અને ડિજિટલ છબીઓ આના જેવામાં અંકિત હોઈ શકે છે અને પ્રમોશનલ અથવા માર્કેટિંગ હેતુઓ માટે સર્વેક્ષણ અને/અથવા રેફરલના સંબંધમાં કરવામાં આવે છે. તે વધુ સ્પષ્ટ કરવામાં આવે છે કે તમે કોઈપણ ખાનગી અથવા જાહેર ફોરમ પર સર્વે અથવા રેફરલ દરમિયાન શીખેલી કોઈપણ માહિતીનો પ્રસાર કરશો નહીં.
- ગોપનીયતા સૂચના: સર્વેક્ષણ અને/અથવા રેફરલમાં સહભાગિતા માટે તમારે તમારા અને વ્યક્તિઓ વિશેની વ્યક્તિગત માહિતી સબમિટ કરવાની જરૂર પડી શકે છે જેનો તમે રેફરલ્સ હેઠળ ઉલ્લેખ કરો છો/સર્વે હેઠળ ઉલ્લેખ કરો છો (જો કોઈ હોય તો), જેમ કે નામ, ઇમેઇલ ઍડ્રેસ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એકાઉન્ટ વિગતો વગેરે. તમે સંમત થાઓ છો કે તમે, સર્વે હેઠળ ઉલ્લેખિત વ્યક્તિઓ અથવા રેફરી, સર્વે અને/અથવા રેફરલમાં તમારી સહભાગિતાના સંદર્ભમાં PhonePe અથવા ભાગીદાર પાસેથી સંચાર પ્રાપ્ત કરી શકે છે, જેવો કિસ્સો હોય તેમ. PhonePe Earn/અર્ન હેઠળ એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતી આ શરતો અને PhonePeની ગોપનીયતા નીતિ સહિતની વેબસાઇટ પૉલિસી અનુસાર વ્યવહાર કરવામાં આવશે.
- સમયરેખા: સર્વેક્ષણની પ્રકૃતિ (પ્રાપ્ત પ્રતિસાદો/સબ્મિશનના સંદર્ભમાં) અથવા રેફરલ (રેફરી દ્વારા પૂર્ણ કરવાની આવશ્યક ક્રિયાઓના સંદર્ભમાં) ના આધારે, PhonePe અથવા ભાગીદાર દ્વારા સંતોષકારક પૂર્ણ થવા પર નિષ્કર્ષ કાઢવા માટે જરૂરી સમયરેખા કેસ-ટુ-કેસ આધારે કાર્ય બદલાઈ શકે છે, અને તમે આવા મૂલ્યાંકન સમયગાળા દરમિયાન ધીરજ રાખવા માટે સંમત થાઓ છો.
- એકાઉન્ટ સમાપ્તિ અને કેન્સલેશન/સુધારો/કાર્યોનું સસ્પેન્શન અને રિવૉર્ડ:
- PhonePe પ્રશ્નમાં રેફરલ, સર્વેક્ષણ અથવા અનુગામી રિવૉર્ડને રદ કરવાનો અથવા સસ્પેન્ડ કરવાનો, રિવૉર્ડ મેળવવાની તમારી પાત્રતાને સમાપ્ત કરવાનો અથવા તમારા PhonePe એકાઉન્ટને અથવા રેફરીના ખાતાને સમાપ્ત કરવાનો અધિકાર અનામત રાખે છે, જો તમે અથવા રેફરી: (i) બહુવિધ PhonePe એકાઉન્ટ્સ ખોલો વધારાના રિવૉર્ડ જનરેટ કરવા માટે એક જ વ્યક્તિ માટે અલગ-અલગ ઈમેઇલ ઍડ્રેસ અને મોબાઈલ નંબરો સાથે; અથવા (ii) સ્પામ અથવા અવાંછિત ઈમેઇલનો ઉપયોગ કરતી વ્યક્તિઓનો સંદર્ભ લો; અથવા (iii) રિવૉર્ડ મેળવવા માટે ખોટા નામોનો ઉપયોગ કરો, અન્ય લોકોનો ઢોંગ કરો અથવા અન્યથા PhonePe ને ખોટી અથવા ભ્રામક માહિતી પ્રદાન કરો; અથવા (iv) કોઈપણ રીતે રેફરલ અને/અથવા પ્રશ્નમાં રહેલા સર્વેના વહીવટ, સુરક્ષા અથવા વાજબીતા સાથે સમાધાન કરવામાં અથવા મદદ કરવામાં આવી; અથવા (v) કોઈપણ લાગુ કાયદા અથવા નિયમો હેઠળ સર્વેક્ષણ અને/અથવા રેફરલમાં ભાગ લેવાથી પ્રતિબંધિત જણાય છે; અથવા (vi) આ શરતો અથવા સર્વે અને/અથવા રેફરલ હેઠળ નિર્ધારિત કોઈપણ અન્ય શરતનું ઉલ્લંઘન કરો છો.
- PhonePe સર્વેક્ષણ અને/અથવા રેફરલને કેન્સલ, ફેરફાર, ટર્મિનેટ અથવા સસ્પેન્ડ કરી શકે છે જો; (i) વાઈરસ, વોર્મ્સ, બગ્સ, અનધિકૃત માનવ હસ્તક્ષેપ અથવા તેના નિયંત્રણ બહારના અન્ય કારણો સર્વે અને/અથવા રેફરલના વહીવટ અને સુરક્ષાને ક્ષતિગ્રસ્ત કરતું હોય; અથવા (ii) રેફરલ્સના કિસ્સામાં સર્વેક્ષણ અથવા પાત્ર રેફરલ્સના કિસ્સામાં એન્ટ્રીઓની સંખ્યા જો ચોક્કસ સર્વે અથવા પ્રશ્નમાં રેફરલ માટે PhonePe માટે ભાગીદાર દ્વારા નિર્ધારિત અપેક્ષિત થ્રેશોલ્ડને પૂર્ણ કરતું હોય.
- ઘટનામાં જ્યાં ઉપરોક્ત પેટા કલમોમાંથી કોઈ એક ટ્રિગર થતું હોય, તો PhonePe, તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અને શક્ય તેટલી હદ સુધી, તે સુનિશ્ચિત કરશે કે આવા સંબંધમાં તમને યોગ્ય સંચાર કરવામાં આવે.
- જવાબદારીથી મુક્તિ: PhonePe Earn/અર્નમાં ભાગ લઈને, તમે સર્વે, રેફરલ અથવા રિવૉર્ડના સંબંધમાં તમામ બાબતો માટે જવાબદારીમાંથી PhonePeને મુક્ત થવા અને રાખવા માટે સંમત થાઓ છો. આ પ્રકાશન વ્યક્તિગત ઇજાઓ (મૃત્યુ સહિત), મિલકતની ખોટ અથવા નુકસાન, અને PhonePe Earn/અર્ન હેઠળ આપવામાં આવતા લાભો/રિવૉર્ડના દુરુપયોગ માટે, પછી ભલે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોય કે PhonePe Earn/અર્નમાં સ્વીકૃતિ, કબજો અથવા સહભાગિતાના કારણે હોય, તે બધીજ જવાબદારીઓથી મુક્ત કરો છો.
- અસ્વીકરણ: PhonePe કોઈપણ સમયે અને તમને અગાઉથી સૂચના આપ્યા વિના, સર્વેક્ષણ અને રેફરલના નિયમો અને શરતોમાં ફેરફાર કરી શકે છે, જેમાં મર્યાદા વિના, રિવૉર્ડની રકમ બદલવી, રિવૉર્ડને રિડીમ કરવાની રીતમાં ફેરફાર કરવો, વાઉચર્સની અવધિ/સમાપ્તિમાં ફેરફાર કરવો, રિવૉર્ડની મહત્તમ રકમ કે તમે કમાઈ શકો, વગેરેનો સમાવેશ થાય છે.
- ઇન્ડેમ્નિફિકેશન: તમે તૃતીય પક્ષના કોઈપણ કાયદા, નિયમો અથવા વિનિયમો અથવા અધિકારો (બૌદ્ધિક સંપદા અધિકારોના ઉલ્લંઘન સહિત) આવા કોઈપણ દાવા અથવા માંગ, અથવા કોઈપણ તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવેલ વાજબી વકીલની ફી સહિતની ક્રિયાઓ અથવા આ શરતો, ગોપનીયતા નીતિ અથવા તમારા ઉલ્લંઘનને કારણે અથવા તેના કારણે લાદવામાં આવેલા દંડ સહિતની કાર્યવાહીથી થતા નુકસાનની ભરપાઈ કરવાથી PhonePeને મુક્ત કરશો અને જવાબદાર નહીં ઠેરવો.
- ફોર્સ મેજ્યુર: ફોર્સ મેજ્યુર ઇવેન્ટનો અર્થ એમ થાય છે કે જે PhonePeના વાજબી નિયંત્રણની બહાર હોય અને તેમાં યુદ્ધ, રમખાણો, આગ, પૂર, ભગવાનના કૃત્યો, વિસ્ફોટ, હડતાલ, તાળાબંધી, મંદી, લાંબા સમય સુધી અછત, ઊર્જા પુરવઠો, રોગચાળો, કમ્પ્યુટર હેકિંગ, કમ્પ્યુટર ડેટા અને સ્ટોરેજ ડિવાઇસોનો અનધિકૃત ઍક્સેસ, કમ્પ્યુટર ક્રેશ, રાજ્યના કૃત્યો, સરકારી, કાનૂની અથવા નિયમનકારી પગલાંઓ, એવી શરતો જે PhonePeને તેની સંબંધિત જવાબદારીઓ કરવા માટે પ્રતિબંધિત અથવા અવરોધે છે તે તમામ કાર્યોનો સમાવેશ થાય છે પણ તે પૂરતું મર્યાદિત નથી.
- વિવાદ, નિયમનકારી કાયદો અને અધિકારક્ષેત્ર: આ કરાર અને તેના હેઠળના અધિકારો અને જવાબદારીઓ અને પક્ષકારોના સંબંધો અને આ શરતો હેઠળ અથવા તેના સંબંધમાં ઉદ્ભવતી તમામ બાબતો, જેમાં કન્સટ્રક્શન, માન્યતા, કામગીરી અથવા તેના હેઠળ સમાપ્તિનો સમાવેશ થાય છે, અને ભારતીય પ્રજાસત્તાક દ્વારા સંચાલિત કરવામાં આવશે. સૌહાર્દપૂર્ણ સમાધાનને આધિન અને પૂર્વગ્રહ વિના PhonePe Earn/અર્નના તમારા ઉપયોગ અને સહભાગિતા અથવા અહીં આવરી લેવામાં આવેલી અન્ય બાબતોના સંબંધમાં ઉદ્ભવતા તમામ મુદ્દાઓને અજમાવવા અને નિર્ણય લેવાનો વિશિષ્ટ અધિકારક્ષેત્ર બેંગલુરુ, કર્ણાટકની અદાલતો પાસે હશે.