આ નિયમો અને શરતો PhonePe દ્વારા જારી કરાયેલા ગિફ્ટ કાર્ડ, સેમી-ક્લોઝ્ડ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (હવેથી “PhonePe ગિફ્ટ કાર્ડ્સ” તરીકે ઓળખવામાં આવે છે) જે PhonePe પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓફર કરવામાં આવે છે), તેના ઉપયોગને નિયંત્રિત કરે છે જે કંપની ઍક્ટ, 1956 હેઠળ સમાવિષ્ટ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ – ઓફિસ-2, ફ્લોર 4,5,6,7, વિંગ એ, બ્લોક એ, સલારપુરિયા સોફ્ટઝોન, સર્વિસ રોડ, ગ્રીન ગ્લેન લેઆઉટ, બેલાંદુર, બેંગલોર, દક્ષિણ બેંગ્લોર, કર્ણાટક – 560103, ભારત. (હવેથી “PhonePe” તરીકે ઓળખવામાં આવે છે) છે. આ સંબંધમાં PhonePe ને ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિકૃતતા નંબર: 98/2016, તારીખ 9મી ડિસેમ્બર 2016 હેઠળ અધિકૃત કરવામાં આવી છે.
ગિફ્ટ કાર્ડ ખરીદીને અથવા તેનો ઉપયોગ કરીને, તમે આ નિયમો અને શરતો સાથે સંમત થાઓ છો અને તેને સ્વીકારો છો.
- ખરીદી:
ગિફ્ટ કાર્ડ માત્ર રૂ.10,000 સુધીના ડિનોમિનેશનોમાં જ ખરીદી શકાય છે. PhonePe વ્યાપારી નિયમો અથવા છેતરપિંડી નિવારણ નિયમોના આધારે ગિફ્ટ કાર્ડની મહત્તમ રકમને મર્યાદિત કરી શકે છે. તમે ભેટ-પુરસ્કારો, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને PhonePe ગિફ્ટ કાર્ડ ખરીદી શકો છો. વૉલેટ અથવા ગિફ્ટ કાર્ડ બેલેન્સનો ઉપયોગ કરીને ગિફ્ટ કાર્ડ ખરીદી શકાતા નથી. સામાન્ય રીતે ગિફ્ટ કાર્ડ્સ તરત જ વિતરિત કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર સિસ્ટમ સમસ્યાઓના કારણે, ડિલિવરી 24 કલાક સુધી વિલંબિત થઈ શકે છે. - મર્યાદા:
ગિફ્ટ કાર્ડ્સ, જેમાં કોઈપણ વણવપરાયેલા ગિફ્ટ કાર્ડ બેલેન્સનો સમાવેશ થાય છે, તે જારી કરવાની તારીખથી એક વર્ષ સુધીમાં એક્સપાયર થઈ જાય છે. ગિફ્ટ કાર્ડ્સ ફરીથી લોડ કરી શકાતા નથી, ફરીથી વેચી શકાતા નથી, મૂલ્ય માટે ટ્રાન્સફર કરી શકાતા નથી અથવા રોકડ માટે રિડીમ કરી શકાતા નથી. વણવપરાયેલું ગિફ્ટ કાર્ડ બેલેન્સ અન્ય PhonePe એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં. કોઈપણ ગિફ્ટ કાર્ડ અથવા ગિફ્ટ કાર્ડ બેલેન્સ પર PhonePe દ્વારા કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં. - રિડીમ્પશન:
ગિફ્ટ કાર્ડ માત્ર PhonePe પ્લેટફોર્મ પર પાત્ર વેપારીઓના ટ્રાન્ઝૅક્શનો માટે જ રિડીમ કરી શકાય છે. યૂઝરના ગિફ્ટ કાર્ડ બેલેન્સમાંથી ખરીદીની રકમ બાદ કરવામાં આવે છે. કોઈપણ વણવપરાયેલું ગિફ્ટ કાર્ડ બેલેન્સ યૂઝરના PhonePe એકાઉન્ટ સાથે સંકળાયેલું રહેશે અને વહેલા એક્સપાયરીની તારીખના ક્રમમાં ખરીદીઓ પર લાગુ થશે. જો ખરીદી યૂઝરના ગિફ્ટ કાર્ડ બેલેન્સ કરતાં વધી જાય, તો બાકીની રકમ અન્ય ઉપલબ્ધ સાધનોમાંથી ચૂકવવી આવશ્યક છે. ગિફ્ટ કાર્ડ્સના રિડીમ્પશન પર કોઈ યૂઝર ફી અથવા શુલ્ક લાગુ પડતું નથી. - છેતરપિંડી:
જો ગિફ્ટ કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય, નાશ પામે અથવા પરવાનગી વિના ઉપયોગ થાય તો તેના માટે PhonePe જવાબદાર રહેશે નહીં. જો છેતરપિંડીથી મેળવેલ ગિફ્ટ કાર્ડ રિડીમ કરવામાં આવે અને/અથવા PhonePe પ્લેટફોર્મ પર ખરીદી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો PhonePe પાસે ગ્રાહકના એકાઉન્ટ બંધ કરવાનો અને પેમેન્ટના વૈકલ્પિક સ્વરૂપોમાંથી પેમેન્ટ લેવાનો અધિકાર અનામત રહેશે. PhonePe છેતરપિંડી નિવારણ નીતિઓ ગિફ્ટ કાર્ડ્સની ખરીદી અને PhonePe પ્લેટફોર્મ પર રિડીમ્પશન બંનેને આવરી લેશે. છેતરપિંડી નિવારણ નીતિઓ દ્વારા શંકાસ્પદ માનવામાં આવતા ટ્રાન્ઝૅક્શનોને PhonePe દ્વારા નામંજૂર કરવામાં આવી શકે છે. PhonePe છેતરપિંડીથી મેળવેલા/ખરીદેલા ગિફ્ટ કાર્ડ્સને રદ કરવાનો અને અમારી છેતરપિંડી નિવારણ પ્રણાલી દ્વારા યોગ્ય ગણાતા શંકાસ્પદ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર અનામત રાખે છે. - પ્રી-પેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ:
તમે સંમત થાઓ છો અને સમજો છો કે ગિફ્ટ કાર્ડ્સ એ પ્રી-પેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે RBIના નિયમોને આધીન છે. RBI માર્ગદર્શિકા હેઠળ, PhonePe Pvt. Ltd ને ગિફ્ટ કાર્ડના ખરીદનાર/રિડીમરની KYC વિગતો અને/અથવા ગિફ્ટ કાર્ડની ખરીદી અને/અથવા ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરીને હાથ ધરાયેલા ટ્રાન્ઝૅક્શનો સંબંધિત કોઈપણ અન્ય માહિતી RBI અથવા આવા વૈધાનિક સત્તાવાળાઓ સાથે શેયર કરવાની જરૂર પડી શકે છે. PhonePe પ્રાઈવેટ લિમિટેડ આવી કોઈપણ માહિતી માટે ગિફ્ટ કાર્ડના ખરીદનાર/રિડીમરનો સંપર્ક કરી શકે છે.
PhonePe રિવોર્ડ્સ પ્રોગ્રામ
PhonePe સમયાંતરે એવા યૂઝરોને પુરસ્કારના રૂપમાં રિવોર્ડ પ્રદાન કરી શકે છે જેઓ તેમને યોગ્ય લાગે તેમ તેને રિડીમ કરી શકે છે.
તેના સંદર્ભમાં PhonePe નો ઉપયોગ કરવા માટે સંમત થઈને, PhonePe સેવાઓના યૂઝર નીચેના નિયમો અને શરતો સાથે સંમત થાય છે:
- PhonePe સમયાંતરે PhonePe દ્વારા નક્કી કરાયેલ તેની આંતરિક નીતિઓ અનુસાર તેના યૂઝરને રિવોર્ડ્સ પ્રદાન કરવાનો અધિકાર અનામત રાખે છે.
- કૅશબૅક રિવોર્ડ્સ માટે, કૅશબૅક રિવોર્ડ્સ અને વપરાશને લાગુ પડતા તમામ PhonePe નિયમો અને શરતો લાગુ થવાનું ચાલુ રહેશે (સંદર્ભ: PhonePe નિયમો અને શરતોમાં ‘કૅશબૅક/વૉલેટ બેલેન્સ લિમિટ’).
- PhonePe કોઈ પણ નોટિસ/સૂચના વિના સમય-સમય પર PhonePe દ્વારા શંકાસ્પદ અથવા કપટપૂર્ણ પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવે તો યૂઝરના એકાઉન્ટમાંથી રિવોર્ડ્સ પાછા ખેંચવાનો અધિકાર અનામત રાખે છે.
- PhonePe દ્વારા પુરસ્કાર જારી કર્યા પછી, યૂઝરે આવા પુરસ્કારનો દાવો કરવો જરૂરી રહેશે (જેમ કે રિવોર્ડ્સને સ્ક્રૅચ કરીને). આવા યૂઝરને સ્ક્રૅચ કાર્ડની જોગવાઈથી ત્રીસ (30) કૅલેન્ડર દિવસની અંદર યૂઝર દ્વારા દાવો કરવામાં આવ્યો ન હોય તેવા કોઈપણ રિવોર્ડ્સને જપ્ત/રદ કરવામાં આવશે.
- રિવોર્ડ્સની કોઈપણ રીતે ખાતરી આપવામાં આવતી નથી.
- જો તમે રિવોર્ડ જીતો છો, તો રિવોર્ડની રકમ તમારા PhonePe એકાઉન્ટમાં PhonePe ગિફ્ટ વાઉચર તરીકે જમા કરવામાં આવશે.
- PhonePe તમારી પાસેથી વધારાની સંમતિ અથવા વળતર વિના પ્રમોશનલ હેતુઓ માટે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરી શકે છે.
- આ ઑફર તમિલનાડુ રાજ્યમાં ઉપલબ્ધ નથી (તમિલનાડુ પ્રાઈઝ સ્કીમ (પ્રોહિબિશન) એક્ટ 1979ને કારણે) અને અન્ય રાજ્યોમાં જ્યાં કાયદા દ્વારા પ્રતિબંધિત છે.
- કોઈપણ ઑફરમાં ગ્રાહકોની સહભાગિતા દરેક ઑફર સાથે સંકળાયેલા સંપૂર્ણ નિયમો અને શરતો પ્રત્યે તેમની સમજણ અને કરારની રચના કરે છે.
રિવોર્ડ્સ (કૅશબૅક) મર્યાદા
જો તમે કૅશબૅક માટે હકદાર છો, તો તમે તેને PhonePe ગિફ્ટ વાઉચરની જેમ જ મેળવવા માટે સંમત થાઓ છો.
PhonePe ગિફ્ટ વાઉચર્સ 1 વર્ષ માટે માન્ય રહેશે અને ગિફ્ટ વાઉચર દીઠ રૂ.10,000ની મહત્તમ મર્યાદાને આધીન છે. PhonePe તેની મુનસફી પ્રમાણે, તમારા વાઉચર્સની માન્યતાની અવધિ વધારવાનો અધિકાર અનામત રાખે છે.
PhonePe એકંદર લાગુ મર્યાદામાં વધારાની રકમની મર્યાદા લાદવાનો અધિકાર અનામત રાખે છે.
PhonePe સમયાંતરે PhonePe દ્વારા નક્કી કરાયેલી આંતરિક નીતિ મુજબ ઑફર્સ અને સંબંધિત લાભો આપવાનો અધિકાર અનામત રાખે છે.
મારા ટ્રાન્ઝૅક્શનના રિફંડ/રદ્દીકરણના કિસ્સામાં શું થાય છે?
કોઈપણ રદ્દીકરણના કિસ્સામાં, ટ્રાન્ઝૅક્શન પર આપવામાં આવેલું કૅશબૅક ગિફ્ટ વાઉચર બેલેન્સ તરીકે ચાલુ રહેશે અને તમારા બેંક એકાઉન્ટમાં ઉપાડી ન શકાય તેમ રહેશે. આનો ઉપયોગ PhonePe (રિચાર્જ, બિલ પેમેન્ટ વગેરે) પર કરી શકાય છે.
કૅશબૅકથી ઓછી રિફંડની રકમ પરત કરવામાં આવશે તે પેમેન્ટ કરતી વખતે વપરાયેલા ભંડોળના સ્ત્રોતમાં જમા કરવામાં આવશે.
કૅશબૅક ગિફ્ટ વાઉચરનો ઉપયોગ PhonePe પાર્ટનર પ્લેટફોર્મ/સ્ટોર પર રિચાર્જ, બિલના પેમેન્ટ અને અન્ય પેમેન્ટ્સ માટે કરી શકાય છે.
કૅશબૅક ગિફ્ટ વાઉચર કોઈપણ લિંક કરેલા બેંક એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે નહીં અથવા અન્ય ગ્રાહકોને ટ્રાન્સફર કરી શકાશે નહીં.
યૂઝર PhonePe પર વિતરિત તમામ ઑફર્સમાં નાણાકીય વર્ષ દીઠ (એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ) મહત્તમ રુપિયા 9,999 સુધી કમાઈ શકે છે.
ઈ-વાઉચર કોડ દેખાતો ન હોય અને સ્ક્રીન પર ભૂલનો સંદેશ દેખાય તો શું થાય?
એવી સંભાવના છે કે તકનિકી ભૂલને કારણે ઈ-વાઉચર કોડ દેખાતો નહીં હોય અને તેથી ઑફરનો લાભ લઈ શકાતો નથી. કૃપા કરીને ચિંતા કરશો નહીં. ફક્ત ગ્રાહક સેવા કેન્દ્ર પર કૉલ કરો સ્ક્રીન શૉટ શેયર કરીને અથવા તેને વાંચીને એરર મેસેજની વિગતો શેયર કરો. એક રિવાઇઝ્ડ કોડ પ્રદાન કરવામાં આવશે અથવા વૈકલ્પિક કૂપન / સમકક્ષ ઑફર તમને પ્રદાન કરવામાં આવશે.