આ દસ્તાવેજ ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની દ્રષ્ટિએ એક ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે, જેમાં સમયાંતરે તેમાં કરવામાં આવેલા કોઈપણ સુધારા, તેના હેઠળના નિયમો અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 દ્વારા સુધારેલા વિવિધ કાયદાઓમાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડને લગતી સુધારેલી જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવે છે અને તેને કોઈ ભૌતિક અથવા ડિજિટલ હસ્તાક્ષરની જરૂર નથી.
PhonePe પ્લેટફોર્મ(ઓ) પર કોઈપણ પ્રોડક્ટ અથવા સેવાઓ (“PhonePe સેવાઓ”) મેળવવા માટે તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરતા પહેલા કૃપા કરીને નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો. આ નિયમો અને શરતો, (અહીં “ડેબિટ/ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ” અથવા “DCCP”ના સંદર્ભમાં) એ તમારી અને PhonePe પ્રાઈવેટ લિમિટેડ (“PhonePe”/”અમે”/”અમારા”/“અમારી”) વચ્ચેનો કાનૂની કરાર (“કરાર”) છે. જેની રજિસ્ટર થયેલી ઑફિસ – ઓફિસ-2, ફ્લોર 4,5,6,7, વિંગ એ, બ્લોક એ, સલારપુરિયા સોફ્ટઝોન, સર્વિસ રોડ, ગ્રીન ગ્લેન લેઆઉટ, બેલાંદુર, બેંગલોર, દક્ષિણ બેંગ્લોર, કર્ણાટક – 560103, ભારત ખાતે આવેલી છે. તમે સંમત થાઓ છો અને સ્વીકારો છો કે તમે નીચે દર્શાવેલા નિયમો અને શરતો વાંચી છે. જો તમે આ નિયમો અને શરતોથી સંમત ન હોય અથવા આ નિયમો અને શરતોથી બંધાયેલા રહેવા માંગતા નથી, તો તમે સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં અને/અથવા તરત જ સેવાઓ સમાપ્ત કરી શકો છો.
અમે કોઈ પણ સમયે PhonePe વેબસાઈટ(ઓ) અને PhonePe ઍપ(ઓ) પર અપડેટ કરેલા વર્ઝન પોસ્ટ કરીને નિયમો અને શરતોમાં સુધારો કરી શકીએ છીએ. સેવાની શરતોનું અપડેટ કરેલું વર્ઝન પોસ્ટ કર્યા પછી તરત જ લાગુ થશે. અપડેટ/ફેરફારો માટે અથવા જ્યારે DCCPનો ઉપયોગ કરતી વખતે સમયાંતરે આ ઉપયોગની શરતોનું રિવ્યુ કરવું એ તમારી જવાબદારી છે. ફેરફારો પોસ્ટ કર્યા પછી PhonePe પ્લેટફોર્મ પર DCCPના તમારા સતત ઉપયોગનો અર્થ એમ થશે કે તમે આ શરતોના અમુક ભાગો, ફેરફારો વગેરેની વધારાની શરતો અથવા દૂર કરવા સહિતની સુધારાઓને સ્વીકારો છો અને તેના માટે સંમતી આપો છો. જ્યાં સુધી તમે આ ઉપયોગની શરતોનું પાલન કરો છો ત્યાં સુધી અમે તમને સેવાઓનો લાભ લેવા માટે વ્યક્તિગત, વિશિષ્ટ ન હોય તેવા, ટ્રાન્સફર ન કરી શકાય, તેવા મર્યાદિત અધિકાર આપીશું.
PhonePe પ્લેટફોર્મ પર DCCP નો ઉપયોગ કરવા માટે આગળ વધીને, તમે (“યૂઝર”/ “તમે”/ “તમારા”) જનરલ PhonePe નિયમો અને શરતો (“જનરલ ToU”) અને PhonePe “ગોપનીયતા નીતિ” દ્વારા બંધાયેલા રહેવાની તમારી સંમતી દર્શાવો છો. PhonePe ઍપનો ઉપયોગ કરીને, તમે PhonePe સાથે કરારમાં આવો છો અને અહીં ઉલ્લેખિત આ નિયમો અને શરતો PhonePe સાથે તમારી બંધનકર્તા તરીકેની જવાબદારીઓ તૈયાર કરશે.
આ નિયમો અને શરતો પેમેન્ટ કાર્ડ નેટવર્ક (AMERICAN EXPRESS, DINERS CLUB, MASTERCARD, RUPAY, MAESTRO, VISA અથવા અન્ય કોઈપણ પેમેન્ટ કાર્ડ નેટવર્ક કે જે PhonePe પ્લેટફોર્મ પર પેમેન્ટ કરવા માટે ઑફર કરી શકે છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે) હેઠળ પેમેન્ટનું નિયમન કરે છે.
PhonePe તમારા માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સુવિધા સેવાઓની સુવિધા આપે છે, જેથી તમે PhonePe ઍપ પર અથવા PhonePe મર્ચન્ટ/બિલરને પ્રોડક્ટ અને સેવાઓ માટે પેમેન્ટ કરી શકો. આ ટ્રાન્ઝૅક્શન્સ મર્ચન્ટ/બિલર અને તમારા વચ્ચે છે અને અમે માત્ર મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છીએ. અમે તમારી પાસેથી પેમેન્ટ એકત્ર કરવાની સુવિધા આપીએ છીએ અને સંબંધિત મર્ચન્ટ/બિલરને આ પ્રકારની પેમેન્ટ કરવાની સુવિધા આપીએ છીએ. આમ કરવા માટે, અમે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ઍક્ટ, 2007, કાર્ડ એસોસિએશન અને અન્ય પેમેન્ટ પ્રોસેસિંગ સિસ્ટમ પ્રોવાઇડર હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબ વિવિધ બેંકો, પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર સાથે સમજૂતીઓ કરી છે, જેથી તમારા અને મર્ચન્ટ/બિલર વચ્ચે પેમેન્ટને અસરકારક બનાવવા અને તમારા ટ્રાન્ઝૅક્શન્સના સંદર્ભમાં ટ્રાન્ઝૅક્શન્સ અને સેટલમેન્ટ માટેની સેવાઓને ક્લિયરિંગ પ્રદાન કરવા માટે તેમના દ્વારા પૂરા પાડવામાં આવતા ઇન્ટરનેટ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી શકાય.
તમારા દ્વારા આપવામાં આવેલી પેમેન્ટ સંબંધિત સૂચનાઓ કાર્ડ એસોસિએશન અને તમારી કાર્ડ જારી કરતી બેંક/નાણાકીય સંસ્થા દ્વારા પ્રમાણિત, અધિકૃત અને પ્રોસેસ કરવામાં આવે છે, જે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડરના પેમેન્ટ ગેટવે દ્વારા થાય છે અને PhonePeની આવા પ્રમાણીકરણ/અધિકૃતતામાં નિયંત્રણ અથવા હસ્તક્ષેપમાં આવી કોઈ ભૂમિકા ધરાવતી નથી.
“કાર્ડ પેમેન્ટ નેટવર્કના નિયમો” એ કાર્ડ પેમેન્ટ નેટવર્ક દ્વારા લાગુ કરવામાં આવેલા અને અપનાવવામાં આવેલા લેખિત નિયમો, વિનિયમો, પ્રકાશન, માર્ગદર્શિકાઓ, પ્રોસેસો, અર્થઘટનો અને અન્ય જરૂરિયાતો (પછી તે કરાર આધારિત હોય કે અન્ય રીતે) નો સંદર્ભ આપે છે. આ કાર્ડ પેમેન્ટ નેટવર્કમાં ટ્રાન્ઝૅક્શન અધિકૃતતાને સક્રિય કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોસેસ છે. કાર્ડ પેમેન્ટ નેટવર્ક માટે જરૂરી છે કે તમે તેમના દ્વારા ઘડવામાં આવેલા તમામ લાગુ પડતા નિર્દેશો, નિયમો અને વિનિયમોનું પાલન કરો.
તમે પેમેન્ટ સિસ્ટમ પ્રદાતાઓ અને કાર્ડ એસોસિએશનો દ્વારા સમયાંતરે કરવામાં આવેલા નિયમો, માર્ગદર્શિકા, દિશાનિર્દેશો, સૂચનાઓ, વિનંતીઓ વગેરેનું પાલન કરવા માટે સંમતિ આપો છો અને સંમત થાઓ છો. તમે વધુમાં સ્વીકારો છો કે પેમેન્ટ સિસ્ટમ પ્રદાતાઓ, કાર્ડ એસોસિએશનો અને તમારી જારી કરનાર બેંક/નાણાકીય સંસ્થા પણ તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ પર તેમની પોતાની વિવેકબુદ્ધિના આધારે મર્યાદાઓ અને નિયંત્રણો મૂકી શકે છે અને PhonePe પાસે આવા નિયંત્રણો/મર્યાદાઓની કોઈ દૃશ્યતા નથી અને તેથી કોઈપણ સંજોગોમાં , PhonePe ટ્રાન્ઝેક્શનની સફળ પ્રક્રિયાની ખાતરી આપી શકતી નથી અને તેથી ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાને લીધે તમને થઈ શકે તેવા કોઈપણ પ્રત્યક્ષ, પરોક્ષ અથવા પરિણામી નુકસાન માટે તે જવાબદાર રહેશે નહીં.
PhonePe તમારા ટ્રાન્ઝૅક્શન્સનું નિરીક્ષણ કરશે અને તમારા એકાઉન્ટની સુરક્ષા કરશે અને ચોક્કસ આંતરિક જોખમ પરિમાણોને આધારે અમુક ચોક્કસ ટ્રાન્ઝૅક્શન્સને નકારી શકે છે અને નિયમનકારો અથવા કાનૂની અમલમાં આવતી એજન્સીઓને ચોક્કસ ટ્રાન્ઝૅક્શન્સની જાણ કરી શકે છે અને જો આવા ટ્રાન્ઝૅક્શન્સ અસામાન્ય હોવાનું માનવામાં આવે અથવા ઉચ્ચ જોખમવાળા ટ્રાન્ઝૅક્શન્સ હોવાનું માનવામાં આવે તો તમારા PhonePe એકાઉન્ટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી શકે છે.
સરળ સુરક્ષિત ટ્રાન્ઝૅક્શન પ્રક્રિયાને સરળ બનાવવા માટે, PhonePe તમને તમારા કાર્ડની વિગતો – કાર્ડ નંબર, સમાપ્તિ તારીખને સુરક્ષિત એન્ક્રિપ્ટેડ પેમેન્ટ કાર્ડ ઉદ્યોગ ડેટા સિક્યોરિટી સ્ટાન્ડર્ડ “PCI-DSS” સુસંગત ઝોનમાં સાચવવાનો વિકલ્પ પૂરો પાડે છે. જો તમે આવા સંગ્રહિત કાર્ડ ફીચરનો લાભ લો છો, તો અમે તમારા કાર્ડની વિગતો સેવ કરીશું અને હવે પછી જ્યારે તમે કોઈ પણ પેમેન્ટ કરો ત્યારે તમે પેમેન્ટની વિનંતી કરતી વખતે સેવ કરેલા કાર્ડ પસંદ કરી શકો છો અને તમારી પેમેન્ટની સૂચના પ્રમાણીકરણ માટે મોકલવામાં આવશે. PhonePe ક્યારેય પણ તમારા કાર્ડ અધિકૃતતા ઓળખપત્રો જેમ કે OTP, CVV, 3D-સુરક્ષિત કરેલો પાસવર્ડ, ATM પિન વગેરેનો સંગ્રહ કરશે નહીં અને તમારી અધિકૃતતા વિના ટ્રાન્ઝૅક્શન્સ પ્રોસેસ કરી શકતા નથી.
તમારા કાર્ડના ડેટાને સુરક્ષિત રાખવા માટે, તમારી માહિતીને આકસ્મિક નુકસાન અને અનધિકૃત ઍક્સેસથી સુરક્ષિત રાખવા માટે ટૅક્નિકલ અને સંસ્થાકીય સુરક્ષા નિયંત્રણો અને પ્રોટોકૉલનો અમલ કરવામાં આવે છે. તમે વધુમાં સંમત થાઓ છો કે જ્યારે આ ધોરણો અને પ્રોટોકૉલનું અમલીકરણ અને નિરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે અમે એવી ખાતરી નહીં આપી શકીએ કે આવા પગલાં થર્ડ પાર્ટી દ્વારા કોઈ પણ અનધિકૃત ઍક્સેસને હંમેશાં અટકાવશે અથવા તેને હરાવશે, અને તમે જોખમોને સમજો છો અને સ્વીકારો છો અને તમે આવી માહિતી તમારા પોતાના જોખમે પ્રદાન કરો છો.
PhonePe પ્લેટફોર્મ પર અથવા તેની પર પેમેન્ટ કરવા માટે તમારી પાસેથી તમારી કાર્ડ જારી કરનાર બેંક/નાણાકીય સંસ્થા દ્વારા ફી, ચાર્જીસ અથવા અન્ય કોઈ પણ પ્રોસેસિંગ ફી(ઓ) લેવામાં આવી શકે છે. તમે સમજો છો કે PhonePeનું આવા ચાર્જીસ અથવા ફી(ઓ) પર કોઈ નિયંત્રણ હોતું નથી અને તે આવા ચાર્જીસની જવાબદારી લેતું નથી. તમારે તમારા કાર્ડ જારી કરતી બેંક/નાણાકીય સંસ્થા સાથે આવા ચાર્જીસ અથવા ફી (ઓ) માટે તપાસ કરવાની રહેશે.
મર્ચન્ટ/બિલર અથવા PhonePe દ્વારા ઑર્ડર પૂર્ણ ન થવાના કે પરત ફરવાના કિસ્સામાં શરૂ કરાયેલું કોઈ પણ રિફંડ/રિવર્સલ સ્રોત એકાઉન્ટમાં પરત કરવામાં આવશે અથવા તમારી સંમતી સાથે તમારા PhonePe વૉલેટ અથવા eGVsમાં અથવા અન્ય કોઈ માન્ય નાણાકીય સાધનને ક્રેડિટ કરવામાં આવી શકે છે.
જો તમે ‘સબ્સ્ક્રિપ્શન’ અથવા રિકરિંગ પેમેન્ટ મેન્ડેટનો વિકલ્પ પસંદ કર્યો છે, તો પછી તમે સંમતી આપો છો કે તમારા દ્વારા અધિકૃત કરવામાં આવેલા આદેશ અનુસાર આવા કાર્ડ પર સંબંધિત રકમ લેવામાં આવશે. તમે સંમતી આપો છો કે PhonePe, PhonePe ગ્રૂપ, PhonePe સહયોગીઓ અથવા આવા મર્ચન્ટ/બિલર જ્યાં સુધી તમે આવી સૂચનાઓને ટર્મિનેટ નહીં કરો ત્યાં સુધી તમારા કાર્ડ પરન સંબંધિત રકમનો ચાર્જ લેવાનું ચાલુ રાખશે.
આ સતત નવીનતા અને સુધારાના ભાગરૂપે, અમે કેટલીકવાર અમારી PhonePe સેવાઓની ફીચર અને કાર્યક્ષમતાઓ ઉમેરી શકીએ છીએ અથવા દૂર કરી શકીએ છીએ, વધારી શકીએ છીએ અથવા ઘટાડી શકીએ છીએ, નવી સેવાઓ આપવાનું શરૂ કરી શકીએ છીએ અથવા PhonePe પ્લેટફોર્મ પર જૂની સેવાઓ આપવાનું બંધ કરી શકીએ છીએ. આવી ઑફરિંગ થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર અથવા બિઝનેસ પાર્ટનર દ્વારા PhonePe પ્લેટફોર્મ પર કોઈ પણ સેવા અથવા ઓફરિંગ બંધ કરવાના કારણે પણ હોઈ શકે છે.
અહીં સ્પષ્ટપણે પૂરા પાડવામાં આવેલા અને કાયદા દ્વારા માન્ય સંપૂર્ણ હદ સુધી સિવાય, PhonePe સેવાઓ “જેમ છે તેમ”, “જેમ હોય તેમ”, “ઉપલબ્ધ” અને “તમામ ખામીઓ સાથે” પૂરી પાડવામાં આવે છે. આવી તમામ વૉરંટી, રજૂઆતો, શરતો, ઉપક્રમો અને શરતો, પછી ભલે તે સ્પષ્ટ હોય કે છુપાવીને રાખવામાં આવી હોય, આ દ્વારા બાકાત રાખવામાં આવી છે. PhonePe સેવાઓની સચોટતા, સંપૂર્ણતા અને ઉપયોગિતા તથા PhonePe દ્વારા અથવા સામાન્ય રીતે ઉપલબ્ધ હોય તેવી અન્ય માહિતીનું મૂલ્યાંકન કરવાની જવાબદારી તમારી છે. અમે કોઈને પણ અમારા વતી કોઈ પણ વૉરંટી બનાવવા માટે અધિકૃત કરતા નથી અને તમારે આવા કોઈ પણ નિવેદન પર આધાર રાખવો જોઈએ નહીં.
UPI દ્વારા RUPAY ક્રેડિટ કાર્ડ
અમે તમને પસંદ કરેલા વેપારીઓ પર UPI દ્વારા તમારા RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવા સક્ષમ બનાવી શકીએ છીએ, આવા કાર્ડ જારી કરનારાઓ માટે કે જેઓ આ પ્રકારના પેમેન્ટ(ઓ)ને સક્રિય બનાવે છે. તમારા RuPay ક્રેડિટ કાર્ડ પર UPI મારફતે પેમેન્ટને સક્રિય કરવા માટે, તમારે તમારા RuPay ક્રેડિટ કાર્ડને PhonePe ઍપ પર UPI સાથે લિંક કરવું પડશે અને M-પિન સેટ કરવાનો રહેશે. તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમે ફક્ત UPI દ્વારા આવા RuPay ક્રેડિટ કાર્ડને લિંક કરી શકશો જે PhonePe ઍપ પર રજિસ્ટર કરેલા તમારા મોબાઇલ નંબર સાથે લિંક કરેલો છે.
M-પિન જનરેટ કરવા માટે, તમારે એક્સપાયરીની તારીખ અને તમારા RuPay ક્રેડિટ કાર્ડના છેલ્લા છ (6) અંકો દાખલ કરવાના રહેશે. અમે RuPay ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી આપીશું જે તમારા મોબાઇલ નંબર સાથે જોડાયેલી છે અને તમારી પાસે આવા RuPay ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાનો વિકલ્પ મળશે. એક વખત M-પિન જનરેટ થઈ જાય પછી તમે M-પિનનો ઉપયોગ કરીને ટ્રાન્ઝૅક્શન(ઓ)ને અધિકૃત કરવા માટે સક્ષમ બનશો અને OTP સાથે તમારા RuPay ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરવાની જરૂર રહેશે નહીં.
VPAનો ઉપયોગ કરીને UPI સાથે લિંક કરેલા RuPay ક્રેડિટ કાર્ડ એકાઉન્ટને કરવામાં આવતા કોઈપણ રકમનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ રહેશે. તદુપરાંત, UPIનો ઉપયોગ કરીને RuPay ક્રેડિટ કાર્ડ મારફતે અધિકૃત ફોરેવર્ડ પેમેન્ટ(ઓ)નું કોઈ પણ રિફંડ પ્રાપ્ત થાય, તો તે ક્રેડિટ એકાઉન્ટમાં જમા થશે/ઉમેરાઈ જશે. તમારા UPI મારફતે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ માત્ર સક્રિય મર્ચન્ટને જ પેમેન્ટ કરવા માટે સક્રિય થઈ શકે છે અને તેનો ઉપયોગ અન્ય કોઈ પણ પેમેન્ટ(ઓ) (તેના સાથે, તેના પુરતું મર્યાદિત નથી, બેંક એકાઉન્ટ ટ્રાન્સફર)/રોકડ ઉપાડ કરવા માટે થઈ શકતો નથી.
UPI મારફતે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ટ્રાન્ઝૅક્શન કરતી વખતે UPI ટ્રાન્ઝૅક્શન માટે લાગુ પડતી ટ્રાન્ઝૅક્શન લિમિટ આમાં પણ લાગુ પડશે. તદુપરાંત, જારી કરનાર દ્વારા લાગુ કરવામાં આવેલી કોઈ પણ લિમિટ આ પ્રકારની લિમિટ કરતાં વધારે અગ્રતાથી અપનાવવામાં આવશે (જો જારી કરનાર દ્વારા લાગુ કરવામાં આવેલી લિમિટ UPI ટ્રાન્ઝૅક્શન્સ માટે લાગુ ટ્રાન્ઝૅક્શનની લિમિટ કરતાં ઓછી હોય તો). તમારી પાસે તમારા લિંક કરેલા RuPay ક્રેડિટ કાર્ડમાં ‘ઉપલબ્ધ/કાર્ડ લિમિટ બૅલન્સ’ ચેક કરવાનો વિકલ્પ પણ હશે. તમે સમજો છો કે આ સુવિધા હેઠળ, અમે NPCI દ્વારા પૂરા પાડવામાં આવેલા ‘ઉપલબ્ધ/કાર્ડ લિમિટ બૅલન્સ’ ને પ્રદર્શિત કરીશું. આવી વિગતો પૂરી પાડવામાં કોઈ પણ પ્રકારની નિષ્ફળતા કે વિલંબ માટે અમે જવાબદાર રહીશું નહી કે આવી માહિતીની કોઈ પણ ભૂલ કે અચોક્કસતા માટે અમે જવાબદાર રહીશું નહીં.
તમારા RuPay ક્રેડિટ કાર્ડ પર UPIનો ઉપયોગ કરીને અધિકૃત ટ્રાન્ઝૅક્શન(ઓ) સાથે સંબંધિત કોઈ પણ વિવાદ અંગે PhonePe UPIના ઉપયોગની શરતો (જેઃ https://www.phonepe.com/terms-conditions/upi/ પર ઉપલબ્ધ છે) અને UPI ટ્રાન્ઝૅક્શન્સના સંબંધમાં NPCI (સમયાંતરે) દ્વારા નિર્ધારિત અન્ય કોઈ પણ પ્રોસેસ હેઠળ વિવાદ અને વિવાદના વિભાગમાં પૂરી પાડવામાં આવેલી પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ રિફંડ/રિવર્સલ UPI ટ્રાન્ઝૅક્શન(ઓ)ને લાગુ પડતી ટાઇમલાઇન અનુસાર રહેશે.