PhonePe Blogs Main Featured Image

Trust & Safety

છેતરપિંડીના નવા વલણો વિશે દરેક વેપારીએ જાણવા જેવું

PhonePe Regional|3 min read|06 September, 2024

URL copied to clipboard

મહેશ, એક નાના શહેરનો દુકાનદાર, એક અનોખો મસાલા સ્ટોર ચલાવે છે. વિસ્તારનાં એક નવા નિવાસીએ શૉપમાં વારંવાર આવવાનું, દૈનિક નાની વસ્તુઓ ખરીદવાનું અને ધીમે ધીમે મહેશ સાથે વિશ્વાસ કેળવવાનુ શરૂ કર્યું. એક દિવસ, નિવાસીએ ઉલ્લેખ કર્યો કે તેઓ ગૃહપ્રવેશ સમારોહનું આયોજન કરી રહ્યા હતા અને કેટલીક વસ્તુઓ મેળવવા માટે મહેશની સહાયની જરૂર હતી. કુલ ખર્ચ રૂ.10,000 થયો. સામાન મેળવ્યા પછી, નિવાસી કાઉન્ટર આગળ મહેશની બાજુમાં ઉભા રહ્યા, QR કોડ સ્કેન કર્યો અને પેમેન્ટ કરી રહ્યા હોય તેમ દર્શાવ્યું. નિવાસીના ફોન પર ટ્રાન્ઝેક્શન પૂર્ણ થતું જોઈ મહેશને લાગ્યું કે પેમેન્ટ સફળ થયું છે.  જો કે, વાસ્તવમાં તે નિવાસી એક છેતરપિંડી કરનાર હતા જેમણે પ્રમાણિત ઍપની નકલ કરવા માટે ડિઝાઈન કરેલ બનાવટી પેમેન્ટ ઍપનો ઉપયોગ કર્યો હતો, જેથી મહેશને એમ લાગ્યું કે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પણ ખરેખર કોઈ પેમેન્ટ થયું ન હતું.

જો તમે વેપારી છો, તો બનાવટી પેમેન્ટ ઍપ સાથે સંકળાયેલ આ ભયજનક છેતરપિંડીના વલણથી તમારે માહિતગાર હોવું જોઈએ.  વધુ જાણવા માટે આગળ વાંચો!

બનાવટી પેમેન્ટ ઍપ શું છે?

બનાવટી પેમેન્ટ ઍપ માન્ય પેમેન્ટ ઍપની નકલ છે.  તેઓ લોકપ્રિય પેમેન્ટ ઍપના UI, કલર સ્કીમ અને એકંદર સ્વરૂપ સાથે આબેહૂબ સમાનતા ધરાવે છે, જે ઘણી વખત સમગ્ર પેમેન્ટ પ્રક્રિયાની નકલ કરે છે – જેથી તેઓને એક નજરે ઓળખવું મુશ્કેલ બને છે. આમાંની કેટલીક છેતરપિંડીવાળી ઍપ પેમેન્ટ મળ્યા હોવાની ખોટી સૂચના આપવા હેતુ, પેમેન્ટની નોટિફિકેશન ટોન, જેમ કે બીપ અથવા ચાઈમનું અનુકરણ પણ કરે છે. ઉપરાંત, તેઓ સફળ ટ્રાન્ઝેક્શન બતાવવા માટે ખાતરીપૂર્વક પેમેન્ટ માહિતી ઉત્પન્ન કરી શકે છે, જે પહેલી નજરે ઓળખવી પડકારરૂપ છે.

નકલી પેમેન્ટ ઍપથી સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ

તમારા બિઝનેસનું રક્ષણ કરવા માટે, સચેત રહો અને સુરક્ષિત રહેવા માટે આ ટિપ્સને અનુસરો:

  • જૂના ટ્રાન્ઝેક્શન ચેક કરો: હંમેશા તમારી પેમેન્ટ ઍપ અથવા બેંક એકાઉન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન વેરિફાઈ કરો.  માત્ર સ્ક્રીનશોટ અથવા નોટિફિકેશન પર આધાર રાખશો નહીં.
  • અસંગત માહિતી: ટ્રાન્ઝેક્શનની વિગતોમાં વિસંગતતા માટે તપાસો. બનાવટી ઍપમાં સૂક્ષ્મ ભૂલો અથવા વિસંગતતાઓ હોઈ શકે છે જે તમને સ્કૅમ અંગે ચેતવી શકે છે.
  • દબાણની યુક્તિઓ: એવા ગ્રાહકોથી સાવચેત રહો કે જેઓ તમને યોગ્ય વેરિફિકેશન માટે સમય આપ્યા વિના ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવાની ઉતાવળ કરાવે છે.
  • અજ્ઞાત ઍપ: તમારા પ્રદેશમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી માન્ય પેમેન્ટ ઍપથી પોતાને પરિચિત કરો.  જો કોઈ ગ્રાહક અજાણી ઍપ દ્વારા પેમેન્ટ રજૂ કરે છે, તો સાવધાનીપૂર્વક આગળ વધો.

મર્ચન્ટ માટે શ્રેષ્ઠ પદ્ધતિ

અહીં કેટલાક પગલાં છે જે તમે બનાવટી પેમેન્ટ ઍપ સ્કૅમ સામે તમારા બિઝનેસને સુરક્ષિત રાખવા માટે લઈ શકો છો:

  1. તમારા સ્ટાફને શિક્ષિત કરો: સુનિશ્ચિત કરો કે તમામ કર્મચારીઓ આ સ્કૅમથી વાકેફ છે અને છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શન કેવી રીતે શોધી શકાય તે જાણતા હોય. 
  2. વેરિફિકેશન પ્રક્રિયાનો અમલ કરો: સામાન અથવા સર્વિસિસ પૂરી પાડવામાં આવે તે પહેલાં પેમેન્ટ વેરિફાઈ કરવા માટે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા વિકસાવો.  આમાં ટ્રાન્ઝેક્શન ID તપાસવું અથવા તમારા પેમેન્ટ પ્રોસેસર તરફથી કન્ફર્મેશનની રાહ જોવાનો સમાવેશ થઈ શકે છે.
  3. શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરો: જો તમને કોઈ શંકાસ્પદ બનાવટી પેમેન્ટ ઍપ મળે, તો સંબંધિત અધિકારીઓ અને તમારા પેમેન્ટ પ્રોસેસરને તરત જ તેની જાણ કરો.

જો તમારી સાથે છેતરપિંડી થઈ હોય અથવા તમારા ધ્યાનમાં બનાવટી પેમેન્ટ ઍપ આવી હોય, તો તમે તરત જ નિમ્નલિખિત રીતે વિગતો જણાવી શકો છો: 

  1. PhonePe ઍપ: Help section/ સહાય વિભાગ પર જાઓ અને “have an issue with the transaction”/ “ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા છે” વિકલ્પ હેઠળ વિગતોની જાણ કરો. 
  2. PhonePe ગ્રાહક સંભાળ નંબર: તમે PhonePe ગ્રાહક સંભાળને 80–68727374 / 022–68727374 પર કોઈ વિગતો જણાવવા માટે કૉલ કરી શકો છો, જેના પછી ગ્રાહક સંભાળ એજન્ટ ટિકિટ શરૂ કરશે અને તમારી સમસ્યામાં સહાય કરશે. 
  3. વેબફોર્મ સબમિશન: તમે PhonePe ના વેબફોર્મ, https://support.phonepe.com/ નો ઉપયોગ કરીને પણ ટિકિટ શરૂ કરી શકો છો 
  4. સોશિયલ મીડિયા: તમે PhonePe ના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપિંડીવાળી ઘટનાની જાણ કરી શકો છો: 
  • Twitter: https://twitter.com/PhonePeSupport 
  • Facebook: https://www.facebook.com/OfficialPhonePe 
  1. ફરિયાદ: હાલની ફરિયાદ પર બીજી ફરિયાદ નોંધાવવા માટે, તમે https://grievance.phonepe.com/  પર લોગઈન કરી શકો છો અને અગાઉ શરૂ કરેલ ટિકિટ ID શેર કરી શકો છો. 
  2. સાયબર સેલ: ઉપરાંત, તમે નજીકના સાયબર ક્રાઈમ સેલ પર છેતરપિંડીની ફરિયાદોની જાણ કરી શકો છો અથવા https://www.cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો/ અથવા 1930 પર સાયબર ક્રાઈમ સેલ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો.

સલામત રહો, સાવચેત રહો અને તમારા બિઝનેસને સુરક્ષિત રાખો.

Keep Reading