
Trust & Safety
નોકરીના કૌભાંડોમાં વધારો: નોકરી શોધી રહેલા લોકોની ધુતારાઓ દ્વારા છેતરામણી
PhonePe Regional|5 min read|27 January, 2025
આજના સમયમાં, નોકરી શોધી રહેલા લોકો, જલ્દીથી નોકરી મેળવવાનું દબાણ અનુભવતા હોય છે, ત્યાં સ્કૅમ અને છેતરપિંડી પણ આ સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રવેશી ગયા છે. આજકાલ નોકરી સંબંધિત છેતરપિંડીના સૌથી ચિંતાજનક પાસાઓમાંથી એક છે નકલી અધિકારીક દેખાતા ઇમેઇલ હેન્ડલર્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેનો ઉપયોગ સ્કૅમર્સ દ્વારા વ્યક્તિઓને તેમના પૈસા ગુમાવવા માટે છેતરવા માટે વધુને વધુ થઈ રહ્યો છે.
રિમોટ નોકરીઓમાં વધારાની સાથે ઉચ્ચ બેરોજગારી દરને કારણે નોકરીના સ્કૅમમાં વધારો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના તાજેતરના ડૅટા અનુસાર, સપ્ટેમ્બર 2024 સુધીમાં દેશમાં સરેરાશ બેરોજગારી દર 7.8% છે. જેથી છેતરપીંડી કરનારાઓ નોકરી શોધનારા નિર્દોષ લોકો સુધી પહોંચે છે, જેમને નોકરીની તાત્કાલિક જરૂરિયાતને કારણે શોષણ માટે લક્ષ્ય બનાવવામાં આવે છે.
નકલી ઇમેઇલ હેન્ડલર્સમાં વધારો
છેતરપીંડી કરનારાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતી સૌથી ભ્રામક પદ્ધતિઓમાંથી એક છે નકલી ઇમેઇલ ઍડ્રેસ બનાવવા, જે કાયદેસર કોર્પોરેટ ઇમેઇલ ઍડ્રેસ સાથે ખૂબ જ મળતા હોય છે. આ ઇમેઇલ હેન્ડલર્સ ઘણી વાર જાણીતી કંપનીના નામની નકલ કરે છે, જેનાથી નોકરી શોધનારાઓને એવું થાય કે તેઓ કોઈ પ્રતિષ્ઠિત સંસ્થાના રિક્રૂટર સાથે સંપર્કમાં છે.
ઉદાહરણ તરીકે, કોઈ સ્કૅમર [email protected] અથવા [email protected] જેવા ઇમેઇલ ઍડ્રેસ વાપરી શકે છે, જે અસલી કોર્પોરેટ ઇમેઇલ ઍડ્રેસ જેવા જ લાગે છે. સામાન્ય રીતે, આ ઇમેઇલને અધિકૃત દેખાવા માટે બનાવવામાં આવે છે, જેમાં કંપનીના લોગો, ઍડ્રેસ અને વ્યાવસાયિક ભાષાનો સમાવેશ થાય છે, જે ઔપચારિક વાતચીતના ધોરણોને અનુરૂપ હોય છે.
છેતરપીંડી કરનારાઓએ નોકરી અરજીના ક્ષેત્ર અનુસાર ઓનલાઇન ઇન્ટરવ્યૂ ટેસ્ટ બનાવવામાં પણ ભારે પ્રયત્નો કર્યા છે, જેથી તેમનો સ્કૅમ વધુ પ્રામાણિક લાગે. પેમેન્ટ માંગતા પહેલાં, આ રીતે પ્રક્રિયામાં વધુ વિશ્વસનીયતા ઉમેરવામાં આવે છે.
જ્યારે નોકરી શોધનાર ઇમેઇલનો પ્રતિસાદ આપે છે, ત્યારે તેમને આકર્ષક નોકરીની તક આપવામાં આવે છે અને તેમને “પ્રોસેસિંગ ફી” અથવા “ટ્રેનિંગ ફી” ભરવા માટે કહેવામાં આવે છે, જેથી તેઓ નોકરી શરૂ કરી શકે. સ્કૅમર્સ દાવો કરે છે કે આ ફી બેકગ્રાઉન્ડ ચેક, ટ્રેનિંગ અથવા સાધનનો ખર્ચ પૂરો કરવા માટે જરૂરી છે. જોકે, જેવું એકવાર પેમેન્ટ કરવામાં આવે, કે નોકરીની ઑફર અદૃશ્ય થઈ જાય છે અને છેતરપીંડી કરનાર પીડિતના પૈસા લઇને ગાયબ થઈ જાય છે.
આ પદ્ધતિ ખાસ કરીને જોખમભરી છે કારણ કે નકલી ઇમેઇલ ઍડ્રેસ એટલા વિશ્વસનીય હોય છે કે સાવધાન હોય તેવા વ્યક્તિઓ પણ તેનો શિકાર બની શકે છે. તેથી નોકરીની ઑફરની વાસ્તવિકતા ચકાસવી કેટલી જરૂરી છે તેનું મહત્વ સમજાય છે, એમાં પણ ખાસ કરીને એ જે અગાઉથી પેમેન્ટ માગે.
સોશિયલ મીડિયા અને નોકરી મેળવવાના પ્લેટફોર્મ દ્વારા સ્કૅમ
છેલ્લા કેટલાક વર્ષોમાં, સ્કૅમર્સ તેમના આગામી શિકાર શોધવા માટે સોશિયલ મીડિયા અને નોકરી પ્લેટફોર્મ તરફ વધુને વધુ વળ્યા છે.
છેતરપીંડી કરનાર સામાન્ય રીતે નોકરી શોધનારાઓને આકર્ષક ઑફર સાથે સંપર્ક કરે છે અને પોતે પ્રતિષ્ઠિત કંપનીમાંથી હોવાનો દાવો કરે છે. તેઓ વ્યક્તિગત રીતે મેસેજ દ્વારા સંપર્ક કરી શકે છે અથવા ગ્રુપ કે અન્ય પ્લેટફોર્મ પર નકલી નોકરીઓની લિસ્ટ પોસ્ટ કરી શકે છે, જ્યાં લોકો સક્રિયપણે રોજગારની શોધમાં હોય છે. આ લિસ્ટ ઘણી વાર વધુ પગારવાળી જગ્યાઓ અને ઓછા અનુભવ કે કુશળતા સાથે સરળતાથી કરવામાં આવી શકાય તેવી “વર્ક ફ્રોમ હોમ” સુવિધાઓનું વચન આપે છે, જે તાત્કાલિક નોકરી શોધનારાઓનું ધ્યાન ખેંચે છે.
જ્યારે વ્યક્તિ રસ દર્શાવે, ત્યારે સ્કૅમર નકલી KYCની પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે પ્રામાણિક લાગે છે, જે વધુ વિશ્વાસ સ્થાપિત કરે છે. વેરિફિકેશન પછી, નોકરી શોધનારને કહેવામાં આવે છે કે તેઓ કામ માટે પસંદ કરવામાં આવ્યા છે અને તેમને થોડા કાર્ય કે સોંપણી પૂરી કર્યા પછી પગાર મેળવવા માટે અગાઉથી કથિત એડવાન્સ પેમેન્ટ કરવાની સૂચના આપવામાં આવે છે. સ્કૅમર એવો દાવો કરી શકે છે કે આ “પેમેન્ટ પ્રક્રિયા ફી” અથવા બેંક એકાઉન્ટ વેરિફિકેશનનો ભાગ છે. તેઓ વિશ્વાસ મેળવવા માટે એકાઉન્ટમાં નાની રકમ જમા કરી શકે છે. આગળ જતાં, તેઓ વ્યક્તિ સાથેનો સંપર્ક તોડી નાખે છે અને તેઓ સ્કૅમર સાથે ફરીથી સંપર્ક કરી શકતા નથી. આ સ્કેમ વિશે સૌથી ચિંતાજનક વાત એ છે કે તે ઘણીવાર અત્યંત વ્યવસ્થિત અને પ્રામાણિક દેખાતી હોય છે. નોકરી શોધનારાઓને નકલી કરાર, સત્તાવાર લાગતા ટાઇટલ અને પગારના વચનો મળે છે, પરંતુ પૈસા મોકલ્યા પછી તેઓ સ્કૅમરને શોધી શકાતા નથી.
ચેતવણીના સંકેતો પર ધ્યાન આપવું
નોકરીના સ્કૅમના સંકેતો સમજવું આ કપટી યુક્તિઓથી બચવા માટે મહત્વપૂર્ણ છે. નીચે કેટલાક ચેતવણીના સંકેતો છે, જેના પર ધ્યાન આપવું જોઈએ:
- વણમાગેલી નોકરીની ઑફર: જો તમે નોકરી માટે અરજી ન કરી હોય છતાં કોઈ તમને અચાનક સંપર્ક કરે, તો તે સ્કૅમ હોઈ શકે છે.
- પૈસાની માંગણી: પ્રામાણિક કંપની ક્યારેય તમને નોકરી શરૂ કરવાની અથવા પગાર મેળવવાની પહેલાં કોઈપણ જાતનું પેમેન્ટ કરવાની વિનંતી કરતી નથી. ખાસ કરીને “ટ્રેનિંગ ફી,” “બેકગ્રાઉન્ડ ચેક ફી,” અથવા “પરચૂરણ ફી” માટેની માંગણીઓથી સાવચેત રહો.
- ખૂબ સારી લાગતી હોય તેવી ઑફર: સ્કૅમર્સ હંમેશા અવિશ્વસનીય વચનો આપીને લોકોનું ધ્યાન ખેંચે છે, જેમ કે ઓછા પ્રયત્નો અથવા લાયકાત સાથે વધુ પગારવાળી નોકરીઓ.
- નકલી ઇમેઇલ ઍડ્રેસ: હંમેશા ઇમેઇલ ઍડ્રેસ બે વાર ચેક કરો અધિકારીક ડોમેન સાથેના નાના ફેરફારો, જેમ કે વધારાના અક્ષરો, નંબર અથવા અસામાન્ય ડોમેન નામો પર ધ્યાન આપો.
- ઝડપથી કાર્ય કરવાનું દબાણ: જો તમને પૂરતો વિચાર કરવા અથવા શોધખોળ કરવા માટે સમય ન મળે અને તમારા પર તરત જ નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે તો તે સ્કૅમ હોઈ શકે છે.
- બિનવ્યાવસાયિક વાતચીત: સ્કૅમર ખરાબ વ્યાકરણ, વિચિત્ર ભાષા અથવા સામાન્ય સંબોધન (જેમ કે તમારા નામને બદલે “Dear Candidate”/”પ્રિય ઉમેદવાર”) વાપરે છે, જે આ નોકરીની ઑફર નકલી હોવાનો સંકેત આપે છે.
પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું
તમે નોકરીના સ્કૅમનો શિકાર થવાથી બચવા માટે નીચે આપેલી ટિપનું અનુસરો:
- કંપનીની તપાસ કરો: હંમેશા કંપની વિશે ઓનલાઇન શોધખોળ કરો અને તેની સત્તાવાર વેબસાઈટ ચકાસો. નોકરીની ઑફરની વાસ્તવિકતા કન્ફર્મ કરવા માટે સત્તાવાર વાતચીતની ચેનલો મારફતે કંપની સાથે સીધો સંપર્ક કરો.
- નોકરી માટે ક્યારેય પેમેન્ટ કરશો નહીં: પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ રોજગાર અથવા પગાર પ્રક્રિયા માટે પૈસા માગતા નથી. જો તમારી પાસે પૈસા માગવામાં આવે છે, તો તે સ્પષ્ટ સ્કૅમ છે.
- વિશ્વસનીય પ્લેટફોર્મ વાપરો: સારી રીતે જાણીતું હોય એવા નોકરી પ્લેટફોર્મ અને કરિયર વેબસાઈટ પર રહો, જ્યાં કંપનીઓ સાચી નોકરીની તકો પોસ્ટ કરે છે. જ્યાં વાસ્તવિકતા જાણવી મુશ્કેલ હોય છે, એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી ઑફરથી સાવધાન રહો.
- ઇમેઇલ ડોમેન ચકાસો: સંપૂર્ણ ઇમેઇલ ઍડ્રેસ તપાસો અને ખાતરી કરો કે તે કંપનીના સત્તાવાર ડોમેનમાંથી આવે છે.
- તમારી અંતરઆત્મા પર ભરોસો રાખો: જો નોકરીની ઑફર વિશે કંઈક અયોગ્ય લાગતું હોય, તો સાવચેત રહેવું શ્રેષ્ઠ છે. કોઈપણ સત્તાવાર નોકરીની ઑફર ક્યારેય અગાઉથી પૈસા મોકલવાની માગણી કરતી નથી.
નિષ્કર્ષ
નોકરીના સ્કૅમ સતત વિકસી રહ્યાં છે, અને છેતરપીંડી કરનારાઓ તેમની યુક્તિઓમાં વધુ ચતુર બની રહ્યા છે. સત્તાવાર કંપનીના ડોમેન સાથે મળતા નકલી ઇમેઇલ ઍડ્રેસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની નકલી નોકરીની જાહેરાતો ખૂબ જ વિશ્વસનીય લાગી શકે છે. નોકરી શોધનારાઓએ સાવધાન અને શંકાસ્પદ રહેવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે ઑફર ખૂબ જ આકર્ષક લાગે અથવા અગાઉથી પેમેન્ટ માગવામાં આવે. હંમેશા કોઈ પણ નોકરીની ઑફરની વાસ્તવિકતા ચકાસવા માટે સમય લેશો અને તમારી નાણાકીય માહિતીની સુરક્ષા કરશો, જેથી આ પ્રકારની છેતરપિંડીનો શિકાર ન થવાય. જાગૃત અને સાવધાન રહીને, તમે નોકરી શોધવાનો વધુ સુરક્ષિત અનુભવ મેળવી શકો છો અને તમારા કામની તાત્કાલિક જરૂરિયાતનો લાભ લેવા ઈચ્છતા સ્કૅમરથી દૂર રહી શકો છો.
જો તમે નોકરીના સ્કૅમનો શિકાર બનેલા છો તો શું કરવું જોઈએ
જો તમે PhonePe પર નોકરીની સ્કૅમરનો શિકાર બન્યા છો, તો તમે તરત જ નીચે મુજબની રીતોનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકો છો::
- PhonePe ઍપ: PhonePe ઍપ પર “સહાય” વિભાગમાં જાઓ અને “ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા છે” વિકલ્પ હેઠળ સમસ્યા નોંધાવો.
- PhonePe ગ્રાહક સહાય નંબર: તમે PhonePe ગ્રાહક સહાય નંબર 80–68727374 / 022–68727374 પર કૉલ કરીને સમસ્યાની જાણ કરી શકો છો, પછી ગ્રાહક સહાય એજન્ટ ફરિયાદ નોંધશે અને તમારી સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરશે.
- વેબફોર્મ સબમિશન: તમે PhonePeના વેબફોર્મ https://support.phonepe.com/ દ્વારા પણ ટિકિટ શરૂ કરી શકો છો.
- સોશિયલ મીડિયા: તમે PhonePeના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપિંડીના બનાવોની જાણ કરી શકો છો.
Twitter — https://twitter.com/PhonePeSupport
Facebook — https://www.facebook.com/OfficialPhonePe
5. ફરિયાદ: હાલની નોંધાવેલી ફરિયાદ પર વધુ વિગતો શેર કરવા માટે https://grievance.phonepe.com/ પર લૉગિન કરો અને અગાઉ નોંધાવેલી ટિકિટ ID શેયર કરો.
6. સાઇબર સેલ: અંતે, તમે નજીકના સાઇબર ક્રાઇમ સેલમાં જઈને અથવા ઓનલાઇન https://www.cybercrime.gov.in/ પર ફરિયાદની નોંધણી કરાવી શકો છો અથવા સાઇબર ક્રાઇમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર 1930 પર પણ સંપર્ક કરી શકો છો.
મહત્વના રિમાઈન્ડર — PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યકિતગત વિગતો માંગતું નથી. જો કોઈ મેઇલ PhonePeમાંથી હોવાનો દાવો કરે અને તે phonepe.com ડોમેનમાંથી ન હોય, તો તેને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા જણાય, તો તરત જ સત્તાવાર અધિકારીઓનો સંપર્ક કરો.