Trust & Safety
સોશિયલ એન્જિન્યરિંગના ફ્રોડથી રહો સુરક્ષિત
PhonePe Regional|2 min read|10 May, 2021
સોશિયલ મીડિયા ગ્રાહક સહાયને એક પગલું આગળ લઈ આવવાનું કામ કર્યું છે. જયારે પણ તમને કોઈ સમસ્યાનું સમાધાન જોઈતું હોય, તો તમે સરળતાથી લૉગ ઇન કરીને સીધા ગ્રાહક સહાયના પ્રતિનિધિ સાથે વાતચીત કરી શકો છો.
ક્યારેક આ વાતચીત દરમિયાન, તમને ખ્યાલ આવશે કે તમે ખરેખર સુરક્ષિત વિકલ્પો દ્વારા તમારી વ્યક્તિગત વિગતોને શેર કરવાની બદલે સોશિયલ મીડિયા ફોરમ પર પોસ્ટ કરી રહ્યાં હતા. ફ્રોડ કરનાર આવી માહિતીનો સરળતાથી દુરુપયોગ કરી શકે છે.
મહત્વનું રિમાન્ડર- PhonePe ક્યારેય ગોપનીય કે વ્યક્તિગત વિગતો માટે પૂછશે નહીં. PhonePe હોવાનો દાવો કરતા phonepe.com ડોમેનમાંથી આવેલ ન હોય તેવા બધા ઇમેઇલને અવગણશો . જો તમને કંઈપણ ફ્રોડ જેવું લાગે, તો કૃપા કરીને તુરંત જ તમારી બેંકનો સંપર્ક કરો.
સોશિયલ એન્જિન્યરિંગ એટલે શું?
જયારે ફ્રોડ કરનાર તમારો વિશ્વાસ મેળવીને તમારી વ્યક્તિગત વિગતોનો ઉપયોગ કરવા માટે તમને છેતરે છે તેને કહેવાય સોશિયલ એન્જિન્યરિંગ. મોટાભાગે ફ્રોડ કરનાર તમારી સમસ્યા ઉકેલવામાં સહાય કરીને તમારી પાસેથી વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરે છે. વાસ્તવિક રીતે, તેઓ માત્ર તમારા નાણાં તમારી પાસેથી પડાવી લેવા માટે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરે છે.
સોશિયલ એન્જિન્યરિંગ કેવી રીતે કામ કરે છે?
- ફ્રોડ કરનાર તમારી બેંકના ગ્રાહક સહાયના પ્રતિનિધિ હોવાનો દાવો કરીને તમને કૉલ કરશે. તેઓ તમારો વિશ્વાસ મેળવવા સોશિયલ મીડિયા પર તમે શેર કરેલી માહિતીનો ઉપયોગ કરશે અને તમારી ડેબિટ કાર્ડની વિગતો શેર કરવાનું કહેશે.
- પછી ફ્રોડ કરનાર વ્યવહાર પૂર્ણ કરવા તમારી પાસેથી ઓટીપી માગશે અને તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તેમનું વૉલેટ ટૉપ-અપ કરી લેશે.
- એકવાર વ્યવહાર પૂર્ણ થઈ જાય, પછી ફ્રોડ કરનાર નાણાં વૉલેટમાંથી તેમની બેંકમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેશે.
કૃપયા યાદ રાખો: વાસ્તવિક ગ્રાહક પ્રતિનિધિ ક્યારેય તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડની સંપૂર્ણ વિગતો અને ઓટીપી શેર કરવાનું પૂછશે નહીં. તેઓ માત્ર અધિકૃત લેન્ડ લાઇનમાંથી તમને સંપર્ક કરશે, કોઈ મોબાઇલ નંબરમાંથી નહીં. તમારી બેંકની જેમ જ અધિકૃત ડોમેનમાંથી ન મોકલેલ ઇમેઇલ અવગણવો જોઈએ.
તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો તે અહીં આપેલ છે:
- SMS અથવા અન્ય ચેનલો દ્વારા મેળવેલ OTP, પિન નંબર, કે અન્ય કોઈ કોડ શેર કરશો નહીં.
- જાહેર પ્લેટફોર્મ પર ક્યારેય તમારો એકાઉન્ટ નંબર, ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો શેર કરશો નહીં.
- જો તમને કોઈ અજ્ઞાત નંબરમાંથી તમારી બેંક હોવાનો દાવો કરતો કૉલ આવે અને તમારી વ્યક્તિગત વિગતો પૂછે, તો તેને વધુ આગળ સાંભળશો નહીં અને તુરંત જ કૉલ કાપી નાખજો.
- મોકલનાર ઇમેઇલનું ડોમેન તપાસો. જો તે [XYZ]@gmail.com કે કોઈ અન્ય ઇમેઇલ પ્રદાતાનું ડોમેન હોય, તો તે ઇમેઇલને અવગણો. ખાતરી કરો કે ઇમેઇલ પ્રદાતાનું ડોમેન બેંકના ડોમેન સાથે મેળ ખાતું હોય. બધી બેંકના ઇમેઇલ માત્ર એક સુરક્ષિત https ડોમેનમાંથી જ આવે છે.
સુરક્ષિત રીતે ટ્રાન્ઝેક્શન કરવા માટે જુઓ વીડિયો: https://youtu.be/rHZ57O9X8kk