PhonePe Blogs Main Featured Image

Trust & Safety

નકલી ઍપથી સુરક્ષિત રહો!

PhonePe Regional|4 min read|27 April, 2021

URL copied to clipboard

સ્માર્ટફોન અને ડિજિટલ સુવિધાના યુગમાં કમ્યુનિકેશન, એન્ટરટેઈનમેન્ટ અને પ્રોડક્ટિવીટી માટે મોબાઈલ એપ્લિકેશન મહત્વનો સ્રોત બની ગયા છે. જોકે, ઘણીવાર આ સુવિધા લોકપ્રિય અને વિશ્વસનીય ઍપની નકલ કરીને બનાવવામાં આવતી નકલી ઍપના જોખમને પણ નોંતરે છે. આવી ઍપ્સ યુઝરના ડેટા ચોરવાનું, નાણાકીય નુકસાન તેમજ ગોપનીયતા પર જેવા ગંભીર જોખમો ઉભા કરે છે અને આ ઍપ્સ પોતાને કાયદેસર હોવાનું દર્શાવવા માટે એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે. 

આ બ્લોગમાં આવી છેતરપીંડીવાળી ઍપ્લિકેશનની દુનિયા, તેના જોખમો અને તેનો ભોગ બનતા કેવી રીતે બચી શકાય તેના વિશ દર્શાવે છે. 

નકલી ઍપ્સને સમજો

આવી નકલી ઍપ પ્રમાણિત ઍપની ડિઝાઈન અને કાર્યક્ષમતાનું અનુકરણ કરીને બનાવવામાં આવે છે, જેના કારણે તેને અસલી ઍપથી અલગ પાડવું મુશ્કેલ બની જાય છે. વિશ્વસનીય ઍપ સ્ટોરમાં વારંવાર દેખાવાથી આવી ઍપની વિશ્વસનીયતા વધી જાય છે.

સાયબર ક્રિમિનલ આવી નકલી ઍપનો ઉપયોગ યુઝર પાસે ડાઉનલોડ કરાવીને છેતરવા માટે કરે છે, જેના કારણે યુઝરનો ડેટા ચોરાવો, નાણાકીય છેતરપીંડી અને ગોપનીયતા પર આક્રમણ જેવા ઘણાં જોખમી પરિણામો આવે છે.

અહીં છેતરપીંડીની અમુક સામાન્ય પદ્ધતિઓ આપેલી છે જેના દ્વારા નકલી ઍપ દ્વારા છેતરપીંડી કરવામાં આવે છે:

  1. ફિશીંગ

તમે નકલી ઍપ ડાઉનલોડ કરો ત્યારે, તમારા ડિવાઈસને માલવેરથી નુકસાન પહોંચાડવા માટે તે તમારા લોગિન ક્રેડેન્શિયલનો ઉપયોગ કરી શકે છે. ક્રેડેન્શિયલનો ઉપયોગ અન્ય દૂષિત હેતુઓ માટે કરવામાં આવે છે.

  1. અનઅધિકૃત એક્સેસ મેળવવા માટે સાયબર હુમલાખોરો દ્વારા સિસ્ટમમાં કરવામાં આવતા ચેડાંક

તમારી ડિવાઈસનો અનઅધિકૃત એક્સેસ મેળવવા માટે છેતરપીંડી કરનારાઓ કાયદેસરની ઍપની આડમાં નકલી ઍપ ડિઝાઈન કરી શકે છે. જેના કારણે મુખ્ય સિક્યોરિટી ફંક્શનમાં દખલ થઈ શકે છે જે યુઝર માટે મોટો ખતરો છે.

  1. (રેન્સમવેર) ખંડણી ચુકવવામાં ન આવે ત્યાં સુધી કોઈ ડેટા અથા કમ્પ્યુટર સિસ્ટમના એક્સેસને હેક કરવું

આવી બનાવટી ઍપ ડાઉનલોડ કરવાથી, તમારું ડિવાઈસ રેન્સમવેરથી અસરગ્રસ્ત થાય છે જેના કારણે તમારો ડૅટા એન્ક્રિપ્ટેડ અને વાંચી ન શકાય તેવો બની જાય છે. તમારા ડૅટાનો એક્સેસ મેળવવા માટે છેતરપીંડી કરનારાઓ તમારી પાસેથી પૈસાની માંગણી કરી શકે છે

.

નકલી ઍપને કેવી રીતે ઓળખવી

નીચેના ઉપાયો અનુસરીને તમે નકલી ઍપથી સુરક્ષિત રહી શકો છો:

  • ઍપ વેરિફાઈ કરો: સૌપ્રથમ, ડેવલપરનું નામ કન્ફર્મ કરો. નકલી ઍપના નામ અસલી ઍપ જેવા જ હોય છે પરંતુ તેમાં થોડોક ફેરફાર હોઈ શકે છે જે તેને અસલી ઍપથી અલગ પાડે છે. નાની ટાઈપો એરર અથવા લોગમાં નાનો ફેરફાર તો નથી ને તે ચેક કરો. તમે યોગ્ય ઍપ ડાઉનલોડ કરી રહ્યા છો કે નહીં તે ચેક કરવા માટે તમે સત્તાવાર વેબસાઈટ સાથે સરખાવીને ચેક કરી શકો છો.
  • રેટીંગ અને રિવ્યુની તપાસ કરીને: સ્વીકૃત ઍપમાં મોટાભાગે મોટી સંખ્યામાં રેટીંગ અને રિવ્યુ હોય છે. જો કોઈ ઍપના થોડાક જ રિવ્યુ હોય અથવા એક જ જેવા પોઝીટીવ રિવ્યુ મોટી સંખ્યામાં હોય તો તે એક ચેતવણીની નિશાની છે કે ઍપ નકલી હોઈ શકે છે.
  • મંજૂરીઓનું વિશ્લેષણ કરો: સામાન્ય ગેમ અથવા યુટિલીટી ઍપ જે જરુર ના હોવા છતાં કોન્ટેક્ટ નંબર, કૅમેરા અથવા માઈક્રોફોનની મંજૂરી માટે વિનંતી કરે તે ઍપ નકલી હોવાનું સિગ્નલ હોઈ શકે છે.
  • સ્ક્રીશોર્ટ અને ડિસ્ક્રીપ્શન તપાસો: નબળુ ગ્રામર, સ્પેલિંગમાં ભૂલો અને ઍપ ડિસ્ક્રિપ્શનમાં ઓછી ક્વોલિટીવાળી ઈમેજ નકલી ઍપને ઓળખવામાં સહાય કરી શકે છે.
  • સત્તાવાર સ્ત્રોતો: જ્યારે પણ શક્ય હોય ત્યારે સત્તાવાર વેબસાઈટ અથવા વિશ્વસનીય ઍપ સ્ટોર પરથી ઍપ ડાઉનલોડ કરો.  

તમારી જાતને સુરક્ષિત રાખવાની રીતો

છેતરપીંડી વાળી ઍપથી તમારી ડિવાઈસ અને પ્રાઈવેટ ડેટાને સુરક્ષિત રાખવા માટે આ પગલાંઓ લો:

  • તમારું સોફ્ટવેર અપડેટ રાખો: ખાતરી કરો કે તમારી ડિવાઈસ પરની ઓપરેટીંગ સિસ્ટમ અને ઍપ અપડેટ થયેલ છે. છેતરપીંડીવાળી ઍપ જે ખામીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે તેમાં હંમેશા સિક્યોરિટી પેચ ઉમેરવામાં આવે છે.
  • સિક્યોરિટી સોફ્ટવેર સેટ અપ કરો: નકલી ઍપ જેવા દૂષિત સોફ્ટવેરને ઓળખીને તેનાથી છુટકારો મેળવવા માટે, વિશ્વસનીય એન્ટિવાયરસ અને એન્ટી-માલવેર સોફ્ટવેરનો ઉપયોગ કરો.
  • ટુ ફેક્ટર-ઑથેન્ટિકેશન (2FA) ચાલુ કરો: તમામ એકાઉન્ટ માટે 2FA ચાલુ કરો. આ કરવાથી, તમારી સુરક્ષામાં વધારો થશે અને હેકરને તમારો ડેટા એક્સેસ કરવામાં મુશ્કેલી આવશે.
  • લિંક અને એટેચમેન્ટથી સાવધાન રહો: અજાણી લિંક પર ક્લિક ના કરશો અથવા અપરિચિત સ્ત્રોતો પર એટેચમેન્ટ ના ખોલો.
  • વિનંતી વેરિફાઈ કરો: સંવેદનશીલ માહિતી પુરી પાડતા પહેલાં હંમેશા માહિતી વેરિફાઈ કરો.
  • સ્ટ્રોંગ અને યુનિક પાસવર્ડનો ઉપયોગ કરો: વિવિધ એકાઉન્ટ માટે જુદા જુદા પાસવર્ડનો ઉપયોગ કરો અને તેમને નિયમિત રીતે બદલો.

જો તમે નકલી ઍપ ડાઉનલોડ કરી દીધી હોય તો શું કરવું

જો તમને લાગે કે તમે છેતરપીંડીવાળી ઍપ ડાઉનલોડ કરી છે તો, તરત જ કાર્યવાહી કરો:

  1. તાત્કાલિક ઍપ અનઈન્સ્ટોલ કરો 
  2. જો તમને લાગે કે તમારા કોઈ એકાઉન્ટ સાથે છેડછાડ થઈ છે તો તમારો પાસવર્ડ બદલો
  3. કોઈપણ શંકાસ્પદ પ્રવૃતિઓ માટે તમારી બેંક અને ઓનલાઈન એકાઉન્ટ પર નજર રાખો
  4. સિક્યોરિટી સોફ્ટવેરનો ઉપયોગ કરીને સિક્યોરિટી સ્કેન રન કરો
  5. ઍપને રિપોર્ટ કરો

સંક્ષિપ્તમાં, નકલી ઍપ તમારા ડેટા માટે ગંભીર ખતરો ઉભો કરે છે. તમે જાગૃત અને સતર્ક રહીને આવી દૂષિત ઍપથી તમારી જાતને બચાવી શકો છો. તમારી ગોપનીયતા અને મનની શાંતિની રક્ષા કરવા માટે, નવી ઍપ ડાઉનલોડ કરતી વખતે હંમેશા સતર્ક રહો અને તમારી ડિજિટલ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો.

જો તમે નકલી ઍપ સ્કેમનો ભોગ બન્યા હોવ તો તમારે શું કરવું જોઈએ

જો તમને PhonePe પર નકલી ઍપ સ્કેમ દ્વારા છેતરવામાં આવ્યા હોય તો, તમે નીચેની રીતે સમસ્યાની જાણ કરી શકો છો:

  1. PhonePe ઍપ: હેલ્પ સેક્શન પર જાઓ અને “મને ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા છે” વિકલ્પ હેઠળ સમસ્યાની જાણ કરો.
  2. PhonePe કસ્ટમર કેર નંબર: સમસ્યાની જાણ કરવા માટે તમે 80–68727374 / 022–68727374 પર PhonePe કસ્ટમર કેરને કૉલ કરી શકો છો, ત્યારબાદ કસ્ટમર કેર એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમારી સમસ્યામાં સહાય કરશે. 
  3. વેબફોર્મ સબમિશન: તમે  PhonePeના વેબફોર્મ https://support.phonepe.com/ નો ઉપયોગ કરીને પણ ટિકિટ શરુ કરી શકો છો
  4. Social media: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપીંડીની ઘટનાની જાણ કરી શકો છો
    Twitter — https://twitter.com/PhonePeSupport
    Facebook — https://www.facebook.com/OfficialPhonePe
  5. ફરિયાદ: હાલની કમ્પલેઈન પર ફરિયાદની જાણ કરવા માટે, તમે લોગઈન કરી શકો છો https://grievance.phonepe.com/ અને અગાઉ શરુ કરવામાં આવેલ ટિકિટની ટિકિટ આઈડી શેયર કરી શકો છો.
  6. સાયબર સેલ: છેલ્લે, તમે નજીકના સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાયબર ક્રાઈમ સેલ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ રિમાઈન્ડર — PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત માહિતીની માંગણી કરતુ નથી. phonepe.com domain ડોમેઈન ના હોય તેવા PhonePeમાંથી હોવાનો દાવો કરતા તમામ ઈમેઈલ અવગણો. જો તમને છેતરપીંડીની શંકા હોય તો, કૃપા કરીને તરત જ અધિકારીઓનો સંપર્ક કરો.

Keep Reading