Trust & Safety
વેપારીની છેતરપિંડીથી તમારી જાતને કરો સાવધાન!
PhonePe Regional|2 min read|29 August, 2019
છેતરનારા, લોકો પાસેથી સતત નાણાં પડાવી લેવાના નવા નુસખાઓ શોધતાં રહેતા હોય છે. જેમ જેમ ઑનલાઇન શોપિંગ વધતું જાય છે, તેની સાથે વેપારીઓની છેતરપિંડી પણ વધતી જાય છે. આ બ્લોગમાં આપણે વેપારીઓની ગેરનીતિથી કેવી રીતે સુરક્ષિત રહેવું તેના વિશે વાત કરીશું.
આપણે બધાએ એવા ઉદાહરણો વાંચ્યા કે સાંભળ્યા હશે કે જ્યાં ખરીદનાર કોઈ વસ્તુનો ઑનલાઇન ઓર્ડર કરે કે તેના નાણાં ચૂકવે છે, પરંતુ તે વસ્તુ તેને ક્યારેય મળતી હોતી નથી. આ એક ઉદાહરણ છે વેપારીઓ દ્વારા થતી છેતરપિંડીનું! છેતરનારા તમારા નાણાં પડાવી લેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. એક વેપારી/વેચનાર ઓર્ડર કરી શકાય તેવી વસ્તુઓની એક ખોટી વેબસાઇટ બનાવે છે. કંપનીનું સરનામું, સંપર્ક કરવાનો નંબર, રદ કરવાની નીતિ, રિટર્ન અને રિફંડ અને વ્યવહાર કરવા માટે ચુકવણીના વિકલ્પો સહીત બધું જ ખોટું હોય છે.
હવે, વેપારીએ તેમના ગ્રાહકો પાસેથી ચુકવણી સ્વીકારવાનું શરૂ કરવા માટે એક પેમેન્ટ ગેટ વે સાથે જોડાણ કરવું પડે છે. પેમેન્ટ ગેટ વે અથવા ચુકવણીની પ્રક્રિયા કરનારાઓ પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તેઓ સૌપ્રથમ વેપારીઓને તેમની ચુકવણી સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપતા પહેલાં ઊંડાણપૂર્વક બૅકગ્રાઉન્ડ ચેકિંગ કરે.
આ પ્રક્રિયામાં પકડાઈ ન જાય તે માટે, વેપારી NEFT વડે નાણાં ટ્રાન્સફર કરવા માટે એક વ્યક્તિગત બેંક એકાઉન્ટ સેટ કરે છે અથવા મર્ચન્ટ QR કોડને બદલે વ્યક્તિગત QR કોડનો ઉપયોગ કરે છે. આ રીતે વેપારી કાયદાકીય પેમેન્ટ ગેટ વે ની નકલ કરે છે અને તેને માત્ર હવે તેમના ધંધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિકસાવવાનો જ રહે છે, અને વ્યવહાર થવા માટે ગ્રાહકોની રાહ જોવાની રહે છે.
રિમાઇન્ડર: PhonePe માત્ર એવા જ વેપારીઓને સ્વીકારે છે જે રજિસ્ટર થયેલા હોય અને તેઓના મોબાઇલ નંબર ચાલુ હોય. વેપારીઓએ ઘણી બધી ચકાસણી પ્રક્રિયા જેવી કે, કેવાયસીના દસ્તાવેજોની ચકાસણી અને વિવિધ સ્ટોરની મુલાકાતોમાંથી પસાર થવું પડે છે. માત્ર ત્યાર પછી જ તેઓને PhonePe વડે ચુકવણી સ્વીકારવાનું શરૂ કરવાની મંજૂરી મળે છે. તમે PhonePe વડે ચુકવણી કરો છો ત્યારે નિશ્ચિંત રહી શકો છો.
મોટાભાગે વેપારીની છેતરપિંડીનાં કિસ્સામાં, ગ્રાહકોને કંઈક ખોટું થયું છે એવી ખબર તેઓ ચુકવણી કરી આપે અથવા વસ્તુ ડિલીવર થવાની તારીખ જતી રહે ત્યારે પડે છે. તેઓ પછી સામાન્ય રીતે વેબસાઇટની ગ્રાહક સહાયક ટીમનો સંપર્ક કરે છે અને તેઓને ખ્યાલ આવે છે કે તેઓના નાણાં વેપારીની છેતરપિંડી દ્વારા ચોરાઈ ગયાં છે.
તમે આ રીતે આવી છેતરપિંડીથી બચી શકો છો. બસ અહીં આપેલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
– દરેક શોપિંગ વેબસાઇટ પર વિશ્વાસ ન કરો. તેમાંથી ખરીદી કરતાં પહેલાં ગ્રાહકોના પ્રતિસાદ, રિવ્યુ અને વેબસાઇટના સોશિયલ મીડિયા પેજને (જો ઉપલબ્ધ હોય તો) તપાસો.
– માત્ર વિશ્વાસનિય શોપિંગ વેબસાઇટ અને પ્લેટફોર્મ પરથી જ ખરીદી કરો.
– છેતરપિંડીવાળી વેબસાઇટની ગૂગલને જાણ કરો.
– નાણાં પાછા મેળવવા માટે નકલી વેબસાઇટ પર ચુકવણી કરવા માટે જે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટ (BHIM UPI) નો ઉપયોગ કર્યો હોય તેના પર ચાર્જબૅક ફાઇલ કરો.