Trust & Safety
તમારી ઓળખની સુરક્ષા કરો અને આધાર કાર્ડ છેતરપિંડી અટકાવો
PhonePe Regional|3 min read|19 August, 2024
આધાર, વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક પ્રણાલી, ભારતીયને સ્વૈચ્છિક રીતે બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતીના આધારે એક વિશિષ્ટ 12-અંકની ઓળખ મેળવવાની મંજૂરી આપે છે.
આધાર બેંક એકાઉન્ટ ખોલવા, પાસપોર્ટ મેળવવા, સબસિડી મેળવવા, સરકારી યોજનાઓ માટે અરજી કરવા વગેરે માટે સરળ પ્રમાણીકરણ પ્રદાન કરે છે. આધાર મોબાઈલ નંબર સાથે પણ લિંક થયેલ છે અને છૂટક રોકાણકારો માટે નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓળખનું સ્વીકૃત સ્વરૂપ છે.
આધારની સૌથી અસરકારક સુવિધાઓમાંનું એક OTP વેરિફિકેશન છે જે વ્યક્તિઓને કોઈપણ સ્થાનથી પોતાને સરળતાથી પ્રમાણિત કરવાની મંજૂરી આપે છે.
આજના દિવસ અને યુગમાં જ્યારે સાયબર ક્રાઈમ ખુબ જ આક્રમક છે, ત્યારે પ્રક્રિયાઓ કે જે સરળતા પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે, તે અજાણતાં તેવા વ્યક્તિઓના ડેટાને જાહેર કરે છે જેમની પાસે તેમની ઓળખને સુરક્ષિત રાખવા માટે યોગ્ય માહિતી હોતી નથી.
આ બ્લોગમાં, અમે વિગતવાર જણાવીશું કે કૌભાંડીઓ પૈસા કાઢી લેવા અથવા અનધિકૃત લેવડ-દેવડ કરવા માટે આધાર નંબર અને બેંક એકાઉન્ટ વચ્ચેના જોડાણનો ઉપયોગ કેવી રીતે કરે છે.
આધાર સાથે સંકળાયેલી સામાન્ય UPI યુક્તિઓ
- ફિશિંગ એટેક: ફિશિંગ એ એક કપટપૂર્ણ પદ્ધતિ છે, જ્યાં કૌભાંડીઓ નિર્દોષોને તેમની વ્યક્તિગત માહિતી જાહેર કરવા માટે મનાવવા તેઓ બેંક અથવા પેમેન્ટ એપ્લિકેશનના અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે. આધાર સાથે લિંક થયેલ કૌભાંડોના કિસ્સામાં, છેતરપિંડી કરનારાઓ સંદેશાઓ અથવા ઈ-મેઈલ મોકલે છે જે વપરાશકર્તાઓને તેમની આધાર વિગતો અથવા UPI પિન અપડેટ કરવા માટે કહે છે. આવા કિસ્સાઓમાં, સંદેશાવ્યવહારમાં એક નકલી લિંક હોય છે જે સંવેદનશીલ માહિતી મેળવવા માટે બનાવવામાં આવી હોય છે.
- વિશિંગ કૉલ: વિશિંગ એ એક બીજી કપટપૂર્ણ પ્રથા છે, જે ફિશિંગ જેવી જ છે, જેમાં છેતરપિંડી કરનારાઓ બેંક અથવા UIDAI માંથી હોવાનો દાવો કરીને વ્યક્તિઓને કૉલ કરે છે, એકાઉન્ટ વેરિફિકેશન અથવા સમસ્યાનું નિરાકરણ કરી આપવાના બહાના હેઠળ આધાર નંબર, UPI પિન અથવા OTP ની માંગ કરે છે.
- સિમ સ્વેપ છેતરપિંડી: કૌભાંડીઓ પીડિતના ફોન નંબરનું ડુપ્લિકેટ સિમ કાર્ડ મેળવે છે, UPI લેવડ-દેવડ માટે મોકલવામાં આવેલા OTP ને અટકાવે છે અને લિંક થયેલા બેંક એકાઉન્ટના ઍક્સેસ મેળવે છે.
- નકલી એપ્લિકેશન અને વેબસાઈટ: છેતરપિંડી કરનારાઓ આધાર અને બેંકિંગ વિગતો મેળવવા માટે કાયદેસરની UPI પેમેન્ટ સેવાઓનું અનુકરણ કરતી નકલી એપ્લિકેશન અથવા વેબસાઈટ બનાવે છે.
આધાર છેતરપિંડીથી પોતાને કેવી રીતે બચાવો
- વ્યક્તિગત માહિતી શેયર કરશો નહીં: તમારો આધાર નંબર, UPI પિન, OTP, અથવા બેંક વિગતો ક્યારેય ફોન, ઈ-મેઈલ અથવા SMS દ્વારા કોઈની સાથે શેયર કરશો નહીં.
- પ્રમાણિતતા વેરિફાઈ કરો: હંમેશા તમારી બેંક અથવા પેમેન્ટ સેવા પ્રદાતા તરફથી હોવાનો દાવો કરતા કોઈપણ સંદેશાવ્યવહારની પ્રમાણિતતા વેરિફાઈ કરો. સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો અથવા સીધો ગ્રાહક સેવાનો સંપર્ક કરો.
- તમારો મોબાઈલ નંબર સુરક્ષિત રાખો: ખાતરી કરો કે તમારા આધાર અને બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલ તમારો મોબાઈલ નંબર સુરક્ષિત છે. સિમ સ્વેપ વિનંતીઓથી સાવચેત રહો અને ખોવાયેલા સિમ કાર્ડની તરત જ જાણ કરો.
- વિશ્વસનીય એપ્લિકેશનનો ઉપયોગ કરો: ફક્ત ઈન્ડસ એપસ્ટોર, ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર જેવા વેરિફાય કરેલ સોર્સમાંથી સત્તાવાર અને વિશ્વસનીય એપ્લિકેશનનો ઉપયોગ કરો.
- લેવડ-દેવડનું નિરીક્ષણ કરો: કોઈપણ અનધિકૃત પ્રવૃત્તિઓ માટે નિયમિતપણે તમારા બેંક સ્ટેટમેન્ટ અને UPI લેવડ-દેવડની જૂની લેવડદેવડ તપાસો. કોઈપણ શંકાસ્પદ લેવડદેવડની તરત જ જાણ કરો.
- એલર્ટ સક્ષમ કરો: તમારા બેંક એકાઉન્ટમાં થતી કોઈપણ પ્રવૃત્તિ વિશે માહિતગાર રહેવા માટે SMS અથવા ઈ-મેઈલ દ્વારા લેવડદેવડ એલર્ટ સેટ કરો.
આધાર સાથે લિંક થયેલ UPI કૌભાંડોની જાણ કેવી રીતે કરવી
જો તમને આધાર અને UPI પેમેન્ટ સંબંધિત કોઈપણ કપટપૂર્ણ પ્રવૃત્તિ પર શંકા હોય તો:
- તમારી બેંકનો સંપર્ક કરો: તમારા એકાઉન્ટને સ્થગિત કરવા અને વધુ અનધિકૃત લેવડદેવડને રોકવા માટે તરત જ તમારી બેંકને જાણ કરો.
- UIDAI ને જાણ કરો: તમારા આધાર નંબરના કોઈપણ દુરુપયોગ વિશે UIDAI ને જાણ કરો. તમે તેમની સત્તાવાર વેબસાઈટ અથવા હેલ્પલાઈન દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો.
- ફરિયાદ દાખલ કરો: સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઈમ અધિકારીઓને કૌભાંડની જાણ કરો. તમે રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.
જો તમે આધાર કાર્ડ છેતરપિંડીનો શિકાર છો તો PhonePe પર આ મુદ્દો કેવી રીતે ઉઠાવવો
જો તમને PhonePe ના માધ્યમથી છેતરપિંડી કરનાર દ્વારા છેતરવામાં આવ્યા હોય, તો તમે તરત જ નીચેની રીતે મુદ્દો ઉઠાવી શકો છો:
- PhonePe ઍપ: હેલ્પ સેક્શન પર જાઓ અને “મને ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા છે” વિકલ્પ હેઠળ સમસ્યાની જાણ કરો.
- PhonePe કસ્ટમર કેર નંબર: સમસ્યાની જાણ કરવા માટે તમે 80–68727374 / 022–68727374 પર PhonePe કસ્ટમર કેરને કૉલ કરી શકો છો, ત્યારબાદ કસ્ટમર કેર એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમારી સમસ્યામાં સહાય કરશે.
- વેબફોર્મ સબમિશન: તમે PhonePeના વેબફોર્મ https://support.phonepe.com/ નો ઉપયોગ કરીને પણ ટિકિટ શરુ કરી શકો છો
- Social media: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપીંડીની ઘટનાની જાણ કરી શકો છો
Twitter — https://twitter.com/PhonePeSupport
Facebook — https://www.facebook.com/OfficialPhonePe
- ફરિયાદ: હાલની કમ્પલેઈન પર ફરિયાદની જાણ કરવા માટે, તમે લોગઈન કરી શકો છો https://grievance.phonepe.com/ અને અગાઉ શરુ કરવામાં આવેલ ટિકિટની ટિકિટ આઈડી શેયર કરી શકો છો.
સાયબર સેલ: છેલ્લે, તમે નજીકના સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાયબર ક્રાઈમ સેલ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો.