Trust & Safety
તમારો વ્યવસાય PhonePe પર છે?
PhonePe Regional|3 min read|17 July, 2020
તમારી કમાણી સુરક્ષિત રાખો. મર્ચન્ટ ફ્રોડ થી સાવચેત રહો.
ડિજિટલ પેમેન્ટ મોડના પ્રચારથી જીવન ખરેખર સરળ થઈ ગયું છે. નાણાં મોકલવા અથવા મેળવવા, તમારા બધા બિલ ચૂકવવા, મોબાઇલ/DTH વગેરેમાં રિચાર્જ કરવા, ઑનલાઇન ખરીદી કરવા અને સ્થાનિક કરિયાણાની દુકાન પર તુરંત પેમેન્ટ કરવા માટે પેમેન્ટ ઍપનો ઉપયોગ કરવાની સુવિધાએ કૅશના અસ્તિત્વ પર પ્રશ્ન બનાવી દીધો છે.
જ્યારે ડિજિટલ પેમેન્ટ મોડ એક મોટું વરદાન બની ગયું હોય, ત્યારે ફ્રોડ કરનાર માત્ર ગ્રાહકોને જ નહીં પરંતુ છૂટક વેપારીઓને પણ નકલી વ્યવહાર કરવા માટેની નવી રીતો શોધી રહ્યાં છે.
નીચે થોડા ઉદાહરણો આપેલા છે જેમાં કરિયાણાની દુકાનના વેપારીઓને ફ્રોડ કરનારાઓ વ્યવસ્થિત રીતે તેમને નિશાન બનાવે છે.
સ્ક્રીન-શેરિંગ ઍપ વડે ફ્રોડ
પેમેન્ટ કંપનીના પ્રતિનિધિ બનીને ફ્રોડ કરનારા વેપારીના દૈનિક વેચાણને તપાસવાના બહાને કૉલ કરે છે. વાતચીત દરમિયાન, ફ્રોડ કરનાર વેપારીના કાર્ડ અથવા બેંક એકાઉન્ટની વિગતો મેળવવા અથવા તે મેળવવા વેપારીના ફોનનો કબજો લે છે. પછી ફ્રોડ કરનારા તેમની મહેનતથી મેળવેલા નાણાં, તેમની પાસેથી છેતરીને લઈ લેવા માટે આગળ વધે છે.
ઉદાહરણ તરીકે:
ફ્રોડ કરનાર: હું તમને સેલ્સ સપોર્ટ ટીમમાંથી જાણ કરવા ફોન કરું છું કે કેટલીક તકનિકી ભૂલોને કારણે, અમે તમારા ગ્રાહકોએ છેલ્લા કેટલાક દિવસોમાં કરેલા વ્યવહારને રેકોર્ડ કરી શક્યાં નથી. અસુવિધા થવા બદલ માફી માંગીએ છીએ, અને હું સમસ્યાને ઠીક કરવામાં તમારી સહાય કરવા માટે કૉલ કરેલ છે. તમારે આ પ્રમાણે કરવાની જરૂર છે:
- તમારા બેંક એકાઉન્ટ/ ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો / BHIM UPI પિન અમને મોકલો
- આ ઍપને ઇન્સ્ટૉલ કરવા માટે લિંક પર ક્લિક કરો જેથી અમે તમારા મુદ્દાનો ઉકેલ લાવી શકીએ <ફ્રોડ કરનાર વેપારીને Anydesk / ScreenShare જેવી સ્ક્રીન-શેરિંગ ઍપ ઇન્સ્ટૉલ કરવા માટે એક લિંક મોકલે છે>
વેપારી બહાનામાં પડી જાય છે, વિગતો શેર કરે છે અને ઍપ પણ ઇન્સ્ટૉલ કરે છે. વેપારી જેવી ઍપ ઇન્સ્ટૉલ કરે છે, કે તરત જ ફ્રોડ કરનાર વેપારીના ફોન પર નિયંત્રણ મેળવે છે અને નાણાં ચોરી કરે છે.
કૅશબૅક અથવા ઑફર સ્કીમનો ફ્રોડ
એવા પણ દાખલા છે કે વેપારીને તેમના પેમેન્ટ પાર્ટનરના વેપારી પ્રતિનિધિ બતાવનાર તરીકે પણ ફ્રોડ કરનારનો કૉલ આવે છે. આ કૉલ ખરેખર ફ્રોડ કરનાર દ્વારા આકર્ષક કૅશબૅક ઑફર કરીને વેપારીને ગેરમાર્ગે દોરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.
દ્રષ્ટાંત 1
ફ્રોડ કરનાર — હું વેપારી સપોર્ટ ટીમ તરફથી કૉલ કરું છું. આ અઠવાડિયામાં એક વિશેષ કૅશબૅકની સ્કીમ ચાલી રહી છે. આ લિંક વડે ચુકવણી કરો અને કૅશબૅકની રકમ સીધા તમારા બેંક એકાઉન્ટમાં મેળવો.
- Rs.500 નું પેમેન્ટ કરો અને મેળવો Rs.1000 કૅશબૅક
- Rs.10,000 નું પેમેન્ટ કરો અને મેળવો Rs.15,000 કૅશબૅક
વેપારી ઑફરમાં પડી જાય છે, પહેલો વ્યવહાર કરે છે અને ફ્રોડ કરનાર પાસેથી Rs. 1000 મેળવે છે. ત્યારબાદ ફ્રોડ કરનાર વેપારીને મોટી રકમ ટ્રાન્સફર કરવાનું કહે છે. મોટું કૅશબૅક મળવાની આશામાં, જ્યારે વેપારી Rs.10,000 ટ્રાન્સફર કરે છે, ત્યારે ફ્રોડ કરનાર કૉલ કાપીને અદૃશ્ય થઈ જાય છે.
દ્રષ્ટાંત 2
ફ્રોડ કરનાર વેપારી માટે વિશેષ ઑફર્સ અથવા સ્કીમ સાથે કૉલ કરે છે અને QR કોડ વડે તેમના નાણાં લઈ જાય છે.
ઉદાહરણ તરીકે:
ફ્રોડ કરનાર — અમારી પાસે આ અઠવાડિયામાં એક વિશેષ કૅશબૅકની સ્કીમ છે. અમે તમને મોકલીએ છીએ તે QR કોડ પર પેમેન્ટ કરો અને તમારા નાણાં બમણા કરો.
- Rs.100 નો વ્યવહાર કરવા પર, તમે Rs.200 કૅશબૅક સીધા તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થશે
- Rs.10,000 નો વ્યવહાર કરવા પર, તમે Rs.20,000 બમ્પર કૅશબૅક સીધા તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થશે. હમણાં જ પ્રયાસ કરો!
વેપારીને ઑફર પસંદ પડે છે, ફ્રોડ કરનાર દ્વારા મોકલેલા QR કોડ દ્વારા Rs.100 નો વ્યવહાર કરે છે, અને Rs.200 નું કૅશબૅક મેળવે છે. જલ્દી જ વેપારી વધુ રકમ ચૂકવે છે, ફ્રોડ કરનાર કૉલને ડિસ્કનેક્ટ કરી અને કોઈ નાણાં પાછા મોકલતો નથી.
Google Forms વડે ફ્રોડ
અહીં, ફ્રોડ કરનાર જુદા જુદા કારણોસર કેટલાય લોકો Google Form મોકલે છે અને નાણાં ચોરી કરે છે.
ઉદાહરણ તરીકે:
ફ્રોડ કરનાર: હું વેપારી ટીમમાંથી તમને જાણ કરવા માટે કૉલ કરું છું કે તમારી સિસ્ટમમાં તમારી કેટલીક વિગતો અપડેટ કરવામાં આવી નથી જેના કારણે અમને તમારું એકાઉન્ટ થોડા દિવસ માટે સ્થગિત કરવાની જરૂર પડી શકે છે. આવું ન થાય તે માટે, કૃપા કરીને LINK પર ક્લિક કરો અને હમણાં જ તમારી વિગતો સાથે Google Form ભરો.
વેપારી માની જાય છે અને ફ્રોડ કરનાર ખાતરી કરે છે કે વેપારી ફોર્મ ભરવાનું સમાપ્ત કરે કે જેમાં છે જેમ કે એકાઉન્ટ નંબર, UPI પિન, રજિસ્ટર થયેલ મોબાઇલ નંબર, નામ, ઇમેઇલ આઇડી, વગેરે જેવી વ્યક્તિગત/સંવેદનશીલ માહિતી હોય જેથી તેના નાણાં ચોરી શકાય.
યાદ રાખવા જેવા મુદ્દા:
- ક્યારેય પિન અને OTPs શેર ન કરો અથવા અજ્ઞાત નંબર પરથી આવેલ વિનંતિ સ્વીકારશો નહીં
- જો કોઈ અજ્ઞાત નંબરમાંથી નાણાં ચુકવવાની વિનંતી આવે તો ચૂકવશો/સ્વીકારશો નહીં અથવા પેમેન્ટ કરશો નહીં
- અજાણ્યા નંબરમાંથી આકર્ષક ઑફર/ ફ્રીબીઝ સ્વીકારશો નહીં
- બેંક વિગતો, પિન, વગેરે જેવી સંવેદનશીલ માહિતી માંગતા કોઈપણ ફોર્મ ક્યારેય ભરશો નહીં અને તે ફોર્મ દ્વારા આવી વિગતો અપડેટ કરશો નહીં
- નાણાંની વિનંતીને સ્વીકારતા પહેલાં અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ/વેપારીને નાણાં મોકલતા પહેલા મેળવનારની વિગતો તપાસો
- નાણાં મેળવવા માટે ક્યારેય તમારો UPI પિન દાખલ કરશો નહીં.
- Twitter, Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યારેય ઓળખી શકાય તેવી માહિતી શેર કરશો નહીં કે જેથી ફ્રોડ કરનાર દ્વારા દુરૂપયોગ થઈ શકે
- જો તમે અજાણ્યા નંબરમાંથી નાણાંની વિનંતી સ્વીકારો અને તમારા નાણાં તમારા એકાઉન્ટમાંથી કાપવામાં આવે તો તરત જ સાયબર સેલ/બેંકને જાણ કરો
- PhonePe ઍપ પર તે ફ્રોડ કરનારનો નંબર બ્લૉક કરો
- PhonePe ઍપ પર ફ્રોડ થયાની ઘટનાઓની જાણ કરો. તે ફ્રોડ વ્યવહાર પર ક્લિક કરીને, “PhonePe સહાયનો સંપર્ક કરો” પસંદ કરો અને ટિકિટ જનરેટ કરો.