Trust & Safety
ટૉપ-અપ ફ્રોડથી સાવધાન!
PhonePe Regional|2 min read|07 May, 2021
તમને તમારી બેંક, RBI, ઇ-કોમર્સ સાઇટ, અથવા તો લોટરી સ્કીમના પ્રતિનિધિ હોવાનો દાવો કરનાર વ્યક્તિ તરફથી કૉલ આવે છે. થોડી વિગતો ભેગી કરીને તેઓ તમને તમારો 16 આંકડાનો કાર્ડ નંબર અને CVV શેર કરવાનું પૂછે છે. તમે કૉલની પ્રમાણિતતા સમજીને આ માહિતી તેઓને આપો છો.
તમે ત્યાર પછી એક SMS મેળવશો. બેંકનો પ્રતિનિધિ તમને ફરી કૉલ કરે છે અને ચકાસણીના હેતુંથી આ કોડ શેર કરવાનું કહે છે. જો તમે એકવાર આમ કરો છો, તો ફ્રોડ કરનારનું વૉલેટ તમારા એકાઉન્ટમાંથી નાણાં સાથે ટૉપ-અપ થઈ જશે. પછી તરત જ, આ બેલેન્સ જતી રહેશે અને તમને ખ્યાલ પડશે કે તમે કૌભાંડ દ્વારા તમારા નાણાં ગુમાવી દીધા છે.
મહત્વનું રિમાઇન્ડર- PhonePe ક્યારેય ગોપનીય કે ખાનગી વિગતો પૂછશે નહીં. અમે PhonePe તરફથી છીએ તેવું કહેતા બધા ઇમેઇલ અવગણો જો તે phonepe.com ડોમેનમાંથી આવેલ ન હોય. જો તમને ફ્રોડ જેવું લાગે, તો કૃપા કરીને તુરંત જ અધિકૃત વ્યક્તિનો સંપર્ક કરો.
આમાં ખરેખર શું થયું?
- ‘બેંક અધિકારી’ કે જેણે તમને કૉલ કર્યો હતો તે ફ્રોડ કરનાર હતાં. તમે તેમને વિગતો આપીને તમારા બેંક એકાઉન્ટમાંથી તેમને વૉલેટ ટૉપ-અપ કરવાની મંજૂરી આપી.
- ફ્રોડ કરનારને તમે મેળવેલ OTP વડે ચુકવણી પ્રમાણિત કરવાની જરૂર હતી. જેવો તમે તેને OTP શેર કર્યો, ફ્રોડ કરનાર ટૉપ-અપ માટે આગળ વધી શક્યો.
- ફ્રોડ કરનારનું વૉલેટ તમારા એકાઉન્ટના નાણાંથી ટૉપ-અપ થઈ ગયું, અને ફ્રોડ કરનારે અન્ય બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલ પોતાના વૉલેટમાં નાણાં ટ્રાન્સફર કરી લીધા.
- તમારા નાણાં વિવિધ એકાઉન્ટમાં વિખેરીને, ફ્રોડ કરનારે ચોરી કરેલી રકમને પાછી મેળવવાનું અધિકૃત વ્યક્તિઓ માટે અઘરું બનાવી દીધું.
અહીં દર્શાવ્યા પ્રમાણે તમે સુરક્ષિત રહી શકો છો:
- તમારી બેંકની વિગતો (કાર્ડ નંબર, એક્સપાયરીની તારીખ, પિન) કોઈપણ વ્યક્તિ સાથે શેર કરશો નહીં.
- ક્યારેય OTP કે કોઈપણ અન્ય કોડ જે તમે SMS દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા મેળવો તે શેર કરશો નહીં.
- જો તમને કોઈ અજાણ્યા નંબરમાંથી બેંકમાંથી હોવાનો દાવો કરતો કૉલ આવે અને તમારી વ્યક્તિગત વિગતો પૂછે, તો તે કૉલ પર વધુ વાત કર્યા વિના તેને બંધ કરી દેશો.
- ફોન પર આપતી સૂચનાઓને અનુસરશો નહીં. કૉલ કરનારને કહો સૂચનાઓને બદલે તમને એક ઇમેઇલ કરે.
- ઇમેઇલ મોકલનારનું ડોમેન તપાસો. જો તે [XYZ]@gmail.com અથવા કોઈ અન્ય ઇમેઇલ પ્રદાતાનું ડોમેન હોય, તો ઇમેઇલ અવગણવો. ખાતરી કરો કે બેંકના વાસ્તવિક ડોમેન સાથે તે ઇમેઇલ મેચ કરતું હોય. બધા બેંકના ઇમેઇલ એક સુરક્ષિત https ડોમેનમાંથી જ આવતા હોય છે.
સુરક્ષિત રીતે ટ્રાન્ઝેક્શન કરવા માટે જુઓ વીડિયો: https://youtu.be/4mXbF_r5K5A