Trust & Safety
શું તમને પોલીસનો ફોન આવે છે? તો જાગૃત થઈ જાઓ! ડિજિટલ અરેસ્ટ સ્કૅમને કેવી રીતે ઓળખવું તે અહીં જાણો
PhonePe Regional|4 min read|05 December, 2024
સાઈબર ક્રાઇમ એવા સ્કૅમર્સ પર આધાર રાખે છે જે નિર્દોષ નાગરિકોને છેતરે છે અને તેમના મનમાં ડર પેદા કરે છે. પોલીસ અથવા સરકારી સત્તાવાળાઓ જેમ કે કાયદા અમલીકરણ અધિકારીઓના ભયનો ગેરલાભ ઉઠાવી શંકાસ્પદ પીડિતોને ફસાવવું એ હાલની નવીનતમ ટેકનિક છે. “ડિજિટલ અરેસ્ટ” સ્કૅમ એ એવી છેતરપીંડી છે જે ત્યારે લોકોની કાનૂની મુશ્કેલી માટેના ડરનો નિશાન સાધે છે જ્યારે તેઓ ચેતવણીના સંકેતોથી અજાણ હોય, જેથી સ્કૅમર સરળતાથી તેમને પોતાનો શિકાર બનાવવા માટે ફોસલાવી શકે.
આ બ્લૉગમાં અમે એ તમામ બાબતો વિષે ખુલાસો કરી રહ્યા છીએ જેમકે સ્કૅમ વિશેની બનતી દરેક જાણકારીઓ, સ્કૅમરોની સ્કૅમ કરવાની રીત વિષે અને આવા કિસ્સાઓથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તેના વિષે.
ડિજિટલ અરેસ્ટ સ્કૅમ શું છે?
ડિજિટલ અરેસ્ટ સ્કૅમ એક પ્રકારની બહુરૂપી બનીને કરવામાં આવતી છેતરપીંડી પ્રોસેસ છે જેમાં સ્કૅમર્સ કાયદા અમલીકરણ અથવા કાનૂની સત્તાવાળા હોવાનો ઢોંગ રચે છે જે ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ અથવા ફોન ચૅનલો મારફતે કાર્યરત હોય છે. સામાન્ય રીતે ઑનલાઇન ગુનાઓ અથવા સાઈબર ક્રાઇમ માટે તેઓ દાવો કરે છે કે તમારી ધરપકડ માટે વૉરંટ બહાર પાડવામાં આવ્યું છે અથવા તમારી ગતિવિધિઓ પર કોઈ કાનૂની તપાસ કરવામાં આવી રહી છે. સમસ્યાને ઉકેલવા માટે, તેઓ તાત્કાલિક પેમેન્ટ અથવા વ્યક્તિગત માહિતીની માગ કરે છે અને જો તમે તેનું પાલન ન કરો તો ધરપકડની ધમકી આપે છે.
ડિજિટલ અરેસ્ટ સ્કૅમ કેવી રીતે થાય છે?
ડિજિટલ અરેસ્ટ સ્કૅમનો લક્ષ્ય તમને પેમેન્ટ કરવા મજબૂર કરવાનો અથવા સંવેદનશીલ માહિતી આપવા માટે ડરાવવાનો છે. પ્રસ્તુત છે સ્કૅમના ટેકનિકલ પ્રકારો:
1. પ્રારંભિક કોન્ટેક્ટ: સૌપ્રથમ તમને સરકાર અથવા કાયદા અમલીકરણ એજન્સી તરફથી હોવાનો દાવો કરતા કૉલ, ઇમેઇલ અથવા ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત થાય છે. મેસેજમાં નકલી સરકારી સીલ અથવા લોગો હોઈ શકે છે અને તે કાયદેસરના ફોન નંબર પરથી આવ્યો હોય તેવું પણ બની શકે છે.
• ટેક્સ્ટ મેસેજ (SMS): એવા ટેક્સ્ટ મેસેજ જે દાવો કરે છે કે કોઈ કાનૂની સમસ્યાઓ છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
• ફોન કૉલ: ઓટોમેટેડ કૉલ અથવા લાઇવ કૉલર્સ પોલીસ અધિકારીઓ અથવા કાનૂની પ્રતિનિધિઓ હોવાનો ઢોંગ કરી પીડિતોનો સંપર્ક કરી શકે છે.
• સોશિયલ મીડિયા અને મેસેજિંગ ઍપ: સ્કૅમર્સ ફેસબુક, વોટ્સઍપ અથવા અન્ય મેસેજિંગ સેવાઓ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પણ પીડિતોને ટાર્ગેટ બનાવે છે.
• વીડિયો કૉલ: છેતરપીંડી કરનારાઓ યુનિફોર્મમાં સજ્જ થઈ વીડિયો કૉલ કરે છે અને કાયદા અમલીકરણ અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે. તેઓ વારંવાર પીડિતોને ડરાવવાના પ્રયત્નો કરે છે, ગુનાહિત એક્ટિવિટીઓમાં તમારી સંડોવણીનો ખોટો દાવો કરે છે અને ધરપકડ ટાળવા માટે તાત્કાલિક પેમેન્ટ અથવા તમારી સંવેદનશીલ માહિતીની માગ કરે છે.
2. આરોપ: સ્કૅમર દાવો કરે છે કે કોઈ ગંભીર ગુના માટે તમારી ગતિવિધિઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આ બધુ અસ્પષ્ટ પરંતુ ચિંતાજનક હોય છે, જેમ કે “શંકાસ્પદ ઇન્ટરનેટ એક્ટિવિટી” અથવા “છેતરપીંડીભર્યા વ્યવહારો.” તેઓ આશરે જ કોઈ પણ કેસ નંબર ટાંકી શકે છે અથવા વિશ્વસનીય લાગે તે રીતે કાનૂની શબ્દકોષનો ઉપયોગ પણ કરી શકે છે.
3. તાત્કાલિક પગલાં: તમને કહેવામાં આવે છે કે ધરપકડ ટાળવા માટે, તમારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ – અથવા તો દંડ ભરીને અથવા વ્યક્તિગત માહિતી આપીને. તેઓ ક્રિપ્ટોકરન્સી, ગિફ્ટ કાર્ડ્સ અથવા વાયર ટ્રાન્સફર દ્વારા પેમેન્ટ માટે કહી શકે છે, કારણ કે આ એવી પદ્ધતિઓ છે જે ટ્રેસ કરવી અને રિવર્સ કરવી મુશ્કેલ છે.
4. એસ્કેલેશનની ધમકીઓ: જો તમે કૉલની અસલિયત પર પ્રશ્ન કરો અથવા તેનું પાલન કરવામાં સંકોચ અનુભવો, તો સ્કૅમર વારંવાર આક્રમક બની જાય છે, આગળની કાનૂની કાર્યવાહી, દંડમાં વધારો અથવા તાત્કાલિક ધરપકડની ધમકીઓ આપે છે.
જો તમારી સાથે આવું બન્યું હોય તો શું કરવું
જો તમને શંકા છે કે તમે ડિજિટલ અરેસ્ટ સ્કૅમના ભોગ બન્યા છો, તો પોતાની જાતને બચાવવા માટે આ પગલાં અનુસરો:
1. ઉતાવળમાં જવાબ ન આપો: પરિસ્થિતિ પર વિચારવા માટે થોડો સમય માગી લો અને શાંત થાઓ. સ્કૅમર્સ તેમના પીડિતોને છેતરવા માટે ભય પર ભાર મૂકે છે.
2. સંપર્ક ચેક કરો: મેળવેલી માહિતી કાયદેસર છે કે કેમ તેને કન્ફર્મ કરવા માટે સત્તાવાર ચેનલો (સ્કૅમર દ્વારા આપવામાં આવેલ નંબર નહીં) દ્વારા સીધો અધિકૃત એજન્સીનો સંપર્ક કરો.
3. ઘટનાની જાણ કરો: જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળે, તો સ્થાનિક સત્તાવાળાઓ અથવા ગ્રાહક સુરક્ષા એજન્સીઓને તેની જાણ કરો. રિપોર્ટિંગથી આ એજન્સીઓના સ્કૅમસને ટ્રેક કરવામાં અને અન્ય લોકોને ચેતવણી આપવામાં સહાય મળશે.
4. તમારી માહિતીને સુરક્ષિત રાખો: જો તમે અજાણતાં વ્યક્તિગત માહિતી શેર કરી હોય, તો તમારી સુરક્ષા માટે પગલાં લો, જેમ કે પાસવર્ડ બદલવું અને જો કોઈ નાણાકીય માહિતી આપવામાં આવી હોય તો તમારી બેંકને એના વિષે સતર્ક કરવી.
5. સુરક્ષા સૉફ્ટવેરનો ઉપયોગ કરો: જેનો ઉપયોગ સ્કૅમર્સ તમારી માહિતીનો ઍક્સેસ મેળવવા માટે કરે છે તેવા ફિશિંગના પ્રયાસો અને માલવેર સામે રક્ષણ મેળવવા માટે તમારા ડિવાઇસમાં અપ-ટૂ-ડેટ સુરક્ષા સૉફ્ટવેર ઉપલબ્ધ રહે તેની ખાતરી કરો.
6. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA): જો સ્કૅમર્સ તમારા એકાઉન્ટ ઍક્સેસ કરવાનો પ્રયત્ન કરે તો સુરક્ષાના સ્તરને વધારવા માટે તમામ પર 2FA એક્ટિવ કરો.
7. તમારી જાતને અને અન્યોને શિક્ષિત કરો: સામાન્ય સ્કૅમની યુક્તિઓ વિશે માહિતગાર રહો અને આ જ્ઞાનને મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેમને સુરક્ષિત કરવામાં પણ સહાય મળે.
ડિજિટલ અરેસ્ટ જેવા સ્કૅમનો ભય અને અર્જન્સીનો ફાયદો ઉઠાવવા માટે ઘડવામાં આવે છે. સંકેતોથી વાકેફ રહી અને દબાણ હેઠળ શાંત રહી, તમે ભોગ બનવાનું ટાળી શકો છો અને અન્ય લોકોને સમાન જાળમાં ફસાતા અટકાવવામાં સહાય પણ કરી શકો છો.
જો તમે ડિજિટલ અરેસ્ટ સ્કૅમનો શિકાર બન્યા હો તો, PhonePeને આ મુદ્દો કેવી રીતે જણાવવો
જો કોઈ સ્કૅમર દ્વારા તમારી સાથે PhonePe પર છેતરપીંડી કરવામાં આવી હોય, તો તમે તરત જ નીચેની રીતે આ મુદ્દો ઉઠાવી શકો છો:
1. PhonePe ઍપ: સહાય સેક્શન પર જાઓ અને “ટ્રાન્ઝેક્શન સાથે સમસ્યા છે” વિકલ્પમાં મુદ્દો જણાવો.
2. PhonePe ગ્રાહક કેર નંબર: તમે PhonePe ગ્રાહક કેરને 80–68727374 / 022–68727374 પર કોઈ પણ સમસ્યા વિષે કૉલ કરી શકો છો, જેના પછી ગ્રાહક કેર એજન્ટ ટિકિટ બનાવશે અને તમારી સમસ્યામાં સહાય કરશે.
3. વેબફોર્મ સબમિશન: તમે PhonePe ના વેબફોર્મ, https://support.phonepe.com/ નો ઉપયોગ કરીને પણ ટિકિટ બનાવી શકો છો
4. સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કપટપૂર્ણ ઘટનાઓની જાણ કરી શકો છો
ટ્વિટર — https://twitter.com/PhonePeSupport
ફેસબુક — https://www.facebook.com/OfficialPhonePe
5. ફરિયાદ: પહેલાથી નોંધાવેલી ફરિયાદ પર ધ્યાન દોરવા માટે, તમે https://grievance.phonepe.com/ પર લોગ ઇન કરી શકો છો અને અગાઉ બનાવેલી ટિકિટનું ID શેર કરી શકો છો.
6. સાઈબર સેલ: છેલ્લે, તમે નજીકના સાઈબર ક્રાઈમ સેલમાં છેતરપીંડીની ફરિયાદો નોંધાવી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાઈબર ક્રાઈમ સેલ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો.
7. DOT : જો કોઈ ડિજિટલ ગુનો ન થયો હોય, પરંતુ તમને કઇંક થવાની આશંકા હોય, તો પણ તેની જાણ કરો. ટેલિકોમ્યુનિકેશન વિભાગે સંચાર સાથી પોર્ટલ (sancharsaathi.gov.in) પર ચક્ષુ સુવિધા લૉન્ચ કરી છે, જ્યાં જો કોઈને છેતરપીંડી થઈ હોવાની શંકા પણ હોય તો તે સંબંધી મેસેજ, કૉલ અનેવોટ્સઍપ એકાઉન્ટ પર એની જાણ કરી શકે છે.