PhonePe Blogs Main Featured Image

Trust & Safety

PhonePe વડે સુરક્ષિત રીતે ડિજિટલ પેમેન્ટ કરો

PhonePe Regional|4 min read|05 May, 2021

URL copied to clipboard

PhonePe વડે સુરક્ષિત રીતે ડિજિટલ પેમેન્ટ કરો

Covid -19 રોગચાળાની પરિસ્થિતિને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટના સ્વીકારમાં અસાધારણ વધારો થયો છે. PhonePe જેવી ડિજિટલ પેમેન્ટ ઍપથી, લોકોનું જીવન ઘણું સરળ બન્યું છે કારણ કે લોકોને હવે તેમના ઘરની બહાર નીકળવાની જરૂર નથી અથવા પેમેન્ટ કરવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. PhonePeનો ઉપયોગ કરીને, ગ્રાહકો પૈસા મોકલી અને મેળવી શકે છે, મોબાઇલ, DTH, ડેટા કાર્ડ વગેરેના રિચાર્જ કરી શકે છે, યુટિલિટી બિલનું પેમેન્ટ કરી શકે છે, સોનું ખરીદી શકે છે અને કોઈપણ ઑનલાઇન ખરીદી માટે પણ પેમેન્ટ કરી શકે છે.

જ્યારે સુરક્ષાની વાત આવે, PhonePe કોઈપણ ફેઈલ ટ્રાન્ઝેક્શન વિના દૈનિક ધોરણે કરોડો ટ્રાન્ઝેક્શન સક્ષમ કરે છે અને તમને ત્રણ ગણા કવર કરે છે, ટ્રીપલ-લેયર સુરક્ષામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • લોગઈન પાસવર્ડ: ઍપનું પ્રથમ સુરક્ષા લેયર છે લોગઈન પાસવર્ડ. તમારી ઍપ ચોક્કસ ફોન અને નંબર સાથે મેપ કરવામાં આવેલ છે. જો તમે તમારો ફોન અથવા નંબર બદલો તો, તમારે ઍપને ફરી અધિકૃત કરવી પડશે.
  • PhonePe ઍપ લોક: PhonePe ઍપનો ઉપયોગ કરવાનું શરુ કરવા માટે, તમારે તમારા ફીંગર પ્રિન્ટ આઈડી, ફેસ આઈડી અથવા નંબર લોકનો ઉપયોગ કરીને અનલોક કરવાનું રહેશે.
  • UPI પિન: PhonePe પર પ્રત્યેક પેમેન્ટ માટે, ₹1 હોય કે ₹1 લાખ હોય, UPI પિન વગર કોઈ પેમેન્ટ નહીં થાય.

જોકે ડિજિટલ પેમેન્ટ સુરક્ષિત અને સુવિધાજનક છે, પરંતુ વિવિધ પ્રકારની છેતરપીંડી વિશે જાણકાર રહેવું અને સાથે સાથે છેતરપીંડી કરનારથી સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે, કે જેઓ મહેનત કરીને કમાતા લોકોના પૈસા લૂંટી લેવાના સતત નવા નવા રસ્તાઓ પણ શોધતા રહેતા હોય છે.

છેતરપીંડીના પ્રકાર

અહીં કેટલાક અલગ અલગ રીતની છેતરપીંડી વિશેની જાણકારી આપેલ છે અને તમારે કેવી રીતે સુરક્ષિત રીતે ટ્રાન્ઝેક્શન કરવા એ પણ જણાવેલ છે:

  1. લોન છેતરપીંડી: લોન કૌભાંડીઓ પૈસાની જરુરિયાત હોય તેવા લોકોને છેતરવાના ઈરાદે લોન ઑફર કરીને તેમનું શોષણ કરે છે. આવું કરવા માટે તેઓ પહેલા સિક્યોરિટી રકમની માંગણી કરે છે જે ક્યારેય રિફંડ કરવામાં નથી આવતી અથવા પ્રોસેસિંગ ફી, લેટ ફી, વ્યાજ, લેટ ફી અને બીજા કોઈપણ નામે અમુક રકમ કાપી દે છે, જેનાથી પીડિતને નુકસાન થાય છે.
  2. ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ છેતરપીંડી: તેમના ક્રેડિટ કાર્ડના બિલ ભરવા માટે, છેતરપીંડી કરનારાઓ પીડિતને તેમના બેંક એકાઉન્ટની વિગતો શેયર કરવા માટે લાલચ આપે છે જેથી બિલ ક્લિઅર કરવા માટે તેમના બેલેન્સનો ઉપયોગ કરી શકે. તેઓ પોતાની જાતને દૂરના સંબંધી/કૌટુંબિક મિત્ર/બિઝનેસ પ્રોફેશનલનું કહે છે અને પૈસાની જરુરિયાત હોવાનું જણાવીને નિર્દોષ લોકોના ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી લે છે.
  3. બનાવટી સોશિયલ મીડિયા દ્વારા છેતરપીંડી: હાલમાં છેતરપીંડી માટે સોશિયલ મીડિયા સામાન્ય બની ગયું છે જ્યાં સરળતાથી ડિજિટલ ઓળખની ચોરી થાય છે. છેતરપીંડી કરનારાઓ તમારી અથવા તમે જાણતા હોવ તેવા કોઈની બનાવટી પ્રોફાઈલ બનાવે છે અને તમારા નેટવર્કમાં રહેલા લોકો પાસેથી પૈસાની અથવા સંવેદનશીલ માહિતી માંગવા માટે તેનો ઉપયોગ કરે છે. અમુક કેસમાં, છેતરપીંડી કરનારાઓ તમારા લિસ્ટમાં રહેલા લોકોને ખૂબ જ અર્જન્ટ હોવાનું જણાવીને વિનંતિ મોકલવા માટે તમારું એકાઉન્ટ હેક કરે છે જેથી નિર્દોષ લોકો ના પાડી શકતા નથી.
  4. પૈસા ડબલ કરવાનું કૌભાંડ: પૈસા ડબલ કરવાના કૌભાંડથી લોકોને ખોટો ભ્રમ થઈ જાય છે કે તેઓ રાતોરાત તેમના પૈસા ડબલ કરી શકે છે. આવું કાં તો બનાવટી લિંક બનાવીને કરવામાં આવે છે જે મર્યાદિત સમયની ઑફર હોવાનું જણાવવામાં આવે છે જેમાં પેસા ડબલ થઈ જાય અથવા શરુઆતમાં પીડિતના પૈસા ડબલ કરી આપીને વિશ્વાસ જીતવામાં આવે છે અને બાદમાં મોટી રકમ ડબલ કરવાના બહાને તેમને લુંટી લેવામાં આવે છે.
  5. નોકરીનું કૌભાંડ: તાજેતરમાં બેકારોની સંખ્યામાં વધારો થતા નોકરી કૌભાંડ એ ટ્રેડિંગ છેતરપીંડી બની ગઈ છે. જેમાં છેતરપીંડી કરનારાઓ તમારી વ્યક્તિગત માહિતીની ચોરી કરવા માટે ઓનલાઈન બનાવટી જોબ ઑફર પોસ્ટ કરે છે અથવા બનાવટી લિંક બનાવે છે જે તમારી ડિવાઈસ માટે સુરક્ષિત નથી હોતી.

સલામત રહેવા માટે તમે શું કરી શકો તે અહીં છે, ફ્રોડને અટકાવો અને સલામત ડિજિટલ પેમેન્ટના ફાયદા માણવાનું ચાલુ રાખો.

ફ્રોડને અટકાવવા શું કરવું અને શું ન કરવું:

  • તમારી બેંકની વિગતો જેવીકે કાર્ડ નંબર, એક્સપાયરીની તારીખ, પિન અથવા કોઈ OTP ને અન્ય કોઈપણ વ્યક્તિ સાથે શેર કરશો નહીં. જો તમને PhonePe ના પ્રતિનિધિ તરીકે કોઈપણ વ્યક્તિ દ્વારા આવી વિગતો પૂછવામાં આવે છે, તો કૃપા કરીને તેમને એક ઇમેઇલ મોકલવા માટે કહો. માત્ર @phonepe.com ડોમેનમાંથી આવેલ ઇમેઇલને જ જવાબ આપો.
  • હંમેશાં યાદ રાખો કે તમારે PhonePe પર નાણાં મેળવવા માટે ક્યારેય ‘ચૂકવો’ બટન પર ક્લિક કરવાની કે તમારા UPI પિનને દાખલ કરવાની જરૂર પડતી નથી.
  • હંમેશાં યાદ રાખો કે તમારે PhonePe પર નાણાં મેળવવા માટે ક્યારેય QR કોડ સ્કૅન કરવાની જરૂર પડતી નથી.
  • ‘ચૂકવો’ બટન દબાવો અથવા તમારો UPI પિન દાખલ કરો તે પહેલાં કૃપા કરીને તમારી PhonePe ઍપ પર પ્રદર્શિત થતાં સંદેશને ધ્યાનથી વાંચો.
  • ક્યારેય Screenshare, Anydesk, Teamviewer જેવી થર્ડ-પાર્ટી ઍપ ડાઉનલોડ કે ઇન્સ્ટૉલ કરશો નહીં.
  • PhonePe ગ્રાહક સહાય માટેના નંબર Google, Twitter, FB વગેરે પર શોધવા નહીં. PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરવાની એકમાત્ર અધિકૃત લિંક આ છે: https://phonepe.com/en/contact_us.html
  • વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફક્ત અમારા ઑફિશિયલ એકાઉન્ટ પર જ અમારી સાથે જોડાઓ.
  • Twitter હેન્ડલ: https://twitter.com/PhonePe_ https://twitter.com/PhonePeSupport
  • Facebook એકાઉન્ટ: https://www.facebook.com/OfficialPhonePe/
  • વેબ: support.phonepe.com
  • PhonePe સહાયમાંથી હોવાનો દાવો કરતા, પ્રમાણિત ન થયેલા મોબાઇલ નંબર પર ક્યારેય કૉલ કરશો નહીં/તેને જવાબ આપશો નહીં.
  • વેરિફિકેશન કર્યા વિના ક્યારેય પણ SMS અથવા ઈમેઈલમાં લિંક પર ક્લિક કરશો નહીં.
  • કોઈ રેન્ડમ કોલ કરનારની સલાહના આધારે ક્યારેય કોઈ ઍપ ડાઉનલોડ ના કરશો.
  • વેરિફિકેશન વિના નાના ટ્રાન્ઝેક્શન માટે સંમત થશો નહીં.
  • KYC વેરિફિકેશન માટે હોવાનો દાવો કરતા SMS દ્વારા મોકલવામાં આવતા નંબર પર કોલ કરશો નહીં.
  • અજાણ્યા નંબરોના કોલ ઉઠાવશો નહીં જે પોતાની જાતને બેંક અને ક્રેડિટ કાર્ડ કંપનીઓમાંથી બોલતા હોવાનું કહેતા હોય.
  • tમેસેજમાં વ્યક્તિગત માહિતી શેયર કરશો નહીં — જેમાં સરકારી ઓળખ, તમારો UPI આઈડી, તમારો બેંક એકાઉન્ટ નંબર, તમારો પિન, તમારો વન-ટાઈમ પાસવર્ડ અથવા રેગ્યુલર પાસવર્ડનો સમાવેશ થાય છે.

કોઈ ફ્રોડ કરનાર તમારો સંપર્ક કરે ત્યારે તમારે શું કરવું જોઈએ?

PhonePe પર અનેક રીતે ગ્રાહક છેતરપીંડીના વિવાદની જાણ કરી શકે છે. આમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :

  1. PhonePe ઍપ: સહાય સેક્શન પર જાઓ અને “have an issue with the transaction/ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યા છે” વિકલ્પ હેઠળ સમસ્યાની જાણ કરો.
  2. PhonePe ગ્રાહક સહાય નંબર: સમસ્યાની જાણ કરવા માટે તમે 80–68727374 / 022–68727374 પર PhonePe ગ્રાહક સહાયને કોલ કરી શકો છો, ત્યારબાદ ગ્રાહક સહાય એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમારી સમસ્યામાં સહાય કરશે.
  3. વેબફોર્મ સબમિશન: તમે PhonePeના વેબફોર્મ — https://support.phonepe.com/ નો ઉપયોગ કરીને ટિકિટ શરુ કરી શકો ચો
  4. સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપીંડીના બનાવોની જાણ કરી શકો છો:

5. ફરિયાદ: હાલની ફરિયાદ પર ફરિયાદના કારણની જાણ કરવા માટે, તમે https://grievance.phonepe.com/ પર લોગઈન કરી શકો છો અને અગાઉ શરુ કરેલ ટિકિટની આઈડી શેયર કરી શકો છો.

6. સાયબર સેલ: છેલ્લે, તમે નજીકના સાયબર સેલમાં જઈને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો 1930 પર સાયબર ક્રાઈમ સેલ હેલ્પલાઈનનો સંપર્ક કરો.

Keep Reading