Trust & Safety
KYC ફ્રોડ: આ શું છે અને તેનાથી સુરક્ષિત રહેવાના ઉપાયો
PhonePe Regional|2 min read|30 April, 2021
KYC ને ઝડપથી થઈ જાય તે માટે ઘણા ગ્રાહકો KYC ફ્રોડનો શિકાર બની રહ્યાં છે. આ ફ્રોડનો ભોગ બનનારની એક ઘટના અહીં આપેલ છે.
રોહનનો કૉલ આવ્યો અને કૉલ કરનારે તેને પૂછ્યું કે શું તેણે તેનું KYC પૂર્ણ કર્યું છે? કૉલ કરનારે એ પણ જણાવ્યું કે KYC કેટલું મહત્વપૂર્ણ છે અને શા માટે તેણે આમાં વિલંબ ન કરવો જોઈએ. પછી તેણે થોડી ફીના બદલામાં સીધા જ કૉલ પર રોહનનું KYC કરી આપવાની ઑફર કરી.
આગળ, કૉલ કરનારે રોહનને તેનું પૂરું નામ અને અન્ય વ્યક્તિગત વિગતો શેર કરવા કહ્યું, જેથી તે KYC પ્રક્રિયા શરૂ કરી શકે. આ પૉઇન્ટ પર, રોહનને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે તે ઝડપથી KYC કરી રહ્યો છે. કૉલ દરમિયાન, ફ્રોડ કરનારે તેને ‘Anydesk’ નામની એક ઍપ ડાઉનલોડ કરવાનું કહ્યું, જેથી તે પ્રક્રિયાને દૂરથી પૂર્ણ કરાવી શકે.
આ પછી, કૉલ કરનારે રોહનને તેની ફી તરીકે સંમતિ આપી હતી તે રકમ ટ્રાન્સફર કરવાનું કહ્યું. રોહને તે કર્યું અને તેમને ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ તેને KYC ની પુષ્ટિ મળી જશે. જ્યારે રોહને કૉલ ડિસ્કનેક્ટ કર્યો, ત્યારે તેણે બે નવા સંદેશા જોયા. એક તેના ડેબિટ કાર્ડ પર વ્યવહાર માટેનો OTP હતો, અને બીજો એક સૂચના હતી કે તેના એકાઉન્ટમાંથી ₹30,000 ડેબિટ થઈ ગયા છે!
અહીં શું થયું:
ફ્રોડ કરનારે રોહનને જે ઍપ ડાઉનલોડ કરવા કહ્યું હતું તે એક સ્ક્રીન શેરિંગ ઍપ છે. આ ઍપ વડે ફ્રોડ કરનારને રોહનની ફોન સ્ક્રીન પરની બધી પ્રવૃત્તિ જોવા દેવામાં આવી.
જ્યારે રોહને તેની ફી ટ્રાન્સફર કરી, ત્યારે તેણે પિન અને પાસવર્ડની વિગતો સાથે, જે બેંક એકાઉન્ટ અને કાર્ડ નંબર વડે વ્યવહાર કર્યો હતો તે પણ તેઓએ જોઈ લીધા.
ત્યારબાદ ફ્રોડ કરનારે આ વિગતોનો ઉપયોગ પોતાના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે કર્યો. તેને OTP ની પણ જરૂર હતી, જે હવે ઇન્સ્ટૉલ કરેલ Anydesk ઍપને કારણે રોહનની ફોનની સ્ક્રીન પરથી જોઈ શકાતી હતી.
કૃપા કરીને યાદ રાખો: ફોન કૉલ દ્વારા અથવા કોઈપણ થર્ડ-પાર્ટી ઍપ ડાઉનલોડ કરીને KYC કરવું શક્ય નથી. કૌભાંડ કરીને, ફ્રોડ કરનારાઓ તમને એમ પણ કહેશે કે તમારી હાલની બેંક KYC અથવા ડિજિટલ વૉલેટ અમાન્ય છે અને તેઓ તેને ઑનલાઇન ફરીથી માન્ય કરી શકે છે. અને ફરી, આ પણ શક્ય નથી.
- તમારું બેંક એકાઉન્ટ, કાર્ડ કે અન્ય કોઈ વિગતો ક્યારેય કૉલ કરનાર સાથે ક્યારેય શેર કરવી નહીં.
- કોઈપણ કૉલ કરનારની વિનંતીથી Anydesk, TeamViewer અથવા Screenshare જેવી ઍપ ક્યારેય ડાઉનલોડ કરશો નહીં. આ ઍપ કોઈ ફ્રોડ કરનારને તમારા બધા પાસવર્ડ, પિન અને અન્ય મહત્વપૂર્ણ વિગતો જોવાની મંજૂરી આપે છે.
- સાચા PhonePe પ્રતિનિધિઓ તમને ફોન પર તમારું KYC પૂર્ણ કરવાનું કદી નહીં કહે અથવા થર્ડ-પાર્ટી ઍપ ડાઉનલોડ કરવાનું પણ કહેશે નહીં.
- ફ્રોડથી બચવા માટે તમારે અહીં આપેલી વસ્તુઓ યાદ રાખવાની જરૂર છે:
PhonePe ક્યારેય તમને આવી ગોપનીય વિગતો પૂછશે નહીં. જો તમને PhonePe ના પ્રતિનિધિ તરીકે કોઈપણ વ્યક્તિ દ્વારા આવી વિગતો પૂછવામાં આવે છે, તો કૃપા કરીને તેમને એક ઇમેઇલ મોકલવા માટે કહો. માત્ર @phonepe.com ડોમેનમાંથી આવેલ ઇમેઇલને જ જવાબ આપો.
- PhonePe ગ્રાહક સહાય માટેના નંબર Google, Twitter, FB વગેરે પર શોધવા નહીં. PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરવાની એકમાત્ર અધિકૃત લિંક આ છે: support.phonepe.com
- PhonePe સહાયમાંથી હોવાનો દાવો કરતા, પ્રમાણિત ન થયેલા મોબાઇલ નંબર પર ક્યારેય કૉલ કરશો નહીં/તેને જવાબ આપશો નહીં.
- વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફક્ત અમારા અધિકૃત એકાઉન્ટ પર જ અમારી સાથે જોડાઓ.
Twitter હેન્ડલ: https://twitter.com/PhonePe
https://twitter.com/PhonePeSupport
– Facebook એકાઉન્ટ: https://www.facebook.com/OfficialPhonePe/ - જો તમારા કાર્ડની કે એકાઉન્ટની વિગતો ભૂલથી શેર થઈ જાય તો:
– support.phonepe.com પર તેની જાણ કરો.
– તાત્કાલિક તમારા નજીકના સાયબર-ક્રાઇમ સેન્ટરને આ ઘટનાની જાણ કરો અને પોલિસ ફરિયાદ નોંધાવો.