Trust & Safety
લોન કૌભાંડોને કેવી રીતે ઓળખવા અને તેનાથી સુરક્ષિત રહેવું
PhonePe Regional|3 min read|25 July, 2022
ક્રેડિટ લેવાનો ખ્યાલ — તમને તમારી તાત્કાલિક જરુરિયાતોને પુરી કરવા માટે પૈસા ઉછીના લેવા માટે અને તેને પછીથી ચુકવવાની સગવડ આપે છે જે ઘણાં લોકો માટે આશીર્વાદ સમાન છે, ખાસ કરીને જેમણે નોકરી ગુમાવી હોય કે મેડિકલ ઈમર્જન્સી હોય. છેતરપીંડી કરનારા ખરાબ પરિસ્થિતીમાં હોય નિર્દોષ લોકોને લોન આપવાની લોભામણી લાલચ આપીને લોકન કૌભાંડમાં તેમના પૈસા લુંટે છે.
લોન કૌભાંડ શું છે?
લોન કૌભાંડમાં, છેતરપીંડી કરનારા લોકોને એવી ખોટી આશા બંધાવે છે કે તેઓ સરળતાથી અને ઝડપથી લોન મેળવી શકે છે. છેતરપીંડી કરનાર પીડિતની જરુરિયાતના આધારે કપટી યોજના બનાવે છે. દાખલા તરીકે, જો કોઈ સારી બેંકમાં લોન મેળવવા માટે કોઈ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર સારો ના હોય અથવા તેને ઘણાં ટૂંકા ગાળામાં મોટી રકમની લોન જોઈતી હોય તો, છેતરપીંડી કરનાર ચાલાકીથી પીડિતને સમજાવશે કે તેમની જરુરિયાત પ્રમાણેની લોન મેળવવામાં તેમની સહાય કરવી કરવી એ તેમના માટે મિનિટોની બાબત છે.
લોન કૌભાંડમાં પડવાના મુખ્ય બે પરિણામો છે — કાં તો છેતરપીંડી કરનારા સિક્યોરિટી તરીકે અમુક ચોક્કસ રકમની માંગણી રે જે ક્યારેય પરત કરવામાં ન આવે અથવા પ્રોસેસિંગ ફી, લેટ ફી, વ્યાજ વગેરેના નામે એક ઉચક રકમ કાઢશે — છેવટે તો પીડિતને જ મોટું નુકસાન થાય છે.
લોન કૌભાંડ કેવી રીતે થાય છે?
લોનની છેતરપીંડી કરનારા ક્રેડિટની અપૂર્ણ જરુરિયાતનો લાભ ઉઠાવીને કોઈપણ શરતો વિના ક્રેડિટ આપવાની લાલચ આપીને પૈસા ઉછીના લેવાવાળા નિર્બલ લોકોને શિકાર બનાવે છે. તેઓ SMS, ઈમેઈલ અથવા ફોન દ્વારા તમારો સંપર્ક કરે છે અને તાત્કાલિક ધોરણે લોનની મંજૂરી માટે તમને વારંવાર ઍપ ડાઉનલોડ કરીને તમારી વિગતો ભરવા માટે કહે છે.
ઍપ ડાઉનલોડ કર્યા બાદ, તેઓ તમારા ફોન પર તમામ વસ્તુઓના એક્સેસ માટે માંગણી કરશે — તમારું આખુ કોન્ટેક્ટ લિસ્ટ, ફોટા, વીડિયો. જેવી તમે તમારા આધાર, PAN, એડ્રેસ અને તમને જોઈતી રકમ જેવી પ્રાથમિક વિગતો ભરો કે તરત જ તમે જોશો કે તમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે.
આ લોન જટિલ નિયમો અને શરતો હેઠળ આપવામાં આવે છે જેનો શરુઆતના તબક્કામાં કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેઓ નીચા વ્યાજદરના વચન સાથે પીડિતોને છેતરે છે અને પાછળથી દાવો કરે છે કે નીચો વ્યાજદર ફક્ત મર્યાદિત સમયગાળા માટે હતો, ત્યારબાદ વ્યાજનું દર ખૂબ જ ઉંચા દર સુધી વધારી દેવામાં આવે છે — આ વિશે તેઓ લોનના વિતરણ સમયે ઉલ્લેખ કરતા નથી. ઉંચા વ્યાજદરની સાથે, છેતરપીંડી કરનારી ઈન્સ્ટન્ટ લોન કંપનીઓ લોન ન ભરવા પર દૈનિક ધોરણે ભારે દંડ વસૂલે છે. જેમાં ઉંચી પ્રોસેસિંગ ફી અને અન્ય દંડનો પણ સમાવેશ થાય છે.
જ્યારે છેતરપીંડી કરનારા કેટલાક લોકો અમુક ડોક્યુમેન્ટ જેમકે — 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, આધારકાર્ડ અને PANની માંગણી કરે છે, જ્યારે અન્ય લોકો આવા કોઈ ડોક્યુમેન્ટની માંગણી કરતા નથી. આ બંને કેસમાં, જોકે, લોનની રકમ મિનિટોમાં જ વિતરિત કરી દેવામાં આવે છે. આ ઍપ્સ લોનને આગળ ધપાવવાના બહાને, પીડિતના ફોનમાંથી તમામ માહિતીનું એક્સેસ મેળવી લે છે જેનો ઉપયોગ છેતરપીંડી કરનાર દ્વારા વ્યક્તિને વધુ પૈસાની છેતરપીંડી કરવા અથવા અન્ય નાણાંકીય ગુના માટે કરે છે.
જે પીડિતો આવા લોન કૌભાંડોમાં ફસાઈ જાય છે અને ઑફર કરાયેલા નાણાં સ્વીકારે છે તેમને લોનની રકમની ભરપાઈ કરવા માટે રિકવરી એન્જટો દ્વારા હેરાન કરવામાં આવે છે. તે વ્યક્તિને અને તેના કોન્કેટ લિસ્ટમાં રહેલા વ્યક્તિઓને અશ્લીલ મેસેજ, અભદ્ર ફોટા અને અપમાનજનક લખાણ મોકલવામાં આવે છે.
લોન કૌભાંડ ટાળવા માટે રેડ ફ્લેગ
અહીં કેટલીક બાબતો આપવામાં આવી છે જે તમને તરત જણાવશે કે લોનની છેતરપીંડી કરનાર દ્વારા તમારો સંપર્ક કરવામાં આવ્યો છે:
- ધિરાણકર્તાની સંસ્થા ભારતીય રિઝર્વ બેંક સાથે રજીસ્ટર થયેલ નથી અને કોઈપણ જાણીતી બેંક અથવા NBFC સાથે જોડાયેલ નથી
- ઍપ સ્ટોર પર લોન ઍપ વેરિફાઈ થયેલ નથી, લોનના નિયમો અને શરતો જાહેર કરતી નથી અથવા લોનની મંજૂરી પહેલા તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરતી નથી
- ધિરાણકર્તા રજીસ્ટર થયેલ ના હોય, તેની પોતાની કોઈ ભૌતિક ઑફિસ ના હોય અથવા કાયદેસરની વેબસાઈટ ના હોય
- લોનના વિતરણ પહેલાં લોન ફી માંગવામાં આવે
- કોઈ ક્રેડિટ વેરિફિકેશન નહીં અને જણાવવામાં આવે છે કે લોન ક્રેડિટ ફ્રી છે
- ધિરાણકર્તા વ્યાજનો ખૂબ જ ઓછો દર ઑફર કરે અને તે મર્યાદિત સમયગાળા માટે હોય
લોન કૌભાંડોથી કેવી રીતે દૂર રહેવું:
- ફોન, ઈમેઈલ કે અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તમારા કાર્ડની વિગતો કોઈની સાથે શેયર કરશો નહીં.
- ધિરાણકર્તાની વિશ્વસનીયતા ચકાસવા માટે હંમેશા તેમની ભૌતિક ઑફિસ અને વેબસાઈટનું મૂલ્યાંકન કરો.
- કોઈની પણ સાથે OTP અથવા અન્ય વ્યક્તિગત માહિતી શેયર કરશો નહીં.
- લોન ઑફરને સમજો કારણકે કૌભાંડો હંમેશા કંઈક શંકાસ્પદ લાભો ઑફર કરે છે.
મહત્વપૂર્ણ રિમાઈન્ડર — PhonePe ક્યારેય પણ ગોપનીય અથવા વ્યક્તિગત માહિતી માંગતુ નથી. જો તેઓ phonepe.com ડોમેઈન ના ધરાવતા હોય તો PhonePe તરફથી હોવાનો દાવો કરતા તમામ ઈમેઈલને અવગણો. જો તમને છેતરપીંડીની શંકા હોય તો, કૃપા કરીને support.phonepe.com પર અમારો સંપર્ક કરો અથવા https://cybercrime.gov.in/ પર પોલીસ ફરિયાદ નોંધાવો