Trust & Safety
EMI ને લગતા ફ્રોડથી તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો
PhonePe Regional|3 min read|04 May, 2021
RBI એ તાજેતરમાં એક મોકૂફીપત્ર જારી કરેલ હતો કે દેવાદારો તેમના EMI/ક્રેડિટ કાર્ડની ચુકવણી ત્રણ મહિના સુધી મુલતવી રાખી શકશે. ચુકવણીના શેડ્યૂલમાં આ પ્રકારનો ફેરફાર, ગ્રાહકોને લોનની ચુકવણીમાં કામચલાઉ ધોરણે રાહત આપે છે.
ફ્રોડ કરનારા આ સુવિધાનો ઉપયોગ તેમના અંગત ફાયદા માટે ઘણા ઝડપથી કરી રહ્યાં છે. EMI ફ્રોડ વધી રહ્યાં છે કારણ કે ફ્રોડ કરનાર પોતાને બેંકના પ્રતિનિધિ તરીકે રજૂ કરીને દેવાદારોને આ નવી મોકૂફીપત્રની સુવિધાનો લાભ લેવા માટે મદદ કરી રહ્યાં છે.
તેઓ કઈંક આ રીતો આપનાવી રહ્યાં છે:
દૃશ્ય 1: તમને તમારી બેંકમાંથી ફોન કરતા હોવાનો દાવો કરનાર કોઈ વ્યક્તિનો ફોન આવે છે. આ બેંક પ્રતિનિધિ તમને તમારી લોનના EMI મુલતવી રાખવા માટે તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડ નંબર, CVV નંબર તેને જણાવવા માટેની વિનંતી કરે છે. એકવાર તમે આ વિગતો શેર કરી લો, પછી ફ્રોડ કરનાર એક વ્યવહાર શરૂ કરશે અને તમારા ફોનમાં આવેલો OTP તમને પૂછશે. એકવાર તમે આ OTP તેને જણાવો છો, પછી તમારા એકાઉન્ટમાંથી નાણાં ગાયબ થઈ જશે.
દૃશ્ય 2: ફ્રોડ કરનાર પોતે બેંકના પ્રતિનિધિ બનીને તમને ફોન કરી જણાવે છે કે તમારા લોનના હપ્તા (EMI) ચુકવવાની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે અને તમને એક લિંક મોકલી હશે તે ખોલવાનું અથવા એક એક્સ્ટેંશન સ્વીકૃત કરવા માટે સીધા PhonePe ઍપ પર જવાનું કહેશે. તમને કદાચ નોટિફિકેશન આઇકન પર આવેલી વિનંતીને UPI પિન દ્વારા પ્રમાણિત કરવાનું પણ કહેવામાં આવે. કોઈ કોઈ કિસ્સામાં ફ્રોડ કરનાર બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરીને “Approve the request to postpone the loan EMI” જેવો સંદેશ મોકલે છે. આમ, જો એક વખત તમે આ વિનંતીને માન્ય કરો છો કે તમારા નાણાં કપાઈ જશે.
દૃશ્ય 3: એક ‘બેંક પ્રતિનિધિ’ તમને કૉલ કરીને જણાવે છે કે EMI ની ચુકવણી ન કરવા બદલ તમારી પાસેથી ચાર્જ લેવામાં આવશે. એ તમને મદદ કરવાની તૈયારી બતાવે છે, અને તમને AnyDesk ઍપ અથવા કોઈ અન્ય સ્ક્રીન-શેરિંગ ઍપ ઇન્સ્ટૉલ કરવાનું કહે છે. આમ, તમારા ડિવાઇસનો ઍક્સેસ દૂર રહીને પણ “બેંક પ્રતિનિધિ” મેળવી લે છે, જે ખરેખર તો એક ફ્રોડ કરનાર છે જેના હાથમાં તમારો પિન નંબર અને તમારા મોબાઇલ બેંકિંગ ઍપના પાસવર્ડ વગેરે જેવી તમારા એકાઉન્ટની બધી માહિતી ચાલી જાય છે.
કૃપા કરીને કોઈપણ અજાણ્યા ફોન કરનાર કે જે ઉપર જણાવ્યા મુજબના સંજોગોમાં પોતાને બેંકના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે તેનાથી સાવધાન રહો. યાદ રાખો કે કોઈ બેંક PhonePe દ્વારા તમારા EMI ચુકવવાની મુદ્દત વધારી શકતી નથી. ઉપરાંત, એ પણ યાદ રાખો કે EMI ચુકવવાની મુદ્દત વધારવા માટે તમારે તમારા OTP કે UPI પિન કોઈને જણાવવાની જરૂર રહેતી નથી.
તમે આ રીતે સુરક્ષિત રહી શકો છો:
- તમારી બેંકની વિગતો જેવીકે કાર્ડ નંબર, એક્સપાયરીની તારીખ, પિન અથવા કોઈ OTP ને અન્ય કોઈપણ વ્યક્તિ સાથે શેર કરશો નહીં. જો તમને PhonePe ના પ્રતિનિધિ તરીકે કોઈપણ વ્યક્તિ દ્વારા આવી વિગતો પૂછવામાં આવે છે, તો કૃપા કરીને તેમને એક ઇમેઇલ મોકલવા માટે કહો. માત્ર @phonepe.com ડોમેનમાંથી આવેલ ઇમેઇલને જ જવાબ આપો.
- બધા બેંક ઇમેઇલ ફક્ત એક સુરક્ષિત https ડોમેન પરથી આવતા હોય છે. [XYZ]@gmail.com અથવા કોઈપણ અન્ય ઇમેઇલ પ્રદાતા ડોમેન દ્વારા મોકલેલા ઇમેઇલને અવગણો.
- હંમેશાં યાદ રાખો કે તમારે PhonePe પર નાણાં મેળવવા માટે ક્યારેય ‘ચૂકવો’ બટન પર ક્લિક કરવાની કે તમારા UPI પિનને દાખલ કરવાની જરૂર પડતી નથી.
- ‘ચૂકવો’ બટન દબાવો અથવા તમારો UPI પિન દાખલ કરો તે પહેલાં કૃપા કરીને તમારી PhonePe ઍપ પર પ્રદર્શિત થતાં સંદેશને ધ્યાનથી વાંચો.
- ક્યારેય Anydesk, Teamviewer જેવી થર્ડ-પાર્ટી ઍપ ડાઉનલોડ કે ઇન્સ્ટૉલ કરશો નહીં.
- PhonePe ગ્રાહક સહાય માટેના નંબર Google, Twitter, FB વગેરે પર શોધવા નહીં. PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરવાની એકમાત્ર અધિકૃત લિંક આ છે: https://phonepe.com/en/contact_us.html
- વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફક્ત અમારા અધિકૃત એકાઉન્ટ પર જ અમારી સાથે જોડાઓ.
કોઈ ફ્રોડ કરનાર તમારો સંપર્ક કરે ત્યારે તમારે શું કરવું જોઈએ?
- તાત્કાલિક તમારા નજીકના સાયબર-ક્રાઇમ સેન્ટરને આ ઘટનાની જાણ કરો અને પોલિસને સંબંધિત વિગતો (ફોન નંબર, વ્યવહારની વિગતો, કાર્ડ નંબર, બેંક એકાઉન્ટની વિગતો વગેરે) આપીને FIR નોંધાવો.
- તમારી PhonePe ઍપ પર લૉગ ઇન કરો અને ‘Help’ પર જાઓ. તમે ‘Account security issue/ Report fraudulent activity’ હેઠળ ફ્રોડની ઘટનાની જાણ કરી શકો છો.
- વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફક્ત અમારા ઑફિશિયલ એકાઉન્ટ પર જ અમારી સાથે જોડાઓ.
Twitter હેન્ડલ: https://twitter.com/PhonePe https://twitter.com/PhonePeSupport
Facebook એકાઉન્ટ: https://www.facebook.com/OfficialPhonePe/
વેબ: support.phonepe.com