Trust & Safety
તમને બનાવટી પેમેન્ટ સ્ક્રીનશૉટનો ભોગ બનતા અટકાવવા માટે અહીં એક માર્ગદર્શિકા આપી છે
PhonePe Regional|3 min read|23 August, 2023
સ્ક્રીનશૉટ કે કૌભાંડનો શૉટ? ખાસ કરીને ખૂબ વ્યસ્ત રહેતા ભીડ-ભાડવાળા બજારો તેમજ સેકન્ડ હેન્ડ વસ્તુઓ માટેના બજાર જેવા સ્થળોએ બનાવટી સ્ક્રીનશૉટ છેતરપિંડી એ વેપારીઓ માટે ખરેખર મોટી સમસ્યા છે. આવા સંજોગોમાં પેમેન્ટની પૃષ્ટિની ખાતરી કરવી ખૂબ અઘરી હોય છે અને તેના કારણે છેતરપીંડી કરનારાઓને નિર્દોષ લોકોને છેતરવાની તક મળી જાય છે.
નકલી સ્ક્રીનશૉટ છેતરપિંડી એટલે જેમાં કોઈ છેતરપિંડી કરનાર પીડિતને છેતરવા માટે પેમેન્ટની પૃષ્ટિ બતાવતો નકલી સ્ક્રીનશૉટ બનાવે છે અને પીડિતને તે નકલી સ્ક્રીનશૉટ બતાવીને પેમેન્ટ થઈ ગયાનું અને રકમ પીડિતના એકાઉન્ટમાં જમા થયાનું જણાવીને છેતરે છે.
ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરવાથી ચોક્કસપણે કૅશ સાચવવાનું અને કૅશ સંબંધિત કૌભાંડો જેવી મોટી સમસ્યાઓ ટાળી શકાય છે. જો કે, છેતરપીંડીની તરકીબોથી ઘણું નુકસાન થઈ શકે છે. તેનો સામનો કરવા માટે તેમજ તેનો ભોગ ના બનીએ તે માટે જાગૃતતા કેળવવી અને જરૂરી તમામ પગલાં લેવા જરુરી છે.
છેતરપિંડી કરનારાઓ નકલી સ્ક્રીનશૉટ કેવી રીતે બનાવે છે?
છેતરપીંડી કરનારાઓને પેમેન્ટ કન્ફર્મેશનના ઓરિજીનલ મેસેજ અથવા ઍપ પેજમાં ફેરફારો કરીને નકલી સ્ક્રીનશૉટ બનાવવા માટે અનેક વેબસાઇટ અને એપ્લિકેશન સરળતાથી મળી રહે છે. આ પ્રકારની છેતરપીંડી કરવા માટે છેતરપીંડી કરનારાઓને ગુગલ સર્ચથી અનેક વિકલ્પો મળી જાય છે.
ફ્રોડ સિનારિયો
અહીં કેટલાક સિનારિયો આપ્યા છે જ્યાં નકલી સ્ક્રીનશૉટનો ઉપયોગ થાય છે. તેના વિશે અહીં વાંચો જેથી તમે આવી છેતરપીંડીનો ભોગ ના બનો.
- ઑફલાઈન વેપારીઓને ગેરમાર્ગે દોરવા: એવું ઘણીવાર બનતુ હોય છે કે વેપારી કાં તો બહુ વ્યસ્ત હોય છે અથવા પેમેન્ટ કન્ફર્મ કરવામાં તેમનું ધ્યાન નથી હોતું. છેતરપીંડી કરનારાઓ આવી પરિસ્થિતીનો લાભ ઉઠાવીને નકલી સ્ક્રીનશૉટ બતાવીને વસ્તુ અથવા સર્વિસ લઈ લેતા હોય છે.
- ઑનલાઈન બિઝનેસને ઠગવા: અમુક કિસ્સામાં, જેમકે, હાલના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર બિઝનેસ માટે ગ્રાહકો વધારવા તેમજ ગ્રાહકોને સારો અનુભવ થાય તે માટે વેપારીઓ તેમને મોકલવામાં આવેલ પેમેન્ટ કન્ફર્મેશનનો સ્ક્રીનશૉટ સાચો માની લેવો પડે છે. પછી ભલે તેમને પેમેન્ટ મળ્યાની કોઈ નોટિફિકેશન ના આવી હોય. વેપારીઓને લાગે છે કે પેમેન્ટ પછીથી મળી જશે અને તેઓ વસ્તુ કે સર્વિસ આપી દેતા હોય છે. પાછળથી તેમને સમજાય છે કે તેમની સાથે છેતરપીંડી થઈ છે.
- કૅશ માટે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર: છેતરપીંડી કરનારાઓ રોકડની તાત્કાલિક સખત જરૂરિયાત હોવાનો ઢોંગ કરીને, ઈમર્જન્સી માટે ઑનલાઈન પેમેન્ટના બદલે કૅશ આપવા વિનંતી કરે. તેઓ પૈસા પડાવવા માટે પીડિતની એકાઉન્ટ વિગતો લઈને નકલી ટ્રાંઝેક્શન સ્ક્રીનશૉટ બતાવે છે.
- વ્યક્તિ-થી-વ્યક્તિને બનાવટી મની ટ્રાન્સફર: ઘણીવાર છેતરપીંડી કરનારાઓ ભૂલથી પીડિતને પૈસા મોકલી દીધા હોવાનું જણાવીને, તેમના વોટ્સએપ પર સ્ક્રીનશૉટ મોકલે છે અને તેમને સતત કૉલ કરે છે. તેઓ તેમને પૈસા મોકલવાની ધમકી આપીને પૈસા પાછા મોકલવા જણાવે છે. જો તેઓ રકમ મોકલવા માટે સંમત ન થાય તો, પીડિતાને પૈસા ટ્રાન્સફ કરવા દબાણ કરે છે.
નકલી સ્ક્રીનશૉટ છેતરપિંડીથી પોતાને બચાવવાનાં પગલાં
- પ્રોડક્ટ અથવા સર્વિસ આપતા પહેલા હંમેશાં પેમેન્ટ કન્ફર્મેશનનો મેસેજ ચેક કરો. તમે તમારા જૂના ટ્રાન્ઝેક્શનમાં સેક્શનમાં જઈને પેમેન્ટ કન્ફર્મેશન જોઈ શકો છો.
- ફક્ત સ્ક્રીનશૉટના ભરોસે ના રહેશો. પેમેન્ટ વેરિફાઈ કરવા માટે સ્ક્રીનશૉટ મદદરૂપ થઈ શકે છે પરંતુ તેમાં સરળતાથી છેતરપીંડી થઈ શકે છે. તેના બદલે, પેમેન્ટ કન્ફર્મેશન માટે તમારી રજિસ્ટર્ડ બેંક તરફથી આવતા ઈમેઇલ અથવા SMS નોટિફિકેશન જેવા બીજા સૂચકાંકો પણ ચેક કરો.
- વોઈસ મેસેજથી પેમેન્ટની સૂચના આપતા સ્માર્ટ સ્પીકર, વેપારી માટે ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
જો તમે નકલી સ્ક્રીનશૉટ છેતરપીંડીનો ભોગ છો તો તમારે શું કરવું જોઈએ
જો તમે PhonePe પર છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો, તમે તરત જ નીચેની રીતે આ સમસ્યાની જાણ કરી શકો છો:
- PhonePe ઍપ: સહાય સેક્શન પર જાઓ અને “ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા” હેઠળ વિકલ્પ હેઠળ સમસ્યાની જાણ કરો.
- PhonePe કસ્ટમર કેર નંબર: કોઈપણ સમસ્યાની જાણ કરવા માટે તમે 80–68727374/022–68727374 પર PhonePe કસ્ટમર કેરને કૉલ કરી શકો છો, ત્યારબાદ કસ્ટમર કેર એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમારી સમસ્યામાં સહાય કરશે.
- વેબફોર્મ સબમિશન: તમે PhonePeના વેબફોર્મ, https://support.ponpe.com/ નો ઉપયોગ કરીને પણ ટિકિટ શરુ કરી શકો છો
- સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપીંડીના બનાવોની જાણ કરી શકો છો
Twitter — https://twitter.com/ponpesupport
Facebook — https://www.facebook.com/officialponpe - ફરિયાદ: હાલની ફરિયાદ વિશે ફરિયાદની જાણ કરવા માટે, તમે https://grievance.ponpe.com/ પર લોગ ઈન કરી શકો છો અને અગાઉ શરુ કરેલ ટિકિટની આઈડી શેયર કરી શકો છો.
- સાયબર સેલ: છેલ્લે, તમે નજીકના સાયબર ક્રાઇમ સેલ પર છેતરપિંડીની ફરિયાદની જાણ કરી શકો છો અથવા Https://www.cybercrime.gov.in/ પર ઑનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાયબર ક્રાઇમ સેલ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો.
મહત્વપૂર્ણ રીમાઇન્ડર — PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત વિગતો આપવા માટે કહેતુ નથી. જો phonepe.com ડોમેન ન હોય તો PhonePeમાંથી હોવાનો દાવો કરનારા તમામ ઈમેઈલ અવગણો. જો તમને છેતરપિંડીની શંકા હોય તો, કૃપા કરીને તાત્કાલિક અધિકારીઓનો સંપર્ક કરો.