Trust & Safety
શું તમે પૈસા ડબલ કરવાના કૌભાંડ વિશે સાંભળ્યું છે?
PhonePe Regional|2 min read|28 July, 2022
સુરક્ષિત રહેવા માટે તમારે જે જાણવું જોઈએ તે અહીં આપ્યું છે
આજે, છેતરપીંડી કરનારાઓ લોકોને તેમના પૈસામાં છેતરપીંડી કરવા માટે નવા માધ્યમોનો ઉપયોગ કરે છે. તેઓ સાવધાનીપૂર્વક એક યુક્તિ બનાવે છે જે કાયદેસર લાગે અને આખરે નિર્દોષ લોકો છેતરાઈ જાય છે. છેતરપીંડી કરનારાઓ જે ટેકનિકનો ઉપયોગ કરે છે તેમાંથી એક ટેકનિક લોકોને રાતોરાત પૈસા ડબલ કરી આપવાની લાલચ આપવાની છે.
પૈસા ડબલ કરવાનું કૌભાંડ કેવી રીતે થઈ શકે
સિનારિયો 1: કૌભાંડ કરનાર વ્યક્તિ પોતે નાના નાણાંકીય બિઝનેસનો પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરનારના સંપર્કમાં આવે છે. તેઓ દાવો કરે છે કે તેમનો બિઝનેસ ટૂંકા ગાળામાં નાના રોકાણ પર ઉંચુ રિટર્ન આપે છે. તેઓ તમને નાની રકમનું રોકાણ કરાવીને તમને ટૂંકા ગાળામાં તમારા પૈસા ડબલ કરીને આપે છે જેથી, તમને તમારા પૈસા ઝડપથી વધારવા માટે તેમના પર ખોટો વિશ્વાસ આવી જાય. એકવાર તમને તેમના પર વિશ્વાસ આવી જાય પછી, તેઓ મોટી માત્રામાં તમારા પૈસા લુંટે છે.
સિનારિયો 2: SMS અથવા Whatsapp દ્વારા તમારો સંપર્ક કરવામાં આવે છે અને દાવો કરવામાં કરવામાં આવે છે કે તમે તમારા ક્રેડિટ કાર્ડના વધુ ઉપયોગથી અથવા બેંક બેલેન્સની ઉંચી બચતના આધારે આકર્ષક ઑફર જીત્યા છો અને તે મર્યાદિત સમયની ઑફર છે જે તમને ટૂંકા સમયગાળામાં તમારા પૈસા ડબલ કરી આપે છે. તેઓ એક લિંક શેયર કરે છે જેના દ્વારા પૈસા જમા કરાવીને તેઓ તમારા પૈસા લુંટી લે છે.
તમે પૈસા ડબલ કરવાના કૌભાંડથી કેવી રીતે સુરક્ષિત રહી શકો તે અહીં આપ્યું છે
- શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરશો
કૌભાંડીઓ સામાન્ય રીતે તમને એક લિંક મોકલતા હોય છે જેના પર તમને કથિત રીતે રિટર્ન અથવા ગિફ્ટ કાર્ડ મળવાનું હોય છે. આવી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરશો.
2. તમારા ક્રેડિટ કાર્ડ નંબર, CVV, પિન, OTP, વગેરે જેવી વ્યક્તિગત માહિતી કોઈની પણ સાથે શેયર કરશો નહીં.
ટ્રાન્ઝેક્શન માટે જરુરી વ્યક્તિગત માહિતી માટે કાયદેસરની સંસ્થાઓ ક્યારેય તમને કોલ, ઈમેઈલ અથવા મેસેજ કરતી નથી. જો કોઈ PhonePeના પ્રતિનિધિ હોવાનું જણાવીને તમારી પાસે આવી માહિતી માંગે તો, તેમને ઈમેઈલ મોકલવાનું કહો. ફક્ત @phonepe.com ડોમેઈનમાંથી આવેલા ઈમેઈલને જ જવાબ આપો.
3. સંપર્કની માહિતી મેળવવા માટે હંમેશા કાયદેસરની વેબસાઈટનો ઉપયોગ કરો
જો તમને કોઈ નાણાંકીય સંસ્થામાં હોવાનો દાવો કરતી વ્યક્તિનો કોલ આવે અને જો તે/તેણી તમને તે જ નંબર પર કોલબેક કરવાનો કહે તો. કોલબેક કરતાં પહેલાં સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર તે નંબરને ક્રોસચેક કરો.
4. હંમેશા યાદ રાખો કે PhonePe પર પૈસા મેળવવા માટે તમારે ક્યારેય ‘પેમેન્ટ કરવાનું’ અથવા તમારો UPI પિન એન્ટર કરવાનો રહેતો નથી
5. ‘પેમેન્ટ કરો’ પર દબાવતા પહેલાં અથવા તમારો UPI પિન એન્ટર કરતાં પહેલાં તમારી PhonePe ઍપ પર દેખાતો મેસેજ ધ્યાનપૂર્વક વાંચો
6. ગ્રાહક સહાયનો નંબર Google, Twitter, FB વગેરે પર શોધશો નહીં. PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરવાની એકમાત્ર રીત છે https://phonepe.com/en/contact_us.html
7. PhonePe સહાયમાંથી હોવાનો દાવો કરનાર અને વેરિફાઈ ન થયેલ મોબાઈલ નંબર પર ક્યારેય પણ કોલ/રિપ્લાય ના કરશો
જ્યારે છેતરપીંડી કરનાર દ્વારા તમારો સંપર્ક કરવામાં આવે ત્યારે તમારે શું કરવું જોઈએ
- તાત્કાલિકપણે આ ઘટનાની જાણ તમારી નજીકના સાયબર ક્રાઈમ સેન્ટરને કરો અને સંબંધિત માહિતી (Phone નંબર, ટ્રાન્ઝેક્શનની વિગતો, કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ વગેરે.) સાથે પોલિસમાં FIR નોંધાવો. વૈકલ્પિક રીતે, તમે આ લિંક પર ક્લિક કરી શકો છો — https://cybercrime.gov.in/ અથવા ઓનલાઈન સાઈબર ફરિયાદ નોંધાવવા માટે 1930 પર સાયબર સેલ પોલિસનો સંપર્ક કરો.
- જો PhonePe દ્વારા તમારો સંપર્ક કરવામાં આવ્યો હોય તો, તમારી PhonePe ઍપમાં લોગ ઈન કરો અને ‘સહાય’ પર જાઓ. તમે છેતરપીંડીની ઘટનાને ‘એકાઉન્ટ સિક્યોરિટી સમસ્યા/ છેતરપીંડીની પ્રવૃતિઓની જાણ કરો’ હેઠળ રિપોર્ટ કરી શકો છો. વૈકલ્પિક રીતે તમે support.phonepe.com લોગ ઈન કરી શકો છો.
- અમારી સાથે ફક્ત અમારા સત્તાવાર એકાઉન્ટ પર જ જોડાઓ
Twitter: https://twitter.com/PhonePeSupport
વેબસાઈટ: support.phonepe.com