Back
Trust & Safety
Trust & Safety
છેતરપીંડી રિપોર્ટિંગ ચેનલ — જાણવા જેવી જરુરી બાબતો!
PhonePe Regional|2 min read|01 December, 2022
URL copied to clipboard
છેતરપીંડીનો વિવાદ ત્યારે થાય છે જ્યારે છેતરપીંડીનો શિકાર થયેલ વ્યક્તિ, કપટપૂર્ણ પ્રવૃતિ થતા PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરો.
PhonePe પરથી ગ્રાહક અનેક રીતે છેતરપીંડી વિવાદ ઉભો કરી છે. જેમાં સમાવેશ થાય છે :
- PhonePe ઍપ
- PhonePe ગ્રાહક સહાય નંબર
- વેબફોર્મ સબમિશન
- સોશિયલ મીડિયા
- ફરિયાદ
તમે PhonePe ઍપ દ્વારા ફરિયાદ કેવી રીતે કરી શકો તે અહીં આપ્યું છે :
- PhonePe ઍપ પર લોગ ઈન કરો
- જમણી બાજુના ખૂણા પર સહાય સેક્શન ”?” પર ક્લિક કરો
- “have an issue with the transaction/ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યા છે” વિકલ્પ પર ક્લિક કરો
- આગલા પેજ પર જાઓ અને “Report your issue/તમારી સમસ્યાની જાણ કરો” વિકલ્પ પર ક્લિક કરો
- ત્યારબાદ ઍપ પર તમામ ટ્રાન્ઝેક્શન દેખાશે
- ગ્રાહકે તે ટ્રાન્ઝેક્શન પસંદ કરવાનું રહેશે જે ટ્રાન્ઝેક્શન માટે વિવાદ ઉભો કરવો હોય
- ત્યારબાદ, ગ્રાહક ”I got a payment request from a fraudster/મને છેતરપીંડી કરનાર તરફથી પેમેન્ટ રિકવેસ્ટ મળી હતી” અથવા “I received a call from a fraudster/મને છેતરપીંડી કરનાર તરફથી કોલ આવ્યો હતો” સિલેક્ટ કરી શકે છે
- એકવાર સંબંધિત વિકલ્પ પસંદ કર્યા પછી, PhonePe પર ટિકિટ જનરેટ થઈ જાય પછી ટ્રસ્ટ અને સેફ્ટી ટીમ તેની સમીક્ષા કરીને પગલાં લેશે
PhonePe ગ્રાહક સહાય દ્વારા વિવાદ ઉભો કરવો:
- ગ્રાહકો તેમની ફરિયાદ આગળ વધારવા માટે નીચે આપેલા નંબરો પૈકી કોઈ એકનો ઉપયોગ કરીને ગ્રાહકો PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરી શકે છે- 080–68727374 / 022–68727374 તેમનો સંપર્ક કર્યા બાદ, અમારા સહાય એજન્ટ તે પ્રમાણે ટિકિટ બનાવશે.
વેબફોર્મ સબમિશન દ્વારા વિવાદ ઉભો કરવો :
- ગ્રાહકો અમારી વેબફોર્મ લિંક –https://support.phonepe.com/ નો ઉપયોગ કરીને ટિકિટ શરુ કરી શકે છે
- ત્યારબાદ લિંક તેમને રજીસ્ટર ફોન નંબર અને એક કેપ્ચા એન્ટર કરવા માટે કહેશે.
- ક્રેડેન્શિયલ સબમિટ કર્યા પછી, તે તમને રજીસ્ટર ફોન નંબર પર મોકલવામાં આવેલ OTP એન્ટર કરવા માટે કહેશે
- એકવાર સફળ રીતે લોગ ઈન થઈ જાય પછી, ગ્રાહકો, “છેતરપીંડી અથવા અનઅધિકૃત પ્રવૃતિની જાણ” કરી શકે છે
- એકવાર ગ્રાહકોએ સંબંધિત છેતરપીંડીના વિકલ્પો સિલેક્ટ કર્યા બાદ, તેમને સંપર્ક સહાય પેજ પર લઈ જવામાં આવશે જ્યાં ગ્રાહકો ટ્રાન્ઝેક્શનની વિગતો અને ડોક્યુમેન્ટ શેયર કરી શકે છે
- એકવાર ટ્રાન્ઝેક્શન વિગતો ભરાઈ જાય અને સબમિટ થઈ જાય, ટિકિટ જનરેટ કરવામાં આવશે
- ગ્રાહકો આ પોર્ટલનો ઉપયોગ તેમણે શરુ કરેલી ટિકિટ વિશે અપડેટ મેળવવા માટે કરી શકે છેhe.
સોશિયલ મીડિયા દ્વારા વિવાદ ઉભો કરવો :
- ગ્રાહકો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કપટપૂર્ણ પ્રવૃતિઓની જાણ કરી શકે છે
Twitter — https://twitter.com/PhonePeSupport
Facebook –https://www.facebook.com/OfficialPhonePe
ફરિયાદ દ્વારા વિવાદ ઉભો કરવો :
- આ પોર્ટલનો ઉપયોગ પહેલાથી શરુ કરેલી ટિકિટ પર ફરિયાદોની જાણ કરવા માટે થાય છે
- ગ્રાહકોએ https://grievance.phonepe.com/ પર લોગ ઈન કરવાનું રહેશે અને ગ્રાહક પહેલાથી બનેલી ટિકિટ આઈડી શેયર કરી શકે છે
સાઈબર ક્રાઈમ પોર્ટલ દ્વારા વિવાદ ઉભો કરવો
- ગ્રાહકો તેમના છેતરપીંડીના વિવાદ સામે ફરિયાદ નોંધાવવા માટે નજીકના સાયબર ક્રાઈમ બ્રાન્ચનો પણ સંપર્ક કરી શકે છે
- ગ્રાહકો આ https://www.cybercrime.gov.in/ લિંક પર કરીને પણ ઓનલાઈન સાયબર ફરિયાદ નોંધાવી શકે છે
- વૈકલ્પિક રીતે, ગ્રાહકો 1930 પર સાયબર સેલ પોલીસનો સંપર્ક કરી શકે છે