
Trust & Safety
મની મ્યૂલ ન બનશો: આ નાણાકીય સ્કૅમ માટેની તમારી ગાઈડ
PhonePe Regional|4 min read|28 February, 2025
જો કોઈ તમને તમારા બેંક એકાઉન્ટ મારફતે પેમેન્ટ મેળવવા અને ફોરવર્ડ કરવા માટે દર અઠવાડિયે રૂપિયા 500 ઑફર કરે તો? માન્યામાં ન આવે તેવી વાત છે ને? કારણ કે ખરેખર એવું જ છે – અને તે સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવતા નાણાકીય સ્કૅમમાંનું એક છે, જે ઝડપથી વધી રહ્યું છે.
સ્કૅમ કરનારાઓ ગુનેગારોને વ્યક્તિગત રીતે શામેલ કર્યા વિના, મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ નાણાની હેરાફેરી કરવામાં કે અન્ય ગેરકાયદેસર કામ કરવા માટે કરે છે. આ બ્લૉગમાં આપણે જોઈશું કે મ્યૂલ એકાઉન્ટ શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તે લોકો અને કંપનીઓ માટે શા માટે જોખમરૂપ છે.
મની મ્યૂલ શું છે?
મની મ્યૂલ એટલે એવા લોકો જેઓ સ્કૅમ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિના ભાગ રૂપે, અન્ય લોકો વતી એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર અથવા “મ્યૂલ” કરે છે. મની મ્યૂલ સામાન્ય રીતે ફી અથવા રિવોર્ડના ખોટા વચનને બદલે પોતાના એકાઉન્ટમાં નાણા મેળવે છે અને પછી તેને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. જ્યાં અમુક લોકો સ્વેચ્છાએ આવી સ્કીમમાં સહભાગી થતા હોય છે, ત્યાં અમુક લોકોને છેતરીને આમાં સહભાગી બનાવવામાં આવે છે.
આનો વિચાર કરો: તમને ફાયનાન્સ આસિસ્ટન્ટના હોદ્દા માટે યોગ્ય લાગતી હોય તેવી ઑફર મળે છે. રોલ પણ એકદમ સરળ લાગે – કંપનીને આંતરરાષ્ટ્રીય પેમેન્ટની પ્રક્રિયા કરવામાં મદદ કરવી. તમને એ ખ્યાલ નથી રહેતો કે તમે ખરેખર એક મની મ્યૂલ બની ગયા છો અને તમે એક જટિલ નાણાની હેરાફેરી કરતા ઑપરેશનનો એક ભાગ છો..
મ્યૂલ એકાઉન્ટ સામાન્ય રીતે નાણાની હેરાફેરી કરતી સ્કીમમાં શામેલ હોય છે, જેમાં ચોરી કરેલા ફંડને અનેક એકાઉન્ટમાંથી પસાર કરવામાં આવે છે જેથી તેનો મૂળ સ્ત્રોત સંદિગ્ધ બની રહે, આને કારણે સત્તાધિકારીઓ માટે ગુનાહિત પ્રવૃતિઓના ટ્રાન્ઝેક્શન શોધી કાઢવા મુશ્કેલ બને છે. આ એકાઉન્ટનો ઉપયોગ સ્કૅમમાં પણ થઈ શકે છે, જેમાં ફિશિંગ સ્કીમ, લોટરીની છેતરપિંડી અથવા રોકાણની છેતરપિંડીનો સમાવેશ થાય છે, જેમાં આનો શિકાર બનેલા લોકો આ એકાઉન્ટમાં નાણા મોકલવા માટે છેતરવામાં આવે છે.
છેતરપિંડી કરનારાઓ તેમનું નેટવર્ક કેવી રીતે બનાવે છે
મની મ્યૂલ નેટવર્ક એવું ઑપરેશન છે જેમાં ગુનેગારો તેમનું ગુમનામીપણું જાળવી રાખીને, શિકાર બનેલા લોકો અને મ્યૂલ વચ્ચેના ટ્રાન્ઝેક્શન કાળજીપૂર્વક ગોઠવે છે. તેમની સુકાની “મ્યૂલ કન્ટ્રોલર” કે “ભરતી કરનારાઓ” સંભાળે છે, જેઓ છેતરપિંડીની આ જટિલ માયાજાળનું સંચાલન કરે છે.
મ્યૂલ કન્ટ્રોલર કેવી રીતે કામ કરે છે?
- ભરતી: છેતરપિંડી કરનારાઓ સીધા સંપર્ક, “સરળ રીતે નાણા” કે નકલી નોકરીની તકો ઑફર કરતી જાહેરાતો અથવા સોશિયલ મીડિયા મારફતે સંભવિત મ્યૂલને શોધી કાઢે છે. પહેલી નજરમાં આ તકો વાજબી લાગી શકે છે પરંતુ તે લોકોને ચાલાકીપૂર્વક મ્યૂલ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલી હોય છે.
- ફંડ કલેક્શન: એકવાર મ્યૂલ એકાઉન્ટનું સેટઅપ થઈ ગયા પછી, ફંડ – જે ઘણીવાર સ્કૅમ, છેતરપિંડી અથવા ચોરાયેલા ક્રેડિટ કાર્ડમાંથી આવતા હોય છે – તેને મ્યૂલના એકાઉન્ટમાં ડિપોઝિટ કરવામાં આવે છે. આ વાયર ટ્રાન્સફર અથવા ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિઓ દ્વારા થઈ શકે છે.
- નાણાની હેરાફેરી: પછી છેતરપિંડી કરનાર મ્યૂલને અન્ય એકાઉન્ટમાં અથવા ક્રિપ્ટોકરન્સી વૉલેટમાં નાણા ટ્રાન્સફર કરવા માટે સૂચના આપી શકે છે, ઘણી વખત આંતરરાષ્ટ્રીય સરહદોની પાર. કેટલાક કિસ્સાઓમાં, મ્યૂલને નાણાને અલગ ચલણમાં કન્વર્ટ કરવાનું અથવા અન્ય સ્થાને મોકલવા માટેની વસ્તુઓ ખરીદવાનું કહેવામાં આવે છે.
- પુરાવા મિટાવવા: સંખ્યાબંધ મ્યૂલ એકાઉન્ટમાંથી નાણા પસાર કરીને ગુનેગારો તપાસકર્તાઓ માટે ગેરકાયદેસર ફંડ શોધી કાઢવાનું મુશ્કેલ બનાવે છે. આનો હેતુ નાણાકીય ટ્રાન્ઝેક્શનની ગૂંચવણભરી લડી બનાવવાનો હોય છે, જે નાણાના સ્ત્રોત અને ગંતવ્યને ઓળખવાનું મુશ્કેલ બનાવે છે.

છેતરપિંડી કરનારાઓ મ્યૂલની ભરતી કેવી રીતે કરે છે?
છેતરપિંડી કરનારાઓ ઘણીવાર એવા લોકોને ટાર્ગેટ બનાવે છે જેઓ આર્થિક રીતે નબળા હોય અથવા પૈસા કમાવવાના સરળ રસ્તાઓ શોધતા હોય. ભરતી માટેની કેટલીક સામાન્ય યુક્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- નોકરી માટેની નકલી ઑફરો: સ્કૅમ કરનારાઓ ઘણીવાર નકલી નોકરીઓની જાહેરાત કરે છે, ખાસ કરીને રિમોટ કે વર્ક-ફ્રોમ-હોમની તકો માટે. આ નોકરીઓ ન્યૂનતમ પ્રયત્નો વડે સરળતાથી નાણા અથવા કમિશન આધારિત આવકનું વચન આપે છે. એકવાર શિકર બનેલી વ્યક્તિ સંમતિ આપે, તે પછી તેમને ફંડ મેળવવા અને ટ્રાન્સફર કરવા માટે બેંક એકાઉન્ટ ખોલવાનું કહેવામાં આવે છે.
- રોકાણ અને લોટરીના સ્કૅમ: છેતરપિંડી કરનારાઓ શિકાર બનેલા લોકોને એવો વિશ્વાસ અપાવે છે કે તેઓએ કોઈ લોટરી જીતી છે અથવા રોકાણની તક શોધી કાઢી છે. ત્યારબાદ શિકાર બનેલા વ્યક્તિને ફંડ મેળવવા માટે એકાઉન્ટ સેટ કરવાની સૂચના આપવામાં આવે છે, જેનો ઉપયોગ પછીથી કપટપૂર્ણ હેતુઓ માટે થાય છે.
- ઇમર્જન્સીના બનાવો: કેટલાક છેતરપિંડી કરનારાઓ ભય અને તાત્કાલિકતાનો ઉપયોગ કરે છે, દાવો કરે છે કે શિકાર બનેલી વ્યક્તિએ તેમને નાણા ચૂકવવાના છે અને જો તેઓ સહકાર નહીં આપે અને ફંડ ટ્રાન્સફર કરવામાં મદદ નહીં કરે, તો તેઓએ ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
મ્યૂલ બનવાના જોખમો અને પરિણામો
જ્યાં અમુક લોકો સ્વેચ્છાએ મની મ્યૂલ બનતા હોય છે ત્યાં અન્ય ઘણા લોકો અજાણતા શામેલ થઈ જાય છે. જો કે, ઉદ્દેશ્ય ભલે ગમે તે હોય, મ્યૂલ એકાઉન્ટ સાથે સંકળાયેલા હોવાના ગંભીર પરિણામો આવી શકે છે:
1. કાનૂની પરિણામો
- નાણાની હેરાફેરી અને છેતરપિંડી માટે ગુનેગાર હોવાના આરોપો
- સંભવિત જેલ સમય
- બેંક એકાઉન્ટ બંધ થવું અને નાણાકીય સેવાના પ્રતિબંધો
2. નાણાકીય નુક્સાન
- વ્યક્તિગત ફંડનું નુક્સાન
- કાનૂની બચાવનો ખર્ચ
- સંભવિત દંડ અને પૅનલ્ટિ
- ક્રેડિટ રેટિંગને લાંબા ગાળાનું નુકસાન
મની મ્યૂલ સ્કૅમ કઈ રીતે ટાળવા
- અજાણ્યા લોકો સાથે ઓનલાઈન વાતચીત કરવાનું ટાળો
- કોઈ બીજા વતી બેંક એકાઉન્ટ ન ખોલો
- તમારું ડેબિટ કાર્ડ, પાસબુક કે મોબાઈલ બેંકિંગ ઍપનો પાસવર્ડ કોઈને ન આપો
- તમારો મોબાઈલ બેંકિંગ પાસવર્ડ વારંવાર બદલો
- અન્ય અજાણ્યા એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરવાની જરૂર પડે તેવી નોકરીની ઑફર સ્વીકારશો નહીં
- અન્ય લોકોને નાણા મેળવવા અથવા ટ્રાન્સફર કરવા માટે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપશો નહીં
- કોઈપણ એવોર્ડ મની સ્વીકારશો નહીં કે જેના માટે તમારે તેનો એક ભાગ અન્યત્ર ટ્રાન્સફર કરવો પડે
- OTP અથવા લૉગ ઇન ક્રેડેન્શિયલ જેમ કે CVV, પાસવર્ડ વગેરે શેયર કરશો નહીં
- અવાસ્તવિક ઑફરો, સસ્તી ડીલ અને ડિસ્કાઉન્ટથી સાવધ રહો.
- તમારા એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન નિયમિતપણે ચેક કરો અને કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિની જાણ તરત જ બેંકને કરો.
- નવીનતમ અપડેટ માટે SMS/ઇમેઇલ/IVR મારફતે થતા બેંકના કમ્યુનિકેશન ફૉલો કરો
જો તમને શંકા હોય કે તમે મની મ્યૂલ સ્કૅમનો ભાગ છો તો PhonePe પર સમસ્યાની જાણ કેવી રીતે કરવી
જો તમારી સાથે PhonePe પર ઠગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય, તો તમે તરત જ નીચે જણાવેલી રીતોથી આ સમસ્યાની જાણ કરી શકો છો:
- PhonePe ઍપ: PhonePe ઍપ પર “સહાય” વિભાગમાં જાઓ અને “ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા છે” વિકલ્પ હેઠળ સમસ્યા નોંધાવો.
- PhonePe ગ્રાહક સહાય નંબર: તમે PhonePe ગ્રાહક સહાય નંબર 80–68727374 / 022–68727374 પર કૉલ કરીને સમસ્યાની જાણ કરી શકો છો, પછી ગ્રાહક સહાય એજન્ટ ફરિયાદ નોંધશે અને તમારી સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરશે.
- વેબફોર્મ સબમિશન: તમે PhonePeના વેબફોર્મ https://support.phonepe.com/ દ્વારા પણ ટિકિટ શરૂ કરી શકો છો.
- સોશિયલ મીડિયા: તમે PhonePeના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપિંડીના બનાવોની જાણ કરી શકો છો.
Twitter — https://twitter.com/PhonePeSupport
Facebook — https://www.facebook.com/OfficialPhonePe
5. ફરિયાદ: હાલની નોંધાવેલી ફરિયાદ પર વધુ વિગતો શેર કરવા માટે https://grievance.phonepe.com/ પર લૉગિન કરો અને અગાઉ નોંધાવેલી ટિકિટ ID શેયર કરો.
6. સાઇબર સેલ: અંતે, તમે નજીકના સાઇબર ક્રાઇમ સેલમાં જઈને અથવા ઓનલાઇન https://www.cybercrime.gov.in/ પર ફરિયાદની નોંધણી કરાવી શકો છો અથવા સાઇબર ક્રાઇમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર 1930 પર પણ સંપર્ક કરી શકો છો.
7. DOT: જો કોઈ ડિજિટલ અપરાધ ન થયો હોય, પરંતુ તમને તેની શંકા હોય, તો ખાતરી કરો કે તમે તેમ છતાં તેની જાણ કરો છો. દૂરસંચાર વિભાગે સંચાર સાથી પોર્ટલ (sancharsaathi.gov.in) પર ચક્ષુ સુવિધા શરૂ કરી છે, ત્યાં કોઈપણ વ્યક્તિ જો કોઈ મેસેજ, કૉલ અને WhatsApp એકાઉન્ટ છેતરપિંડી કરતા હોવાની શંકા હોય, તો તેની જાણ કરી શકે છે.
મહત્વના રિમાઈન્ડર — PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યકિતગત વિગતો માંગતું નથી. જો કોઈ મેઇલ PhonePeમાંથી હોવાનો દાવો કરે અને તે phonepe.com ડોમેનમાંથી ન હોય, તો તેને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા જણાય, તો તરત જ સત્તાવાર અધિકારીઓનો સંપર્ક કરો.