PhonePe Blogs Main Featured Image

Trust & Safety

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ છેતરપીંડી

PhonePe Regional|2 min read|19 December, 2022

URL copied to clipboard

ક્રેડિટ કાર્ડ પેમેન્ટ છેતરપીંડીમાં વધારો થઈ રહ્યો છે. તેનાથી ડિઝિટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોના વિશ્વાસ અને અનુભવને અસર થઈ રહી છે. જોકે, ટેકનિકલ પ્રગતિ અને જાગૃતિના કારણે, આવી છેતરપીંડીને શોધીને અટકાવી શકાય છે.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ છેતરપીંડીમાં, છેતરપીંડી કરનાર પીડિતના બેંક એકાઉન્ટમાંના પૈસાનો ઉપયોગ કરીને, પીડિતને તેમના એકાઉન્ટમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરવા માટે લલચાવે છે. છેતરપીંડી કરનારાઓ પીડિતના ક્રેડિટ કાર્ડની વિગતો તેમના એકાઉન્ટમાં ઉમેરે છે અને ત્યારબાદ તેમના ક્રેડિટ કાર્ડ બિલ ચુકવે છે.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં ઘણાં સરખા સૂચકાંક હોય છે જેના દ્વારા પીડિતને છેતરવામાં આવે છે.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટના સરખા સૂચકાંકો

સ્થિતી 1 : છેતરપીંડી કરનારાઓ તેઓ પોતાની જાતને આર્મીમાં હોવાનું જણાવે છે જેમને મેડિકલ, હોટેલ અને ઈન્શ્યોરન્સ સેક્ટરમાં સેવાઓ જોઈએ છે અને એકવાર સોદો થઈ ગયા બાદ તેઓ ગ્રાહકોને તરત જ પેમેન્ટ પદ્ધતિ સેટ-અપ કરવા માટે કહે છે. રસપ્રદ બાબત એ છે કે, ગ્રાહકનો વિશ્વાસ મેળવવા માટે છેતરપીંડી કરનાર આર્મીના જવાન હોવાનો ઢોંગ કરવા માટે આર્મી યુનિફોર્મમાં વીડિયો કોલ પણ કરે છે. આ સિનારિયોમાં શિકાર થતા ગ્રાહકો મોટાભાગે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો હોય છે.

સ્થિતી 2 : છેતરપીંડી કરનારાઓ પોતાની જાતને દૂરના સંબંધી/પરિવારના ઓળખીતા અથવા બિઝ

નેસ સાથે સંકળાયેલા તરીકે ઓળખાવે છે અને ગ્રાહકોને તેમના ક્રેડિટ કાર્ડની વિગતો છેતરપીંડી કરનારના એકાઉન્ટમાં ઉમેરવા માટે મનાવે છે. તેઓ કોલ પર ગ્રાહકોને પ્રક્રિયા જણાવીને ગાઈડ પણ કરે છે. આ સિનારિયોમાં શિકાર બનતા લોકો મોટાભાગે એવા લોકો હોય છે જેઓ PhonePeનો ઓછો ઉપયોગ કરે છે.

નોંધનીય છે કે આખો વાર્તાલાપ અને પેમેન્ટ Whatsapp કોલ / વીડિયો કોલથી થાય છે અને છેતરપીંડી કરનારાઓ એવું બતાવે છે કે બધું જ સાચું છે અને માત્ર થોડા જ કોલમાં તેઓ યુઝરનો વિશ્વાસ પણ જીતી લે છે.

ક્રેડિટ કાર્ડ બિલ પેેમેન્ટ છેતરપીંડીથી કેવી રીતે સુરક્ષિત રહેવું:

  • હંમેશા યાદ રાખો કે PhonePe પર પૈસા મેળવવા માટે તમારે ક્યારેય ‘પેમેન્ટ કરવાનું’ હોતુ નથી કે તમારો UPI પિન એન્ટર કરવાનો હોતો નથી. કૃપા કરીને ‘Pay/પેમેન્ટ કરો’ પર ક્લિક કરતાં પહેલાં અથવા તમારો UPI પિન એન્ટર કરતાં પહેલાં તમારી PhonePe ઍપ પર દેખાતો મેસેજ ધ્યાનથી વાંચો.
  • જ્યારે કોઈ તમને કોઈ નવી પેમેન્ટ “પદ્ધતિ/પ્રક્રિયા” વિશે કહે તો સાવચેત રહો કારણકે આર્મીના કર્મચારીઓની પેમેન્ટ સિસ્ટમ પણ ભારતની અન્ય પેમેન્ટ પદ્ધતિ જેમ જ કામ કરતી હોય છે.

જો કોઈ છેતરપીંડી કરનાર તમારો સંપર્ક કરે તો તમારે શું કરવું જોઈએ?

  • તરત જ તમારા નજીકના સાયબર ક્રાઈમ સેન્ટરમાં ઘટનાની જાણ કરો અને સંબંધિત વિગતો (ફોન નંબર, ટ્રાન્ઝેક્શનની વિગતો, કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ વગેરે.) પુરી પાડીને પોલિસમાં FIR નોંધાવો. વૈકલ્પિક રીતે, ઓનલાઈન સાયબર ફરિયાદ નોંધાવવા માટે તમે આ લિંક — https://cybercrime.gov.in/ પર ક્લિક કરી શકો છો અથવા 1930 પર કોલ કરી શકો છો.
  • જો PhonePe દ્વારા તમારો સંપર્ક કરવામાં આવે તો, તમારી PhonePe ઍપમાં લોગ ઈન કરો અને ‘સહાય’ પર જાઓ. ‘Account security issue/ Report fraudulent activity/એકાઉન્ટ સુરક્ષા સમસ્યા/ છેતરપીંડી પ્રવૃતિઓની જાણ કરો’ હેઠળ છેતરપીંડી ઘટનાની જાણ કરી શકો છો. વૈકલ્પિક રીતે તમે support.phonepe.com માં લોગ ઈન કરી શકો છો.

Keep Reading