PhonePe Blogs Main Featured Image

Trust & Safety

નકલી નોકરીની જાહરાતોને ઓળખવાની 5 રીતો

PhonePe Regional|3 min read|12 June, 2023

URL copied to clipboard

કલ્પના કરો કે તમે નોકરી શોધી રહ્યા હોવ અને ભરતી કરનાર તમને તમારી ડ્રીમ જોબ આપે છે જેમાં આકર્ષક પગાર અને વિદેશ પ્રવાસનો પણ સમાવેશ થતો હોય! આવી ઑફર માટે તમે ના નહીં કહી શકો. એક નાની ચૅટ પછી ભરતી કરનાર તમને એક લિંક મોકલીને તમારી વ્યક્તિગત વિગતો ભરવા કહેશે. ત્યારબાદ ભરતી કરનાર તમને કન્ફર્મેશનનો કોલ કરશે અને જણાવશે કે તમારે ફ્લાઈટ અને સ્થાનાંતરનો રુ.50,000નો ખર્ચ ઉઠાવવાનો રહેશે. તમે પેમેન્ટ કરવાનું નક્કી કરો છો અને આતુરતાથી આગળની સૂચનાઓની રાહ જોઈ રહ્યા છો. પરંતુ અચાનક, તમે ભરતી કરનારનો સંપર્ક કરી શકતા નથી અને તમારા હાથમાં નોકરી પણ નથી. આવું દેશમાં હજારો લોકો સાથે બને છે.

રિમોટ જોબ અને બેરોજગારીમાં થયેલા વધારાના કારણે નોકરીના કૌભાંડોમાં પણ વધારો નોંધાયો છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના તાજેતરના ડેટા મુજબ , દેશમાં સરેરાશ બેરોજગારી દર 7.85% છે. આના કારણે ગઠિયાઓને નોકરીની જરુરિયાત ધરાવતા નિર્દોષો લોકોને છેતરીને તેમનું શોષણ કરવાની તક મળી જાય છે.

ગઠિયાઓ આકર્ષક જોબ ટાઈટલ અને પગારની નોકરીની જાહેરાત કરીને અથવા SMS કે WhatsApp મેસેજ દ્વારા પાર્ટ-ટાઈમની નોકરીની અસુરક્ષિત લિંક શેયર કરીને પૈસા કમાય છે. એકવાર તમે નોકરી માટે સાઈન અપ કરી લો પછી, તમને પહેલું કામ પુરું થવા પર ઉંચા રકમના વચન સાથે, પેમેન્ટ કરવાનું કહેવામાં આવશે. તમારો વિશ્વાસ મેળવવા માટે તેઓ તમારા એકાઉન્ટમાં નાની રકમ જમા પણ કરી શકે છે. છેવટે, તેઓ તમારો સંપર્ક કાપી નાંખશે અને તમે ફરી તેમનો સંપર્ક નહીં કરી શકો.

નોકરી કૌભાંડીઓ તમને ટાર્ગેટ કરી રહ્યા હોવાના 5 સંકેતો:

અહીં 5 સામાન્ય રીતો આપેલી જેમાં કૌભાંડીઓ નિર્દોષ લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. જો તમે નોકરીની શોધવામાં હોવ તો, આ સંકેતો ધ્યાન રાખો અને નોકરીની ખોટી જાહેરાતોથી બચો.

  1. સંવેદનશીલ માહિતી માંગે: જો ભરતી કરનાર તમારું નામ, જન્મતારીખ અથવા ઘરના સરનામા જેવી વ્યક્તિગત માહિતી માંગે તો, યાદ રાખો કે કૌભાંડીઓ તમારી પાસેથી તમારા બેંક એકાઉન્ટ/ક્રેડિટ કાર્ડ જેવી સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે, ભરતી કરનારાઓ તમારા શૈક્ષણિક બેકગ્રાઉન્ડ અને પ્રોફેશનલ અનુભવ વિશેની બેઝિક માહિતી મેળવે છે અને ત્યારબાદ એમ્પ્લોયર સાથે ઈન્ટરવ્યુ ગોઠવે છે, ત્યારબાદ ઑફર લેટર રિલીઝ કરવામાં આવે છે. સામાન્ય રીતે કંપની વેરિફિકેશન અને રેકોર્ડ માટે જોઈન કરવાના સમયે બેકગ્રાઉન્ડ માહિતી વિશે પુછપરછ કરે છે.
  2. ઔદ્યોગિક માપદંડો સાથે મેળ ના ખાતા હોય તેવા ઉંચા પગાર ઑફર કરે છે: જાહેરાતને વધુ આકર્ષક બનાવવા અને તમને કૌભાંડમાં ફસાવવા માટે ઓછા કામ માટે ઉંચો પગાર ઑફર કરવામાં આવે છે. તેમાં એક માલિવેર હોઈ શકે છે જે તમારી ડિવાઈસ પરથી તમારી ગોપનીય માહિતી મેળવી શકે છે. વૈકલ્પિક રીતે, કૌભાંડીઓ કરપ્ટ લિંકની જગ્યાએ, તમને તમારી વ્યક્તિગત વિગતો આપવા માટે વિનંતિ કરીને તમારી સંવેદનશીલ માહિતી પુરી પાડવા માટે તમને લલચાવી શકે છે.
  3. જોબ ડિસ્ક્રિપ્શનમાં ભૂલો: નોકરીની બનાવટી જાહેરાતોમાં વ્યાકરણ અથવા સ્પેલિંગમાં નાની-નાની ભૂલો હોઈ શકે છે જેમાં કે PhonePe.com ના બદલે Phonepay.com જે ખતરાની મોટી નિશાની છે કે તેના દ્વારા તમને અસુરક્ષિત વેબસાઈટ પર લઈ જવામાં આવી શકે છે. તેમજ કંપનીનું સમર્થન ના કરતી હોય તેવી કોઈ કાયદેસરની વેબસાઈટ ના હોય અને જોબ ડિસ્ક્રીપ્શન પણ અસ્પષ્ટ હોય તો તે એ બાબતનો સંકેત છે કે તમે નકલી નોકરીની જાહેરાત વાંચી રહ્યા છો.
  4. તાત્કાલિક નોકરીની ઑફર: જો ભરતી કરનાર કોઈપણ ઈન્ટરવ્યુ કે બેકગ્રાઉન્ડ વેરિફિકેશન વિના તમને કોલ કર્યાની મિનિટોમાં તમને જોબ ઑફર કરી દે તો, તે વાતની શક્યતા વધી જાય છે કે સંપર્કમાં રહેલ વ્યક્તિ ઠગ છે. એક અધિકૃત ભરતીકર્તા ઉમેદવાર કંપનીના રોલમાં બંધબેસે છે કે નહીં તેની ખાતરી કરે છે તેમજ તેનું ઈન્ટરવ્યુ લઈને, ઈન્ડસ્ટ્રીના માપદંડોના આધારે પગાર ઑફર કરે છે.
  5. કમિશન માંગે: છેતરપીંડી કરનાર અમુકવાર કોઈ સંસ્થામાં અધિકૃત વ્યક્તિ હોવાનું જણાવીને અથવા જોબ કન્સલટન્સી હોવાનું જણાવીને કમિશન તરીકે પેમેન્ટ કરવાનું કહે છે. નોકરીની આશાએ તમે તેમને પેેમેન્ટ કરી દો પછી તેઓ તેમનો સંપર્ક કરવાના તમામ માધ્યમો બંધ કરી દેશે અને તમને કોઈ નોકરી નહીં મળે અને પૈસા પણ પાછા નહીં મળે. યાદ રાખો, નોકરી માટે તમારે ક્યારેય ભરતીકર્તાને પૈસા આપવાના હોતા નથી.

નોકરીના કૌભાંડોથી કેવી રીતે બચવું

  • કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરો, ખાસ કરીને જેમાં ઉપર જણાવ્યા મુજબની ચેતવણીનો સમાવેશ થતો હોય અથવા જેમાં પૈસા કે બીજા કોઈ લાભ આપવાની લાલચ આપી હોય.
  • જો તમને ખાતરી ના હોય કે નોકરી કાયદેસરની છે કે નહીં તો કોલબૅક કરશો નહીં.
  • ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર, કાર્ડની એક્સપાયરી તારીખ, CVV, OTP, વગેરેર., જેવી કોઈપણ ગોપનીય માહિતી કોઈને પણ આપશો નહીં, PhonePeના અધિકારીને પણ નહીં.
  • છેલ્લે, રિપોર્ટ કરો અને બ્લોક કરો. યાદ રાખો, આવા નંબરને રિપોર્ટ કરીને બ્લોક કરવા જરુરી છે.

જો તમે નોકરી માટે છેતરપીંડીનો શિકાર થયા હોય તો તમારે શું કરવું જોઈએ

જો PhonePe પરથી તમને ગઠિયાઓ દ્વારા ઠગવામાં આવ્યા હોય તો, તમને નીચે જણાવ્યા મુજબ સમસ્યાની જાણ કરી શકો છો:

  1. PhonePe ઍપ: સહાય સેક્શન પર જાઓ અને “ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા” વિકલ્પ હેઠળ સમસ્યાની જાણ કરો.
  2. PhonePe ગ્રાહક સહાય નંબર: સમસ્યાની જાણ કરવા માટે તમે 80–68727374 / 022–68727374 પર PhonePe ગ્રાહક સહાયને કોલ કરી શકો છો, ત્યારબાદ ગ્રાહક સહાયના એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમારી સમસ્યામાં સહાય કરશે.
  3. વેબફોર્મ સબમિશન: તમે PhonePeના વેબફોર્મ, https://support.phonepe.com/ નો ઉપયગો કરીને પણ ટિકિટ શરુ કરી શકો છો.
  4. સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલનો ઉપયોગ કરીને છેતરપીંડીની ઘટનાઓની જાણ કરી શકો છો

Twitter — https://twitter.com/PhonePeSupport

Facebook — https://www.facebook.com/OfficialPhonePe

5. Grievanceફરિયાદ: હાલની ફરિયાદ પણ ફરિયાદ કરવા માટે તમે, https://grievance.phonepe.com/ પર લોગ ઈન કરીને અગાઉ શરુ કરેલી ટિકિટની આઈડી શેયર કરી શકો છો.

6. સાયબર સેલ: છેલ્લે, તમે નજીકના સાયબર ક્રાઈમ સેલમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા સાયબર ક્રાઈમ સેલની હેલ્પલાઈન નંબર 1930 પર સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ રિમાઈન્ડર — PhonePe ક્યારેય પણ વ્યક્તિગત અને ગોપનીય માહિતીની માંગણી કરતુ નથી. PhonePe માંથી આવ્યા હોવાનું દાવો કરતા અને phonepe.com ડોમેઈન ના ધરાવતા તમામ ઈમેઈલ અવગણો . જો તમને છેતરપીંડીની શંકા હોય તો, તાત્કાલિક અધિકારીઓનો સંપર્ક કરો.

*સ્ત્રોત: https://www.hindustantimes.com/technology/how-to-detect-fake-job-offers-modi-govt-shares-checklist-you-must-follow-101665639723089.html

#સ્ત્રોત: https://www.outlookindia.com/national/robbed-of-money-hope-and-hard-work-online-job-scams-is-trapping-the-indian-youth-amidst-job-dearth-news-253665

Keep Reading