PhonePe Blogs Main Featured Image

Milestones

ચમકતું હોય તે બધું સોનું નથી હોતું!

PhonePe Regional|3 min read|28 August, 2019

URL copied to clipboard

ફેબ્રુઆરી, 2018 ના NPCI દ્વારા BHIM UPI ના આંકડાઓ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને તે જણાવતા અમને હંમેશાંની જેમ ખુબ ખુશી થાય છે. ભારતની પ્રથમ અને સૌથી મોટી નોન- બેંકિંગ BHIM UPI ઍપ તરીકે, અમે BHIM UPI નો દરેક પગલે વિકાસ જોઈને ખુશી અનુભવીએ છીએ. પાછલા વર્ષ પ્રમાણે આટલી ઝડપી વૃદ્ધિએ દરેકની જંગી અપેક્ષાઓને વટાવી દીધી છે.

જાહેર છે કે, BHIM UPI વ્યવહારના આટલા મોટા ઉછાળાએ ગ્રાહકો, રોકાણકારો, મીડિયા અને ચુકવણી ઉદ્યોગોને એકસરખી રીતે પ્રભાવિત કર્યા છે. અચાનક BHIM UPI ના આ આંકડાઓએ બધા લોકોને ચોંકાવી દીધા છે. વૉલેટ પણ BHIM UPI જેટલું જ આગળ આવા માગે છે. બેંક નવી જનરેશનની મોબાઇલ ઍપ્સ લોંચ કરવા માગે છે. Google, Amazon અને WhatsApp જેવી વૈશ્વિક રીતે વિશાળ કંપનીઓ પણ ભારતમાં BHIM UPI-આધારિત ચુકવણી સેવાઓ લોંચ કરી રહી છે. ત્યાં સુધી કે ભારત સરકારે પણ એક ચુકવણી માટેની ઍપ લોંચ કરી છે. તેમ કહેવું ઉચિત રહેશે કે BHIM UPI એ ભારતમાં જે નવીનતમ વૃદ્ધિ કરી છે તે ભારતીય ઉપભોક્તાઓ માટે ખુબ લાભદાયી છે.

જો કે, અમે તે પણ માનીએ છીએ કે હાલના મીડિયા નેરેટીવ માત્ર BHIM UPI વ્યવહારોના વૉલ્યુમ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે- જે માત્ર અડધી જ કહાની દર્શાવે છે. વ્યવહારોના વૉલ્યુમ ઉપરાંત, BHIM UPI ના એક સંતુલિત સ્કોરકાર્ડમાં કુલ વ્યવહારો, યુનિક ગ્રાહકોની સંખ્યા અને સરેરાશ વ્યવહારનું મૂલ્ય (ATV) અને ગ્રાહક દીઠ સરેરાશ વ્યવહાર (ATPC) સાથે થયેલી લાગુ ગણતરી પણ શામેલ થયેલી હોવી જોઈએ.

ઉપલબ્ધ સાર્વજનિક માહિતીના આધારે કંઈક આ રીતે આંકડાઓ જોઈ શકાય છે:

ઉપરછલ્લા આંકડાઓથી જોવા જઈએ તો ખરેખર Paytm બજારમાં પ્રભુત્વ ધરાવે છે. પરંતુ બજારમાં થયેલા 40% હિસ્સાના વ્યવહારો પર દાવો કરવાનો કોઈ મતલબ નથી. કારણકે તેઓની ગણતરીઓ વિશે શું? આ માહિતી સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે નહીં.

સદભાગ્યે, Paytm ના કુલ 68 મિલિયન વ્યવહારોમાંથી 21 મિલિયન વ્યવહારો, Paytm ગ્રાહકો દ્વારા PhonePe ગ્રાહકોને નાણાં મોકલવા (એક @YBL VPA હેન્ડલ વડે) માટેના વ્યવહારો હતાં. જેથી અમે તેઓના ATV, ATPC વગેરે વિશે જવાબો મેળવવાનું નક્કી કર્યું.

અહીં અમને આ જાણવા મળ્યું!

આ આંકડાઓ અનુસાર, Paytm પર ફેબ્રુઆરીમાં માત્ર 40,000 યુનિક ઉપભોક્તાઓએ 500 થી વધુ વ્યવહારો કર્યા હતાં.

Paytm નું સરેરાશ વ્યવહારનું મૂલ્ય ₹40 કરતાં પણ ઓછું છે.

તેની વિરુદ્ધ, PhonePe પર ફેબ્રુઆરીમાં 6,000,000 યુનિક ગ્રાહકો દીઠ 5 વ્યવહારો થયેલા છે.

અમારું સરેરાશ વ્યવહારનું મૂલ્ય ₹1,800 કરતાં પણ વધુ છે.

ATV (Paytm પર ₹40 vs PhonePe પર ₹1,820) અને Paytm ની શરૂઆતની ઉચ્ચી ATPC (525/ગ્રાહક/મહિના) માં એક મોટા અંતરનું તાર્કિક સ્પષ્ટીકરણ એ છે કે Paytm નું વ્યવહારનું વૉલ્યુમ સ્પષ્ટ રીતે પ્રતિ વ્યવહારના કૅશબૅક દ્વારા પ્રોત્સાહિત થયેલું છે જેનાથી ખુબ ઓછા લોકો પ્રભાવિત થયાં છે.

ઉપરોક્ત બાબતોથી અમે ત્રણ નિષ્કર્ષ આપી શક્યાં છીએ:

  1. હજુ સુધી Paytm પર BHIM UPI ને એટલી સ્વીકાર્યતા મળી નથી: જો 40,000 યુનિક ગ્રાહકો જ 21 મિલિયન વ્યવહારો કરી રહ્યાં છે તો આ આંકડાઓની ગણતરી પરથી દર્શાવી શકાય છે કે Paytm માટે કુલ BHIM UPI વ્યવહારોનો આધાર 40,000 * 68 / 21 = 1.3 લાખ ગ્રાહકો છે.
  2. ગ્રાહક દ્વારા થયેલા વ્યવહારોની સંખ્યા એ નથી દર્શાવતી કે કેટલા ગ્રાહકો BHIM UPIનો ઉપયોગ કરે છે: સરેરાશ PhonePe ગ્રાહક દર મહિને લગભગ 5 વ્યવહાર કરે છે, જયારે Paytm માટે તે સંખ્યા 525 જેટલી છે. BHIM UPI નેટવર્ક પરના વ્યવહારો માટેની આ સંખ્યા સામાન્ય વપરાશકર્તા માટે સંભવ નથી.
  3. Paytm વ્યવહારોનું સરેરાશ મૂલ્ય સરેરાશ કરતાં ઘણું ઓછું છે: સમગ્ર નેટવર્ક લેવલ પર, BHIM UPI નું કૂલ વ્યવહાર મૂલ્ય ₹1,116 / વ્યવહાર છે. Paytm માટે તે સંખ્યા ₹38 જેટલી નજીવી છે જેનાથી સાબિત થાય છે કે આ બધા વ્યવહારો કૅશબૅક લેવાની ગણતરીએ થયેલા ખુબ ઓછી કિંમતના વ્યવહારો છે.

આ બધા તથ્યોને જોતા, અમે માનીએ છીએ કે BHIM UPI પરના સૌથી વધુ વ્યવહારોનું બજાર ધરાવતો Paytm નો ભ્રમિત અને બિન-પરિમાણીય દાવો છે.

અમે માનીએ છીએ કે બજારના નેરેટીવ ભારતમાં ડિજીટલ પેમેન્ટના બહોળા સ્વીકાર તરફ પરિવર્તિત થવા જોઈએ જેમાં અનિવાર્યપણે વધુ યુનિક ગ્રાહકો અને કુલ વ્યવહારના મૂલ્યનો પ્રવાહ વધારે હોય. અમે આ વાતનું સ્વાગત કરીએ છીએ કે NPCI કુલ વૉલ્યુમ અને વ્યવહારના મૂલ્યના આંકડાઓ શેર કરવામાં ખુબ પારદર્શી રહ્યું છે. વધુ સારું થઈ શકે જો તેઓ યુનિક ગ્રાહકોની સંખ્યા પણ દર્શાવે જેથી ખુબ ઝડપથી વૃદ્ધિ કરતાં ડિજીટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનું સંપૂર્ણ ચિત્ર પ્રસ્તુત કરી શકાય.

Keep Reading