Investments
તમારી રોકાણ કરવાની રીતને સમજો: તે 20–20 છે, વન ડે છે કે ટેસ્ટ??
PhonePe Regional|2 min read|20 June, 2021
જો તમે ક્રિકેટના રસિયા હોવ તો, તમને ખબર જ હશે કે વિવિધ પ્રકારની ક્રિકેટ મેચ માટે તમારે રમવાની વિવિધ વ્યૂહરચના અપનાવવી પડે છે. તમારી રોકાણની વ્યૂહરચના પણ આ જ અભિગમવાળી હોવી જોઈએ.
ચાલો ધારી લઈકે કે, તમે તમારી ટીમના કેપ્ટન છો, તમે ટોસ જીતીને તમારી મેચ શરુ કરો છો અને પહેલાં બેટીંગ કરવાનું પસંદ કરો છો. તમે રમતા હોય તે દરેક પ્રકારની મેચ માટે, કેટલાક એવા પરિબળો હોય છે જે તમારા માટે અન્ય કરતાં વધુ મહત્વના હોય છે.
અહીં સ્નેપશોટ આપ્યો છે:
તમે કયા પ્રકારની મેચ રમો છો તેના આધારે તમે તમારું બેટીંગની વ્યૂહરચનાનું માપ કાઢશો. 20–20 માટે બેટીંગ કરતી વખતે, તમારી અગ્રતા વિકેટો ગુમાવ્યાની ચિંતા કર્યા વિના ઉંચો રન રેટ જાળવી રાખવાની રહેશે. પરંતુ વન ડેમાં, તમારે હાથમાં કેટલી વિકેટો છે અને રનરેટ કેટલો છે તેની વચ્ચે યોગ્ય બેલેન્સ જાળવવું પડશે, તેમજ ટેસ્ટ મેચમાં તમારે તમારું વધુ ફોકસ વિકેટો જાળવી રાખવા પર રાખવું પડશે રન રેટ પર નહીં.
પરંતુ આ તો તમને પહેલાંથી ખબર છે. આ બધુ તમારી રોકાણ કરવાની રીત સાથે કઈ રીતે સંબંધિત છે?
સારુ, જો તમે મ્ચુચ્યુઅલ ફંડમાં નવા હોવ તો, તમારા રોકાણ માટે યોગ્ય મ્યુચ્યુઅલ ફંડના પ્રકારની પસંદગી કરવી એકદમ સમાન હોઈ શકે છે. તમે જે પ્રકારના મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તે મોટાભાગે તમારી રોકાણની જરુરિયાત પર આધારિત હોય છે.
દાખલા તરીકે, જો તમે ટૂંકા ગાળા માટે રોકાણ કરી રહ્યા હોવ તો, તમારું ફોકસ ઓછા જોખમ સાથે સતત વળતર આપે તેવા ફંડ પર રહે છે. જોકે, લાંબા ગાળાના રોકાણ માટે, એવા ફંડમાં રોકાણ કરી શકો છો જેમાં વધુ રિટર્ન મળવાની સંભાવના હોય પરંતુ ટૂંકા ગાળાના કેટલાક ઉતાર-ચઢાવ સાથે. સરળ શબ્દોમાં, એક બેટ્સમેન તરીકે, તમે કયા પ્રકારની મેચ રમો છો તેના આધારે તમે તમારી બેટીંગ વ્યૂહરચના બદલો છો. તેવી જ રીતે, તમારી રોકાણની જરુરિયાતના આધારે તમારી રોકાણની પસંદગી કરો.
અહીં દ્રષ્ટાંત રુપે માર્ગદર્શન આપ્યું છે.
જેવું કે તમે જોઈ શકો છો, જેમ તમારા રોકાણનો સમયગાળો વધે છે અથવા જોખમની અગ્રતા ઓછાથી વધુ તરફ બદલાય છે તેમ વધુ રિટર્ન મળવાની સંભાવના પણ વધે છે. આ બતાવે છે કે જોતમે ફંડના પરફોર્મન્સમાં ટૂંકા ગાળાના વધુ ઉતાર-ચઢાવ માટે તૈયાર હોવ તો, લાંબા ગાળે જનરેટ થતું રિટર્ન ઘણું વધારે હશે. ટૂંકમાં, જેટલું જોખમ વધુ, સંભવિત રિટર્ન પણ તેટલું વધારે.
તેથી, જ્યારે તમે તમારું પહેલું રોકાણ કરો ત્યારે ખાતરી કરો કે તમારા રોકાણના લક્ષ્યાંકને આધારે તમારી રોકાણની શૈલી સિલેક્ટ કરો છો.
ડિસ્ક્લેમર: મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમને આધીન છે. કૃપા કરીને રોકાણ કરતાં પહેલાં સ્કીમની માહિતી કાળજીપૂર્વક વાંચો.