Investments
PhonePe એ ભારતનું સૌપ્રથમ સુપર ફંડ લૉન્ચ કર્યું
PhonePe Regional|2 min read|17 August, 2021
આશ્ચર્ય થાય છે કે સુપર ફંડ શું છે અને તમારે તેમાં રોકાણ કરવું જોઈએ કે કેમ?
અહીં તેનું ટૂંકમાં વર્ણન આપેલું છે તે જોઈએ.
શું મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે સારું રહેશે?
શું મ્યુચ્યુઅલ ફંડ વિશેની વાતો તમને મૂંઝવણમાં મૂકી દે છે? પણ આમ જુઓ તો તે એકદમ સરળ છે.
મ્યુચ્યુઅલ ફંડના ત્રણ મુખ્ય પ્રકાર છે:
1) ઇક્વિટી ફંડ શેરબજારમાં આ રોકાણ વધુ જોખમી માનવામાં આવે છે પરંતુ તે વધુ રિટર્ન પણ આપે છે.
2) ડેટ ફંડ સરકાર (Gilts) અથવા બૅન્ક સહિત કૉર્પોરેટ દ્વારા જારી કરાયેલા બોન્ડમાં રોકાણ કરો જેમાં સામાન્ય રીતે ઓછું જોખમ અને સ્થિર રિટર્ન હોય છે.
3) હાઇબ્રિડ ફંડ ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરો અને તે મધ્યમ જોખમ અને રિટર્ન સાથે આવે છે.
ફંડ ઑફ ફંડ એટલે શું અને તે કેવી રીતે કાર્ય કરે છે?
ફંડ ઑફ ફંડ (FOF) મલ્ટિપલ ફંડમાં રોકાણ કરે છે અને રોકાણકારોને વધુ સુગમતા અને વધુ રિટર્ન આપવાનું લક્ષ્ય રાખે છે. જોકે, મોટાભાગની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ક્લોઝ્ડ ફંડ ઑફ ફંડ ઑફર કરે છે જેનો અર્થ છે કે માત્ર તેઓ પોતે કંપનીમાંથી ફંડ પસંદ કરી શકે તેવું તેઓ નિયંત્રિત કરતા હોય છે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ કેટલાક ક્ષેત્રમાં મજબૂત હોઈ શકે છે, પરંતુ કેટલાક અન્ય ક્ષેત્રોમાં નબળી પણ હોઈ શકે. આ દરેક કૅટેગરીમાંથી શ્રેષ્ઠ ફંડ પસંદ કરવાથી FOFની ક્ષમતા આના કારણે પ્રતિબંધિત થઈ શકે છે.
ઓપન સુપર ફંડ એન્ટર કરો!
સુપર ફંડ વિવિધ ફંડ હાઉસમાંથી શ્રેષ્ઠ ફંડ પસંદ કરે છે અને તેથી તેઓ એક કંપનીના ફંડ ઑફ ફંડની ખામીઓને દૂર કરી શકે છે. ઉદાહરણ તરીકે, Aditya Birla Sunlife (ABSL) એ ઇક્વિટીમાં ખૂબ જ મજબૂત હોઈ શકે છે અને Axis મ્યુચ્યુઅલ ફંડ ડેટમાં મજબૂત હોઇ શકે છે, તેથી શ્રેષ્ઠ ઓપન ફંડ ઑફ ફંડ બનાવવા માટે ABSLમાંથી શ્રેષ્ઠ ઇક્વિટી ફંડ અને Axisમાંથી શ્રેષ્ઠ ડેટ ફંડ પસંદ કરવાનું અર્થપૂર્ણ છે.
સુપરથી પણ ઉપર: સુપર ફંડ PhonePe પર
PhonePe પર સુપર ફંડ સોલ્યુશન વિવિધ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંથી શ્રેષ્ઠ ફંડ પસંદ કરે છે, અને કન્ઝર્વેટિવ ફંડ, મધ્યમ ફંડ અને અગ્રેસિવ ફંડ જેવા ત્રણ અલગ અલગ વિકલ્પો પણ આપે છે જેથી તમે શ્રેષ્ઠ જોખમ અને રિટર્નનું સંયોજન પસંદ કરી શકો.
PhonePe પરના સુપર ફંડ નીચે આપેલી બાબતોમાં અલગ પડે છે:
- તે એક સરળ અને વ્યાપક ઉપાય છે જ્યાં તમારે તમારા જોખમના આધારે તમારા માટે યોગ્ય સુપર ફંડ નક્કી કરવાનું રહે છે અને બાકીનું નિષ્ણાત ફંડ મેનેજરો પર છોડી દો, કે જે રોકાણ માટે યોગ્ય ફંડ પસંદ કરશે અને દરેક ફંડમાં તમે પસંદ કરેલા સુપર ફંડના આધારે રોકાણનું પ્રમાણ નક્કી કરશે.
- નિષ્ણાત ફંડ મેનેજરો સતત રોકાણોનું નિરીક્ષણ કરશે અને જો જરૂરી હોય તો, પોર્ટફોલિયોમાં વિવિધ ફંડની ફાળવણીમાં બજારના વાતાવરણ અને અંતર્ગત ફંડની સુસંગતતાના આધારે ફેરફાર કરશે, તે પણ ટેક્સ અસરકારક રીતે. આ એવા રોકાણકારો માટે મોટી રાહત પૂરી પાડે છે જેમને રોકાણ માટે યોગ્ય ફંડ પસંદ કરવાનું અને સતત તે ફંડને ટ્રૅક કરવાનું મુશ્કેલ લાગે છે.
- સુપર ફંડ વિવિધ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં રોકાણ સાથે ફંડ સ્ટ્રક્ચરના ઓપન આર્કિટેક્ચર ફંડને અનુસરે છે જેમાં AMCsમાં સુસંગત સ્કીમ પસંદ કરવા અને ફંડ મેનેજર શૈલીમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
- સુપર ફંડએ મ્યુચ્યુઅલ ફંડમાં ‘એફોર્ડેબિલિટી’ બેન્ચમાર્કને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે કારણ કે રોકાણકારો હવે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના સોલિડ પોર્ટફોલિયોમાં ₹500 જેટલું રોકાણ પણ કરી શકે છે. આ રીતે, નાના રોકાણકારને પણ લાંબા સમયના શ્રેષ્ઠ રોકાણ સોલ્યુશનનો ઍક્સેસ મળે છે.
- સુપર ફંડ 3 વર્ષથી વધુના લાંબા ગાળાના રોકાણ માટે આદર્શ છે અને જો રોકાણ 3 વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે, તો તેઓ ઇન્ડેક્સેશનના લાભો પણ મેળવી શકે છે જે તેમને બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ અને મોટા ભાગે ઇક્વિટી ફંડ જેવા પરંપરાગત રોકાણોની સરખામણીમાં ટેક્સમાં વધુ લાભ આપે છે.
- તમારે ફક્ત રોકાણ અને આરામ કરવાનો રહેશે.