Investments
દર મહિને માસિક આવકમાંથી કેટલા ટકાનું રોકાણ કરી શકાય?
PhonePe Regional|2 min read|14 June, 2021
મારી માસિક આવકમાંથી મારે કેટલા ટકાનું રોકાણ કરવું જોઇએ? જો આ વિચાર તમારા મગજમાં સતત ઘૂમ્યા કરતા હોય તો, આવા તમે એકલા નથી. રોકાણકારો માટે આ કોમન સવાલ છે, ખાસ કરીને તેમની રોકાણની યાત્રાના શરુઆતના વર્ષોમાં.
દુર્ભાગ્યવશ, દરેક માટે તેમના જીવનના દરેક તબક્કે કામ કરે તેવો કોઇ ચોક્કસ નંબર કે ટકાવારી નથી. આ બ્લોગ પોસ્ટમાં, અમે કેટલીક વ્યાપક ગાઇડલાઈન દ્વારા તમને સહાય કરવાનો પ્રયાસ કરીશું.
આ બાબતને સરળ રીતે સમજવા માટે અહીં ક્રિકેટ સાથે સરખામણી કરી છે. 50 ઓવરની વન ડે ક્રિકેટ મેચમાં, જ્યારે પહેલી બાજુથી કોઇ બેટ્સમેન બેટિંગ કરવા આવે છે, ત્યારે શું તમને ખબર હોય છે કે મેચ જીતવા માટે તેમણે ચોક્કસ કેટલા રનરેટથી સ્કોર કરવો પડશે? જરાય નહીં, બરાબર ને? કારણકે તેમની પાસે પીછો કરવા માટે કોઇ ચોક્કસ લક્ષ્ય નથી.
જોકે, તેઓ જે જાણે છે તે માત્ર એટલું જ કે તેમની પાસે જીતવાની સારી તક છે, તેમણે તેમની ઈનિંગમાં અમુક ન્યૂનત્તમ રનરેટ (ધારકો કે પ્રતિ ઓવર 5–6 રન)થી સ્કોર કરવો જ પડે અને ઓવરઓલ ઉંચા રનરેટથી, જેટલો ઊંચો રનરેટ તેટલી જીતવાની શક્યતા વધુ.
તેવી જ રીતે, જ્યારે તમે તમારી વીસીમાં હોવ છો અથવા ત્રીસીના પ્રારંભમાં હોવ,ત્યારે તમને તમારા લાંબાગાળાના આર્થિક લક્ષ્યાંકોનો કોઇ આઈડિયા નતી હોતો કારણકે તે લક્ષ્યાંકો સમય સાથે તમારી લાઇફ સ્ટાઈલ, આવક, કુટંબની આકાંક્ષાઓ અને એવી બધી બાબતોને આધારે બદલાતો રહે છે. તેથી જ, કોઇ ચોક્કસ ટાર્ગેટ વિના, શરુઆત કરવા માટે, તમારે ચોક્કસ સ્વીકાર્ય રોકાણ દર સાથે આગળ વધવું પડે છે, સામાન્ય રીતે- તમારી ચોખ્ખી આવકના 30–40%નું રોકાણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ચોક્કસથી, તમે પણ બેટ્સમેનની જેમ પ્રત્યેક ઓવરમાં 5 કે તેનાથી વધુ રન ના કરી શકો, તમે હંમેશા તમારી આવકના 30–40% બચાવી ના શકો, તેમાં કોઇ વાંધો નથી. પરંતુ આઈડિયા સમય સાથે તે સરેરાશ સ્તર જાળવી રાખવાનો અને તેને પ્રાપ્ત કરવાનો છે. તેમજ, જો તમે તમારી હાલની પરિસ્થિતિમાં વધુ બચત (ધારોકે 50%) કરી શકતા હોવ તો, તે કરવી જોઇએ, કારણકે ભવિષ્યમાં એવી પરિસ્થિતિ આવી શકે છે કે જ્યારે તમે તમારી આવકના 30–40%નો રોકાણ દર જાળવી ના શકો. .
યાદ રાખો, યુવાન વયે કરેલા રોકાણ અને લાંબા સમય સુધી રોકાણ કરવાનું જાળવી રાખવાથી શ્રીમંત થવાની તમારી યાત્રામાં વધુ મૂલ્યવાન સાબિત થાય છે, આ સંયોજનની શક્તિને કારણે થાય છે (આ બ્લોગમાં આના વિશે વધુ વાંચો)
હવે, ચાલો આપણે આપણા ક્રિકેટના ઉદાહરણ પર પાછા જીઈએ. પરંતુ આ વખતે, ધારી લઈએ કે વન-ડે મેચમાં ટીમ બીજી બેટીંગ કરી રહી છે. ટીમ બીજીવાર બેટીંગ કરતી હોવાથી, બેટ્સમેનને જાણ છે કે તેમણે કયું લક્ષ્ય મેળવવાનું છે અને તેથી તેઓ તેમની ઈનિંગને તે પ્રમાણે ગતિ આપે છે.
તે જ રીતે, તમે જ્યારે તમે તમારી ત્રીસીના મધ્યમાં કે તેનાથી આગળ વધો છો, ત્યારે તમારી પાસે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યાંકો માટે વધુ સારો દ્રષ્ટિકોણ હશે. નાણાંકીય લક્ષ્યાંકો પરની આ સ્પષ્ટતા તમને તમારી રિસ્ક પ્રોફાઈલ તેમજ અપેક્ષિત રિટર્ન દરને ધ્યાનમાં લઈને તમારા નાણાંકીય લક્ષ્યાંકો મેળવવા માટે કેટલી રકમનું રોકાણ કરવું પડશે તે નક્કી કરવાનું વધુ સરળ બનાવે છે. દાખલા તરીકે, આર્થિક સુરક્ષા (અમે એક અલગ બ્લોગમાં નાણાંકીય લક્ષ્યાંકો આધારિત રોકાણ વિશે વધુ માહિતી આપીશું). આ બધા લક્ષ્યાંકો માટે તમારે નિયમિત રીતે ચોક્કસ રોકાણ કરવું જરુરી છે અને આવા બધા રોકાણોને જોડવાથી તમને કુલ રોકાણ સુધી પહોંચવામાં મદદ મળશે.
અંતમાં, એ પુનરાવર્તન કરવું જરુરી છે કે તમારે રોકાણ કરવાનું શરુ કરી દેવું જોઈએ. તમે તમારી આવકના 20%, 30% અથવા 50% જેટલું છે કે નહીં તે મહત્વનું નથી. એકવાર તમે શરુઆત કરો પછી સંપત્તિ નિર્માણની તમારી યાત્રામાં તમે હંમેશા રકમને એડજસ્ટ કરી શકો છો.
મ્ચુચ્યુઅલ ફંડ બજારના જોખમને આધીન છે. કૃપા કરીને રોકાણ કરતાં પહેલાં સ્કીમ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ કાળજીપૂર્વક વાંચો.