Design
કરોડો ભારતીયો માટે સરળ પેમેન્ટનો અનુભવ બન્યો શક્ય
PhonePe Regional|2 min read|23 April, 2021
PhonePe એ તાજેતરમાં 250 મિલિયન યુઝરના માઇલસ્ટોનને પાર કરી ગયું છે અને UPI ટ્રાન્ઝેક્શન પર તે સૌથી મોટા ખેલાડી તરીકે પણ ઉભરી આવ્યું છે. 100 મિલિયન કરતાં વધુ માસિક સક્રિય યુઝર સાથે, હવે આપણી પાસે દેશમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન કરનાર યુઝર બેઝ છે. અને અમે ગૌરવપૂર્વક ભારતના 500 શહેરોમાં લાખો યુઝરની સેવા કરી રહ્યાં છીએ.
ખુબ સારી ટેક્નિકલ ક્ષમતાઓ, એક સરળ અને સાહજિક પ્રોડક્ટ ફ્લો, અને નવી પ્રોડક્ટ અને સુવિધાઓ ઉપરાંત ગ્રાહકોનો સારો અનુભવ જ છે કે જેથી ગ્રાહકો અમારી ઍપનો ઉપયોગ દરરોજ કરે છે. અમારી ઍપ પરના દરેક પેમેન્ટનો અનુભવ અમારા ગ્રાહકો માટે આનંદકારક બનાવવા માટે અમે ગ્રાહકોના સંતોષથી પણ આગળ વધ્યા છીએ. અમે તે કેવી રીતે કરીએ છીએ અહીં આપેલું છે!
ભારતમાં ડિજિટલ પેમેન્ટનો સ્વીકાર
અમે દેશભરમાં પેમેન્ટ વિકલ્પ તરીકે વ્યાપકપણે સ્વીકૃત છીએ. અમારા પ્રવેશ અને વિશાળ યુઝર બેઝની સાચી જુબાની એ છે કે અમારા લગભગ 80% ગ્રાહકો ટીયર 2, 3 અને તેનાથી આગળના પણ છે. વિશ્વાસ, સલામતી, સુરક્ષા અને વિશ્વસનીયતાની ચિંતાના કારણે આ ક્ષેત્રોમાં ડિજિટલ પેમેન્ટ સાથે પરિચિતતા હજી ઓછી છે.
અમારી ગ્રાહક સાથેની વાતચીત દરમિયાન, અમને સમજાયું કે અમારા ઘણા યુઝર પ્રથમ વખતના ઇન્ટરનેટ યુઝર પણ છે અને અમારું કામ માત્ર તેમને સરળતાથી પેમેન્ટ કરવામાં સહાય આપવાનું નથી, પણ ડિજિટલ સમજશક્તિ કેળવવાની તેઓની યાત્રા દરમિયાન તેમને સાથ આપવાનું પણ છે.
આ જાણકારીને ધ્યાનમાં રાખીને, અમે સિસ્ટમ અને પ્રક્રિયા ઉભી કરવામાં ભારે રોકાણ કર્યું છે જેણે અમને યુઝરના સેગમેન્ટ, સ્થાનો, ડિવાઇસ અને પેમેન્ટ કૅટેગરીમાં ગ્રાહક વર્તણૂક દાખલાઓની ઊંડી સમજ આપી છે. આ પ્રયત્નો દ્વારા, અમે અમારી ઍપ પર બંને આનંદકારક અને નિરાશાજનક અનુભવોમાં ફાળો આપતા મહત્વપૂર્ણ પાસાઓ પણ ઓળખ્યા. તે પછી અમારા ઊંડાણપૂર્વકના સંશોધન દરમિયાન જે મતભેદના પોઇન્ટ પ્રકાશિત થયા છે તેને ઉકેલવા માટે અમે એક ટેક્નિકલ અને ડેટા-ફર્સ્ટ અભિગમ અપનાવ્યો.
અમારી ઍપ તમારી ભાષામાં વાતચીત કરે છે
અમારા ઘણા ગ્રાહકો તેમની પ્રાદેશિક ભાષામાં ઍપનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેને ધ્યાનમાં રાખીને, અમે 8 ભારતીય ભાષાઓમાં હેલ્પ અને સપોર્ટ સેવાઓ પ્રદાન કરીએ છીએ. પ્રાદેશિક ભાષા ટેલિફોનિક સપોર્ટ ઉપરાંત, હવે અમે ઍપ, સહાય વિભાગ અને ચૅટ સપોર્ટ માટે પણ ભાષાની પસંદગી પ્રદાન કરીએ છીએ. અમારા સ્થાનિકીકરણના પ્રયત્નોનો પ્રતિસાદ, ઍપને પોતાની મનપસંદ ભાષામાં ઉપયોગમાં લેવાનું પસંદ કરીને વધુને વધુ ગ્રાહકો આપી રહ્યાં છે.
અમે અહીં સહાય માટે છીએ!
UPI પેમેન્ટ કેવી રીતે કાર્ય કરે છે તેના વિવિધ પાસાઓ વિશે જાગૃતિના અભાવને કારણે ઘણાં યુઝર ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવામાં અચકાતા હોય છે જેમાં VPA બનાવવું, તમારો BHIM UPI પિન સેટ કરવો, બેંક એકાઉન્ટને લિંક કરવા વગેરે શામેલ છે. ગ્રાહકના સરળ ઑનબોર્ડિંગ માટેની સમજણ માટે મલ્ટીપલ ભાષાઓમાં હેલ્પ આર્ટિકલ અને શૈક્ષણિક વીડિયો બનાવ્યા છે. અમે ઍપ પર યુઝરને મદદ કરવા માટે વધુ ચિત્રો અને વિઝ્યુઅલ મીડિયાને સતત ઉમેરી રહ્યાં છીએ. અમે પ્રોડેક્ટ અને વ્યવસાયિક ટીમ સાથે પણ પાર્ટનરશીપ કરી છે, અને સતત અમારા સપોર્ટ સંપર્ક રેટને ઘટાડવાનું કામ કરી રહ્યાં છીએ, જે આજે ખૂબ જ પ્રભાવશાળી રીતે 0.5% જ છે.
ઑટોમૅટિક રીતે સમસ્યાનો તુરંત ઉકેલ
અમે 90% ગ્રાહકના પ્રશ્નોનો ઉકેલ તુરંત જ આપીએ છીએ અને આ સંખ્યાને વધુ સારી જાળવી રાખવા માટે હંમેશાં કામ કરીએ છીએ. અમે ગ્રાહકોને ઍપ પર તેમની પેમેન્ટની સમસ્યાઓ સરળતાથી ટ્રેક કરવા અને તુરંત પ્રતિસાદ મેળવવા માટે આપણી સપોર્ટ સિસ્ટમને ઑટોમેટેડ કરી છે. ગ્રાહકોને ઉકેલ આપતી વખતે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખવાની ખાતરી પણ આપીએ છીએ. આજે, લગભગ 80% તમામ મુદ્દાઓ ઑટોમેટેડ પોર્ટલ અનુભવો અને ફોન IVR દ્વારા સપોર્ટ સંતોષના સ્કોરમાં સુધારો કરવાનું કવર થાય છે, અને અમે માનીએ છીએ કે અમે આમાં હજુ વધુ સુધારો કરી શકીએ છીએ. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે ગ્રાહકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તેના માટે થોડા કલાકોમાં જ તે અમારી પાસેથી ઉકેલ મેળવે.
અમે અમારા ગ્રાહકો પાસેથી દરરોજ શીખવાનું ચાલુ રાખીએ છીએ. અમે સતત એવા અનુભવોની મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કે જે આખા ભારતના યુઝર માટે શ્રેષ્ઠ પેમેન્ટનો અનુભવ ડિલિવર કરે.